26મી જાન્યુઆરીએ PM મોદીએ જામનગરના શાહી પરિવારે ભેટમાં આપેલી પાઘડી પહેરી, જાણો શું છે ખાસ

હાલમાં પીએમ મોદીનો એક ફોટો ખુબ જ ચર્ચામાં આવ્યો હતો. ફેસબુક પર આ ફોટો લાઈક્સ બાબતે સૌથી આગળ નીકળી ગયો હતો અને રેકોર્ડ તોડી નાંખ્યા હતા. આ સિવાય પણ મોદી કોઈ કાર્યક્રમ માટે બહાર નીકળે ત્યારે કોઈની કોઈ વાત તો ચર્ચામાં આવતી રહે છે. એ જ રીતે આજના દિવસે પણ એક ખાસ વસ્તુ ચર્ચામાં આવી છે.

image source

72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેરેલી પાઘડી ચર્ચામાં છે. પીએમ મોદીએ આ વર્ષે યોજાયેલા ગણતંત્ર દિવસની પરેડમાં જામનગરની પાઘડી પહેરી હતી કે જે હવે ચારેકોર ચર્ચાઈ રહી હતી. તો આવો આ વિશે વિગતે વાત કરીએ.

તો સૌથી પહેલાં એ જણાવી દઈએ કે આ લાલ બાંધણીની પાઘડી જામનગરના શાહી પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીને ભેટમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન તેમણે જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગિફટમાં આપેલી પાઘડી પહેરી હતી.

image source

વિશેષતા વિશે વાત કરીએ તો જામનગરની આ પાઘડી અંદાજે 9 મીટર લાંબી છે અને એને બાંધવાની એક ખાસ રીત હોય છે. આ પાઘડીની ખાસ વાત એ છે કે જોધપુરી સાફાની જેમ પાછળનું કપડું નથી હોતું. આ સંપૂર્ણપણે માથા પર બાંધવામાં આવે છે. ગળી અને ગૂંથ કરીને બાંધવામાં આવે છે.

image source

આ પાઘડીનું એક બીજું પણ નામ છે કે, જામનગરમાં હાલાર તરીકે પણ જાણીતી હોવાથી ત્યાંની આ પાઘડીને હાલારી પાઘડી પણ કહેવામાં આવે છે. પીએમ મોદીએ જે પાઘડી પહેરી છે એ બાંધણીમાંથી બનાવવામાં આવી છે. પાઘડીમાં જે ખાસ રંગ છે એ માત્ર જામનગરના પાણીથી જ આવે છે.

જો આપણે બીજા શહેરોનું પાણી વાપરીએ તો આ રંગ થોડો અલગ આવે છે અને આ પાઘડીને અહીંના રોયલ ફેમિલી અને જાડેજા રાજપૂત પહેરે છે. પણ આજે પીએમ મોદીએ પણ પહેરી અને હવે લોકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.

image source

આ સિવાય વાત કરીએ તો ફેસબુક પર વડાપ્રધાન મોદીની એક તસવીરે ઘણા રેકોર્ડ તોડ્યા હતા. 20 કલાકથી ઓછા સમયમાં 10 લાખથી વધુ લોકોએ તેને લાઈક કરી હતી. વડાપ્રધાન મોદીના કોલકાતા પહોંચવા પર આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરવામા આવી હતી.

વડાપ્રધાન મોદી શનિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના ઘણા કાર્યક્રમોમાં સામેલ થવા કોલકાતા પહોંચ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત