9 મેરેજ બ્રેકર એક્ટ્રેસ, જેમને બીજાનો ઘર સંસાર તોડીને વસાવ્યું પોતાનું ઘર ટોપ પર, જેમાં નંબર 2 તો…
મેરેજ બ્રેકર એક્ટ્રેસ જેમને બીજાનો ઘર સંસાર તોડીને વસાવ્યું પોતાનું ઘર.
શ્રીદેવી.
બધા જાણે છે કે શ્રીદેવીના કારણે જ બોની કપૂરે એમની પત્નીને છોડી દીધી હતી અને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. એટલે સુધી કે બોની કપૂરની પહેલી પત્ની મોનાની માતાએ શ્રીદેવીના પેટ પર લાત પણ મારી હતી કારણ કે એમને એ વાતનો ગુસ્સો હતો કે શ્રીદેવીના કારણે બોનીએ એમની પત્નીને છોડી દીધી હતી. શ્રીદેવી લગ્ન પહેલા ગર્ભવતી હતી અને એ કારણે જ બોની અને શ્રીદેવીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીદેવીના પ્રેમ ભલે સફળ રહ્યો હોય પણ એમને હોમ બ્રેકર જ કહેવામાં આવ્યા. બોની પહેલા પણ શ્રીદેવીએ વિવાહિત મિથુન સાથે પ્રેમ કર્યો હતો પણ મિથુને એમની પત્ની યોગીતાને ન છોડી અને સમય રહેતા પોતાના લગ્ન બચાવી લીધા.
શિલ્પા શેટ્ટી.
શિલ્પા અને રાજ કુન્દ્રા ત્યારે નજીક આવ્યા હતા જ્યારે શિલ્પાએ બિગ બ્રધર જીત્યું હતું. રાજ પરણિત હતા અને રાજની પહેલી પત્નીએ આરોપ પણ લગાવ્યો હતો કે શિલ્પાના કારણે જ એમનું ઘર અને લગ્ન તૂટ્યા છે.
સ્મિતા પાટીલ.
રાજ બબ્બરએ પણ સ્મિતાના કારણે એમની પત્ની નાદિરાને છોડી દીધી. રાજ અને સ્મિતા ફિલ્મોમાં કામ કરતા કરતા નજીક આવી ગયા હતા અને બન્નેએ લગ્ન કરી લીધા. સ્મિતાના મોત પછી રાજ પાછા પોતાની પહેલી પત્ની સાથે રહેવા લાગ્યા. સ્મિતા ફક્ત 31 વર્ષની હતી જ્યારે તેમનું અવસાન થયું.
રવીના ટંડન.
અનિલ થડાની પહેલેથી જ પરણિત હતા પણ રવીનાની દીવાનગી અનિલના દિલ અને દિમાગ પર એવી છવાઈ કે એમને એમની પત્ની નતાશાને ડિવોર્સ આપીને રવીના સાથે લગ્ન કરી લીધા. રવીનાના લગ્ન ખૂબ શાહી રીતે થયા હતા.
રાની મુખર્જી.
આદિત્ય ચોપરા સાથે ગુપચુપ લગ્ન કરનારી રાણીને જે આદિત્યના પહેલા લગ્ન તૂટવાનું કારણ માનવામાં આવે છે. આદિત્યએ પોતાની બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા પણ રાની પર એમનું દિલ એવુ આવ્યું કે એ બાળપણનો પ્રેમ પણ ભૂલીને પાયલને ડિવોર્સ આપી દીધા અને રાની સાથે લગ્ન કરી લીધા.
લારા દત્તા.
મિસ યુનિવર્સ લારા દત્તાએ પણ વિવાહિત મહેશને જ પોતાના હમસફર તરીકે પસંદ કર્યા. મહેશે લારા માટે પોતાના 7 વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા.
શબાના આઝમી.
જાવેદ અખ્તર હની ઇરાણીના પતિ હતા પણ શબાના સાથે પ્રેમ થતા જ એમને હનીને છોડીને શબાનાનો હાથ પકડી લીધો. હનીથી જાવેદના બે બાળકો છે ફરહાન અને જોયા.
સારીકા.
કમલ હસન વાણી ગણપતિ સાથે પોતાનું લગ્ન જીવન વિતાવી રહ્યા હતા પણ સારીકા સાથે એમને પ્રેમ થઈ ગયો અને સારીકા જ્યારે પ્રેગ્નેન્ટ થઈ તો બંનેએ લગ્ન કરી લીધા.જો કે સરિકાથી પણ હવે કમલ અલગ થઈ ચૂક્યા છે.
કિરણ રાવ.
એ ભલે હિરોઇન ન હોય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. આમિર ખાને કિરણ રાવના કારણે જ પોતાની પહેલી પત્ની રીનાને છોડી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!