જો તમારા ઘરમાં લગાવો છો તુલસીનો રોપ તો જરૂર જાણી લો આ વાત, વાંચો આ લેખ અને જાણો…

ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીના છોડનું સનાતન ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આ પવિત્ર છોડને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ તેના અનેક પ્રકારના ઔષધીય ફાયદા પણ હોય છે. આ છોડ તમને અનેક પ્રકારની હકારાત્મક ઉર્જા પણ આપે છે.

image source

આ તુલસીના છોડના આ ફાયદાઓ જાણીને તમે પણ દંગ રહી જશો. આ તુલસીનો છોડ તમે મોટાભાગના ઘરોમાં જોઇ શકો છો. લોકો તેના પાંદડા તોડીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરે છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ રાખવામા આવેલો છે તો જાણો અમુક મહત્વની બાબતો કારણકે, તુલસીનો અનાદર કરવાથી તમારા જીવન પર અનેક પ્રકારની અસર પડી શકે છે.

image source

જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેને ભૂલ્યા વગર દરરોજ સવારે જળ અર્પિત કરો અને સાંજે તેની સામે દીવો પ્રગટાવો. ત્યારબાદ રવિવાર, અમાવસ્યા, એકાદશીના દિવસે તુલસીના પાન તોડવાનું પાપ ક્યારેય પણ ના કરશો અથવા જળ અર્પણ ન કરો.આ દિવસો દરમિયાન તુલસીજી ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ રાખે છે અને જળ અર્પણ કરવાથી તેમનુ વ્રત તૂટે છે માટે આવું ક્યારેય પણ ના કરવુ.

image surce

તુલસીના પાનને સાંજના સમયે ભૂલથી પણ ના તોડવા જોઈએ. સાંજના સમયે પાન તોડવા ખુબ જ અશુભ માનવામાં આવે છે. તુલસીના છોડની ઉમર સામાન્ય રીતે ૨-૪ વર્ષની હોય છે. જ્યારે પણ છોડ સુકાઈ જાય છે ત્યારે તેને નદીમાં ફેંકી દો. આ સુકા તુલસીનો છોડ તમારા ઘરમા નકારાત્મકતા લાવે છે. વિષ્ણુજી, કૃષ્ણજી અને હનુમાનજીની પૂજામાં તુલસીના પાન અવશ્ય ચડાવવા જોઈએ. આમ, કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને જલ્દી જ તમને ફળ આપે છે.

image soource

તુલસીના પાંદડાને નખથી તોડવાની ભૂલ ક્યારેય પણ કરશો નહી પરંતુ, તેને આંગળીઓની મદદથી હળવાશથી તોડો, જેથી તુલસી જીને દુ:ખ ન પહોંચે. જો તમે ગ્રહણ સમયે તુલસીના પાંદડાને ખોરાક અને પાણીમાં મુકવા માંગતા હોવ તો પહેલાથી જ પાંદડા તોડીને તેને રાખો. ગ્રહણ દરમિયાન તુલસીના પાન ન તોડો અને તુલસીના છોડને સ્પર્શ પણ ન કરો.