મધ લેતા પહેલા આ 6 રીતે ઓળખી લો એ અસલી છે કે નકલી, નહિં તો પાછળથી પસ્તાશો

હાલમાં કોરોના વયારસની માહામારી આખાએ જગતમાં ચાલી રહી છે. અને તેનાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ભારતનો ક્રમ બીજો આવે છે. કોરોનાની રસી તો શોધાઈ ગઈ છે પણ તે કેટલી કારગર નીવડે છે તે કહેવું હજુ ઘણું મુશ્કેલ છે. બીજીબાજુ હજુ ભારતમાં તે વેક્સિન ક્યારે આવશે અને જાહેર જનતા સુધી ક્યારે પહોંચશે તે પણ નક્કી નથી ત્યારે તેવા સંજોગોમાં લોકોએ જો કોરેના વયારસથી બહચવું હોય તો પોતાની ઇમ્યુનિટિ એટલે કે પોતાના રોગપ્રતિકારક તંત્રને મજબુત બનાવવું પડશે. અને તેના માટે આપણે સ્વસ્થ પોષણથી ભરપુર ખોરાક ખાવો પડશે. આ જ ખોરાકમાંનો એક હેલ્ધી ખોરાક છે મધ.

image source

મધ આપણા શરીરને અઢળક લાભો પહોંચાડે છે. પણ તાજેતરમાં જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે ભારતના બજારમાં મળતા મધની મોટા ભાગની બ્રાન્ડ ગ્રાહકોને ભેળસેળવાલુ મધ આપી રહી છે. આવા સંજોગોમાં અસલી અને નકલી મધ વચ્ચેનો ભેદ જાણવો ખૂબ જરૂરી છે.

image source

વેઇટ લોસ કરવાથી લઈને ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે મધના અગણિત લાભો છે. ખાસ કરીને શિયાળામાં મધનુ સેવન ખૂબ જ લાભપ્રદ માનવામા આવ્યું છે પણ જો મધ શુદ્ધ હોય તો જ તેનો લાભ તમને મળે છે. તેવામાં ભેળસેળના આ જમાનામાં નકલી અને અસલી મધની ઓળખ ખરવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તેવા કેટલાક નુસખા જણાવીશું જેનો ઉપયોગ કરીરને તમે અસલી અને નકલી મધ વચ્ચે ભેદ કરી શકશો. તો ચાલો જાણીએ તે નુસખા વિષે.

image source

– મધને ઓળખવા માટે સૌથી ઉત્તમ અને સરળ રીતે છે ગરમ પાણી. તેના માટે તમારે કાચનો એક ગ્લાસ લેવાનો છે એક વાટકીમાં ગરમ પાણી ભરી લેવું. તેમાં એક ચમચી મધ ઉમેરવું. જો તે પાણીમાં મિક્સ થઈ જાય તો તમારે સમજવું કે તે ભેળસેળવાળુ છે. બીજી બાજુ જો તે મોટા તાર જેવું બનીને વાસણના તળિયે બેસી જાય તો સમજવું કે તે અસલી છે.

image source

– ભેળસેળવાળુ મધ બનાવવા માટે ખાડં કે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. જે પાણીમાં ઓગળી જાય છે. જો પાણીથી તમે તપાસ નથી કરી શકતા તો આગથી પણ તમે મધની શુદ્ધતા તપાસી શકો છો. તેના માટે તમારે એક મીણબત્તી બાળવી અને એક નાનકડી લાકડીમાં રૂ લપેટીને તેના પર મધ લગાવી લેવું. ત્યાર બાદ આ મધ લગાવેલા રૂને મીણબત્તીની આગ પર મુકવી. જો રૂ બળવા લાગે તો સમજવું કે મધ શુદ્ધ છે. પણ જો તેને બળવમાં સમય લાગે તો સમજવું કે મધમાં પાણીની ભેળસેળ કરવામા આવી છે.

image source

– મધની શુદ્ધતાની તપાસ બ્લોટિંગ કે ટિશ્યૂ પેરરની મદદથી પણ કરી શકાય છે. તેના માટે બ્લોટિંગ પેપર કે ટિશ્યૂ પેપર પર મધના એક-એક ટીપા નાખવા. જો મધમાં પાણીની ભેળશેળ હશે તો પેપર તેને સોષી લેશે પણ જો તે શુદ્ધ હશે તો તે પેપર પર જ પડેલું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત