લોકડાઉનની સ્થિતિમાં ઘરમાં એકાંત ન મળતાં કારમાં સુખ માણવા પહોંચ્યા પતિ-પત્ની અને પહોંચી ગઈ પોલીસ

કોરોનાવાયરસના કારણે જે લોકડાઉન જાહેર થયું છે તેવામાં બાળકોથી લઈ ઘરના વડિલો અને જો કોઈ મહેમાન ઘરે આવ્યું હોય તો એ પણ એક જગ્યાએ અટકી ગયા છે. હવે આવી સ્થિતિમાં ખરાબ પરિસ્થિતિ તેમની સર્જાય જેમના ઘરમાં મઢુલી નાની અને ભગત જાજા જેવા દ્રશ્ય હોય. આવી જ કપરી સ્થિતિમાં મુકાયેલા એક દંપતિ પોલીસની સમક્ષ શરમજનક સ્થિતિમાં ઝડપાયા હતા.

image source

આમ તો સામાન્ય રીતે પતિ પત્ની સુખ માણવા ઘરમાં જ એકાંત શોધી લેતા હોય છે પરંતુ હાલ જ્યારે લોકડાઉન છે ત્યારે ઘણા કપલનું અંતગ જીવન પણ અટકી પડ્યું હોય છે કારણ કે તેમને ઘરમાં એવો કોઈ અવકાશ મળતો ન હોય. આવા જ એક કપલએ લોકડાઉન જાહેર થયું ત્યારથી તો પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી પરંતુ હવે જ્યારે લોકડાઉન પૂરો થવામાં 1 સપ્તાહ બાકી છે ત્યારે બંનેની ધીરજ ખુટી પડી.

આ ઘટના બની છે કચ્છના ગાંધીધામમાં. અહીં એક કપલ પોલીસના હાથે એવી સ્થિતિમાં ઝડપાઈ ગયું કે જેનાથી પોલીસ પણ શરમમાં મુકાઈ ગઈ. ગાંધીધામમાં એક સોસાયટીના પાર્કીંગ પ્લોટમાં પોતાની પાર્ક કરેલી કાર આ કપલને એકાંત માણી લેવાનો એક માત્ર વિકલ્પ લાગી અને પછી શું બંને પહોંચી ગયા કારમાં. પરંતુ તે જ સમયે ત્યાંથી પોલીસ સ્ટાફ ચેકિંગ માટે પસાર થયો કે કોઈ વ્યક્તિ બહાર ફરી તો નથી રહ્યાને.. તેવામાં તેમનું ધ્યાન કારમાં એકાંત માણતા દંપતિ પર પડ્યું.

image source

પોલીસ સમક્ષ શરમજનક સ્થિતિમાં ઝડપાયા બાદ દંપતિએ પોતાની વ્યથા વર્ણવી. આ તકે પોલીસએ બંનેને દંપતિ હોવાના કારણે માત્ર કડક શબ્દોમાં સુચના આપી જવા દીધા. લોકડાઉન જાહેર થયા બાદ ઘરમાં બધાની હાજરીના કારણે એકબીજાને સમય ન આપી શકતાં અધીરા દંપતિ આ રીતે શરમજનક સ્થિતિમાં મુકાયા હતા.