રસીકરણના 134 દિવસ: જાણો અત્યાર સુધીમાં દેશમાં કેટલા લોકોને રસી આપવામા આવી

દેશમાં રસીકરણ શરૂ થયાના 134 દિવસ પૂરા થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે અત્યાર સુધી કોરોના રસીના ડોઝની સંખ્યા 21 કરોડને વટાવી ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 18 થી 44 વર્ષની વચ્ચેના 14.15 લાખ લોકોને પ્રથમ અને 9,075 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી દેશભરમાં 1.82 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 2 કરોડ (2.20) કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સિવાય કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને બિહારમાં એક કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે.

image source

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે બિહાર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં 18 થી 44 વર્ષની વયના 10 લાખથી વધુ લોકોને માટે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 21.18 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. આમાં 98.61 લાખ હેલ્થ કેર વર્કર સામેલ છે જેમને રસી આપવામાં આવી છે. 67.71 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો છે.

પહેલા 15.55 કરોડ ફ્રન્ટલાઈન વર્કરને પહેલો અને 84.87 લાખને બંન્ને ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 18-44 વર્ષ વયજૂથના 1.18 કરોડને પહેલો અને 9,373 લોકોને બીજો ડોઝ લાગ્યો છે. 134માં દિવસે સાંજે 7 વાગ્યા સુધી કુલ 28.09 લાખ રસીના ડોઝ લગાવવામાં આવ્યા હતા. તેમાંથી 25.11 લાખ લોકોને પ્રથમ ડોઝઅને 2.98 લાખ લોકોને બીજો રસી ડોઝ આપવામાં આવ્યા હતા..

દેશમાં અત્યાર સુધીમાં રસીકરણની સ્થિતિ

image source

જૂથ- એક ડોઝ- બંને ડોઝ

  • હેલ્થકેર વર્કર્સ- 98.61 લાખ 67.71 લાખ
  • ફ્રન્ટલાઈન વર્કર 15.55 કરોડ 84.87 લાખ
  • 18-44 વર્ષ 1.18 કરોડ 9,373
  • 45-60 વર્ષ 6.53 કરોડ 1.05 કરોડ
  • 60 વર્ષથી ઉપરના 5.84 કરોડ 1.86 કરોડ

રાજ્યોમાં 1.82 કરોડથી વધુ ડોઝ હાજર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1.82 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે. આગામી ત્રણ દિવસમાં 4 લાખથી વધુ ડોઝ પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં 22.77 કરોડથી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. બીજી તરફ, પંજાબ સરકારે શનિવારે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

image source

હોટલોમાં રસીકરણ પેકેજની ફરિયાદ

આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને માહિતી આપી છે કે કેટલીક ખાનગી હોસ્પિટલો હોટલોના સહયોગથી રસીકરણ માટે પેકેજો આપી રહી છે. આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન છે. મંત્રાલયના અધિક સચિવ ડો.મનહર અગ્નાનીએ ખાનગી હોસ્પિટલોને રસીકરણની માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!