આગ એટલી ભયંકર કે ઘરની તમામ ઘરવખરી થઈ બળીને ખાખ

રાજકોટ શહેરમાં આજે કાળજું કંપાવી દે તેવી ઘટના સર્જાઇ હતી. રાજકોટ શહેરના નાકરાવાળી વિસ્તારમાં આજે ૨૮ વર્ષની એક મહિલાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. એટલું જ નહીં મહિલાએ પોતાની સાથે બે માસૂમ પુત્રને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ગૃહકલેશથી કંટાળી મહિલાએ પોતાના સાથ અને ચાર વર્ષના પુત્ર પર કેરોસીન છાંટી તેમને સળગાવ્યા અને ત્યાર બાદ પોતે પણ સળગી ગઈ હતી.

image soure

આ આગ એટલી ભયંકર હતી કે ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાનો ગુનો નોંધી પતિ અને સાસુને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસમાં નોંધાવેલી માહિતી અનુસાર ૨૮ વર્ષીય પરિણીતા નું નામ દયાબેન હતું. તેમના પરિવારમાં પતિ , બે બાળકો, દિયર અને સાસુ હતા. આજે વહેલી સવારે પતિ અને સાસુ કામ પર નીકળી ગયા ત્યાર બાદ પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. જ્યારે ઘર માંથી ધુમાડા નીકળવા ની શરૂઆત થઈ ત્યારે આસપાસના લોકોએ પરિણીતાના પતિ અને સાસુને જાણકારી ઘરે પરત બોલાવ્યા હતા.

image soure

પોલીસની પુછપરછ દરમિયાન દયાબેન ના પતિએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં તેમની પત્ની અને તેમના માતા વચ્ચે બોલાચાલી થઇ હતી. જોકે પોલીસે જ્યારે આસપાસના લોકોની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે પતિ-પત્ની વચ્ચે પણ ઘણીવાર બોલાચાલી થતી હતી. આ પરથી પ્રાથમિક તારણ રજૂ કરવામાં આવ્યું છે કે દયાબેન અને અંતિમ પગલું ઘરના કંકાસથી કંટાળીને ભર્યું હશે.

image source

જીગર માં ઘટના બની છે તપાસ કરતાં પોલીસને કેરોસીન નો ડબ્બો મળી આવ્યો હતો. પોલીસે આ ડબ્બાને કબજે કરી અને તપાસ અર્થે મોકલ્યો છે. રાજકોટ શહેરમાં બનેલી આ સામૂહિક આત્મહત્યાની ઘટના થી શહેરમાં ભારે અરેરાટી ફેલાઇ છે.

જોકે હાલ તો સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે એવું તે શું થયું કે પરિણીતાએ પોતાના ચાર વર્ષના અને સાત વર્ષના પુત્રને જીવતા સળગાવી અને પોતે પણ અગનપછેડી ઓઢી લીધી.