2020ની વિદાય ઠંડી સાથે અને 2021નું સ્વાગત વરસાદ સાથે, હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણી લો ફટાફટ

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને થોડા દિનસોથી તાપમાનનો પારો પણ ખુબ નીચે આવી રહ્યો છે અને લોકો ઠુઠવાઈ રહ્યા છે. ત્યારે બુધવારે પણ તાપમાનમાં સામાન્ય વધારો થવા છતાં ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. વધારે વિગતે જો વાત કરવામાં આવે તો બુધવારથી શરૂ થયેલાં ઉત્તર-પૂર્વથી ઉત્તરના પવનોને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં વધારો નોંધાયો છે. એ જ રીતે વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઠંડુ રહેતું નલિયાનું લઘુતમ તાપમાન 2.7 ડિગ્રીથી વધીને 9.1 ડિગ્રી નોંધાયું હતું. 7.2 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને ડીસામાં રાજયનું સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું. વર્ષના અંતિમ દિવસોમાં કોલ્ડવેવની કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે જો ક્યાં કેટલી ઠંડી પડી એના વિશે વાત કરીએ તો કઈક નીચે પ્રમાણેનો ગ્રાફ છે.

image source

કેશોદ, ડીસા 7.2

ગાંધીનગર 8

નલિયા 9.1

કંડલા એરપોર્ટ 9.1

રાજકોટ 9.2

સુરેન્દ્રનગર 9.3

ભુજ, વડોદરા 10

અમરેલી 10.2

image source

મહુવા 10.3

વિદ્યાનગર 10.3

અમદાવાદ 10.7

image source

વેરાવળ 10.9

વલસાડ, પોરબંદર 11

કંડલા પોર્ટ 11.3

ભાવનગર 11.4

image source

પણ ઠંડીની વાત તો દુર રહી, નવું વર્ષ આવતાની સાથે જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં 1 જાન્યુઆરી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ રચાતા નવા વર્ષની શરૂઆત ઠંડીની સાથે વરસાદી છાંટા પણ થવાની શક્યતા છે એટલે નવા વર્ષમાં આપણે રેઈનકોટ અને સ્વેટર બન્ને સાથે લઈને નીકળવું પડશે એવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં એક સાથે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે અને જેના કારણે રાજ્યમાં 3થી 7 જાન્યુઆરી દરમિયાન વરસાદી માહોલ જોવા મળે એવી પુરી શક્યતા દેખાઈ રહી છે અને લોકોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે.

આ સાથે જ પ્રાપ્ય માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો ગુરુવારથી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો 1થી 2 ડિગ્રી ગગડવાની વકી પણ હવામાન વિશેષજ્ઞે કરી છે અને લોકોમાં પણ ઠંડીનો કકળાટ જોવા મળી રહ્યો છે. આ વિશે વાત કરતાં હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, ગુરુવારથી કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને બાદ કરતાં સમગ્ર રાજ્યનાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીથી રાહત થશે. પરંતુ, 1લી જાન્યુઆરીથી અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફને લીધે 2 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે.

image source

આ સાથે જ મોટી આગાહી કરતાં હવામાન વિશેષજ્ઞે વાત કરી કે 3થી 7 જાન્યુઆરી દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ગુજરાતનાં પૂર્વના વિસ્તારો જેવા કે, છોટાઉદેપુર, દાહોદ-ગોધરાથી લઇને વડોદરા સુધીના દક્ષિણ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. 3થી 7 જાન્યુઆરી દરમિયાન દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ડાંગ, વ્યારાથી લઇને વડોદરા સુધીના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા કે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર અરેબિયન સમુદ્રમાં મધ્ય લેવલ પર પહેલી જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ટ્રફ રચાશે, જે સ્થિર રહેશે. ત્યારબાદ 2થી 4 જાન્યુઆરીએ બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જે આ ટ્રફને વધુ મજબૂત બનાવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે અને લોકોને કેવી હાલાકી ભોગવવી પડી શકે છે.

image source

આ સાથે જ વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર આવ્યાં છે. નવા વર્ષમાં ઉત્તર ગુજરાતમાં તાવરણમાં પલટો આવવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે એક પરિપત્ર જાહેર કરાયો છે.

image source

નવા વર્ષે 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા હવામાન વિભાગ તરફથી મળેલ આગાઈ મુજબ પાક નુકસાની ન થાય તે બાબતે સાવચેતી રાખવા બાબતે પરિપત્ર જાહેર કરાયો છે. ઉત્તર ગુજરાતના APMC, ખેતપેદાશો, ઘાસચારો તમામને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવાની ભલામણ કરાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત