કોરોનાએ ઘૂંટણિયે પાડી દીધા ને હવે મોંઘવારીએ કમર તોડી: સિંગતેલ-કપાસિયા તેલમાં સીધા આટલા રૂપિયાનો વધારો

તહેવાર ટાણે તેલના ભાવ સાંભળીને તમારા પેટમાં ય તેલ રેડાશે, ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ. સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વરસાદ ખેંચાઇ રહ્યો છે જેના કારણે ખાદ્યતેલના ભાવમાં સળવળાટ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે રવિવારે સિંગતેલમાં ડબ્બે 30 અને કપાસિયા તેલમાં ડબ્બે 40ના વધારા થયા છે, જેની સાથે પામતેલમાં પણ ધીમો સુધારો રાજકોટ બજારમાં જોવા મળ્યો હતો. હજી થોડા દિવસ અગાઉ જ દૂધના ભાવ વધ્યા છે અને હવે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધતાં સામાન્ય જનતાની કમર વધુ તૂટતી દેખાઈ રહી છે.

image source

રાજકોટમાં સિંગતેલનો ડબ્બો 2430 અને કપાસિયા તેલનો નવો ડબ્બો 2300ની આસપાસ જોવા મળ્યો છે. આ રીતે તેલના સતત વધતા જતા ભાવ અંગે વેપારી મંડળોએ જણાવ્યું હતું કે, કપાસિયા અને સિંગતેલના ભાવ પામતેલમાં આયાત ટેરિફના ભાવમાં 5 ટકાનો ઘટાડો કરાયો હતો અને તેના કારણે બજારમાં ગભરાટ હોવાના કારણે બન્ને તેલના ભાવ ઘટી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે છેલ્લાં ચાર મહિનામાં સિંગતેલના ભાવમાં 350 અને કપાસિયા તેલમાં 250 ડબ્બે ઘટી ગયા હતા. સામે ઘરાકી પણ ઓછી હતી. હવે ટેરિફ દર વધુ ઘટે તેવી સંભાવના નથી સામે તહેવારોની પણ ડિમાન્ડ જોવા મળી રહી છે.

ખાસ કરીને સાતમ આઠમના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલની ડિમાન્ડ વધી જતી હોય છે જેની પણ બજારના સેન્ટીમેન્ટ ઉપર અસરો પડતી હોય છે. હાલ મગફળીના ભાવ પણ વધી રહ્યા છે તેની પણ સિંગતેલના ભાવ ઉપર અસર પડતી હોય છે.

image source

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. ત્યારે આ કોરોના કાળમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝિંકાતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે.

સને 2019માં જાન્યુઆરી-2019માં કપાસિયાં તેલનો એક કિલો છુટક તેલનો ભાવ 84 રૂપિયા હતો. તે વધીને ડિસેમ્બર 2019માં 86 રૂપિયા થયો હતો. મતલબ કે માત્ર બે રૂપિયાનો જ વધારો જોવા મળ્યો હતો. તે જ રીતે કપાસિયાં તેલના 15 કિલોના ડબ્બાંનું જોઇએ તો જાન્યુઆરી-2019માં 1203 રૂપિયા ભાવ હતો. જે ડિસેમ્બર-2019માં 1232 રૂપિયા થયો હતો. એટલે કે ડબ્બે 29 રૂપિયાનો વધારો થયો હતો.

image source

તે જ રીતે સીંગતેલના ભાવો જોઇએ તો જાન્યુઆરી 2019માં એક કિલોના 98 રૂપિયા હતા. તેના ડિસેમ્બર – 2019માં 106 રૂપિયા થયા હતા. મતલબ કે માત્ર 8 રૂપિયાનો વધારો થયો હતો. જયારે 15 કિલો ડબ્બાંના રૂપિયા 1432 હતા. તે વધીને ડિસેમ્બર-2019માં 1528 રૂપિયા એટલે કે 96 રૂપિયાનો ભાવ વધારો થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!