અભિષેક બચ્ચનને મળી હોસ્પિટલમાંથી રજા, હાથમાં થયું હતું ફેક્ચર, દોડી ગયા હતા અમિતાભ.
અભિષેક બચ્ચનને મુંબઈના લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. એમને શૂટિંગ દરમિયાન હાથની આંગળીમાં ઇજા થઇ હતી. એ પછીથી એ હાથમાં પ્લાસ્ટર કરાવીને કામ ચલાવી રહ્યા હતા. પણ સ્થિતિમાં સુધારો ન થતા ડોકટરે એમને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપી હતી.
જ્યાં એમની મોટા ડૉક્ટર્સની દેખરેખમાં સારવાર કરવામાં આવી અને હવે એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી કજે. રવિવારે અમિતાભ બચ્ચન એમની દીકરી શ્વેતા સાથે એમને જોવા માટે લીલાવતી હોસ્પિટલ પણ ગયા હતા.
આંગળીની થઈ સર્જરી.
જણાવવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચનના હાથની આંગળીમાં ફેક્ચર થયું હતું. જેને પ્લાસ્ટર દ્વારા જોડવાની કોશિશ ડૉક્ટરસે થોડા દિવસ પહેલા કરી હતી પણ એ સરખી રીતે નહોતી જોડાઈ. એ પછી એની ગંભીરતાને જોતા અભિષેકને ડોકટરે સલાહ આપી કે એ એક નાની સર્જરી માટે હોસ્પિટલમાં એડમિટ થઈ જાય જેથી એનો સારી રીતે ઈલાજ થઈ શકે. એટલે અભિષેક લીલાવતી હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા. એ પછી એમને જોવા માટે અમિતાભ બચ્ચન ખુદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇલાજની ડિટેલમાં જાણકારી લીધી હતી. સંપૂર્ણપણે આશ્વત થયા પછી જ અમિતાભ ઘરે જવા રવાના થયા હતા.
ઐશ્વર્યા હતી સાથે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર જ્યારે અભિષેકની સર્જરી કરવામાં આવી રહી હતી એ સમયે ઐશ્વર્યા આખો દિવસ એમની સાથે રહી અને હોસ્પિટલમાંથી રજા અપાવીને એમની સાથે જ ઘરે રવાના થઈ.
ઐશ્વર્યા રાય બચ્ચન હાલના દિવસોમાં મીડિયા ફોટોગ્રાફર્સ માટે સૌથી હોટ ટોપિક બનેલી છે. જેવી ખબર આવે છે કે ઐશ્વર્યા રાય ક્યાંક બહાર જવાની છે તો ફોટોગ્રાફર્સમાં ખલબલી મચી જાય છે અને એ એમના ફોટા માટે ફિલ્ડિંગ ભરતા બેસી જાય છે. અફવાઓનું બજાર ગરમ છે કે ઐશ્વર્યા ફરી એકવાર પ્રેગ્નેન્ટ છે. જેનો અંદાજો એમના ફેન્સ સૌથી વધુ લગાવી રહ્યા છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન બન્ને હાલના દિવસોમાં પોતામાં કરીયરને નવેસરથી સુધારવાના પ્રયત્નમાં લાગેલા છે. અભિષેક બચ્ચન અનુરાગ કશ્યપની ફિલ્મ મનમરજીયાથી પોતાના કરિયરની સેકન્ડ ઇનિંગ્સ શરૂ કરી છે. એમની એક્ટિંગને લોકોએ એ પછી લુડો અને ધ બિગ બુલમાં પણ પસંદ કરી છે. 45 વર્ષના થઈ ચૂકેલા અભિષેક બચ્ચન હવે બહુ સિલેકટેડ ફિલ્મો જ કરી રહ્યા છે અને એવી ફિલ્મો કરી રહ્યા છે જેમાં ગ્લેમર હોય કે ન હોય પણ અભિનેતા તરીકે એમને કંઈક કરવા જરૂર મળે.એમની આવનારી ઓછા માં ઓછી બે હિન્દી ફિલ્મો બોબ બીસ્વાસ્ અને દસવી આ જ પ્રકારની ફિલ્મો છે.
તો ઐશ્વર્યા રાય બચ્ચન પણ ચર્ચિત નિર્દેશક મનીરતન્મની ફિલ્મ પોન્નીયીન સેલવનનું પોતાનું બાકીનું કામ શરૂ કરી ચુકી છે. દક્ષિણ ભારતમાં ફિલ્મનું લાબું શિડયુલ પૂરું કર્યા પછી હાલમાં જ ફિલ્મમેકર્સે ફિલ્મનું ઘણું બધું શૂટિંગ બૂંદેલખંડ વિસ્તારમાં શરૂ કર્યું હતું. આ શિડયુલમાં ઐશ્વર્યા બચ્ચન પણ સામેલ થઈ. જણાવવામાં આવે છે કે એ દરમિયાન ઓરછાના કિલ્લા અને અન્ય વિસ્તારમાં ફિલ્મના અમુક મહત્વપૂર્ણ દ્રશ્ય શૂટ કરવામાં આવ્યા છે.