અરે બાપ રે, 2 અઠવાડિયાથી આ કપલના ઘરે કબાટમાં રહેતી હતી યુવતી, રાત્રે બહાર નીકળીને કરતી પાર્ટી

ઉલ્લેખનીય છે કે દુનિયામાં અનેક પ્રકારની અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે. તમે અનેકવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે જેમાં ભૂત હોવાનો દાવો કરવામાં આવે છે. આ ખબરોને કેટલાક લોકો સાચી માની લે છે તો કેટલાક આ પુરાવાને એડિટેડ કહીને અવગણે છે. ભૂત પર વિશ્વાસ રાખતી આવી ખબરોમાં રસ તો લોકો ધરાવે છે પરંતુ મોટાભાગના લોકો તેને માત્ર કલ્પના ગણીને ફગાવી પણ દે છે.

image source

જો તમને ખબર પડે કે તમારા સિવાય કોઈ બીજું તમારા ઘરમાં રહે છે? તો શું થાય. પરંતુ ન્યુ યોર્કના મેનહટનમાં રહેતા એક દંપતી સાથે પણ આવું જ કંઈક થયું. તેના ઘરના કબાટમાં એક છોકરી રહેતી હતી અને તેને તેના વિશે ખબર પણ નહોતી. આ છોકરી બે અઠવાડિયાથી તેના ઘરના કબાટમાં રહેતી હતી. ઘરમાંથી જમવાનું ગાયબ થવા લાગ્યું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

image source

જોએ કમિંગ્સ નામના વ્યક્તિના ઘરેથી અચાનક જ રાશન અને ખાવાનું ગાયબ થવા લાગ્યું. પહેલા તેઓએ આ વાત સીરિયસ લીધી નહીં પરંતુ તે પછી ઘરમાંથી ખોરાક ગાયબ થવા લાગ્યો. આ અંગે દંપતી વચ્ચે ભારે ઝઘડો થયો હતો. પરંતુ તે બંને અસ્વીકાર કરતા રહ્યા કે એ તો ભોજન બનાવે જ છે. બાદમાં સત્ય જાણવા માટે તેમને ઘરમાં સીસીટીવી કેમેરો લગાવ્યો હતો. આ પછી ખબર પડી કે આ તો ભયાનક વાત સામે આવી છે અને હાહાકાર મચી ગયો.

image source

ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ કરાયેલું સત્ય ખૂબ જ ડરામણું હતું. ફૂટેજ તપાસતા દંપતીએ જોયું કે રાત્રે બંને સૂઈ ગયા ત્યારે તેમના ઘરના કબાટમાંથી એક છોકરી નીકળી. આ છોકરી સ્ટૂલમાંથી નીચે આવી અને પછી ઘરના બાથરૂમમાં ગઈ. થોડી વાર પછી તે ફ્રિજમાંથી જમતી નજરે પડી. જમ્યા પછી ટીવી ચાલુ કરી અને થોડી વાર પછી ચિપ્સના પેકેટ સાથે પાછી કબાટમાં જતી રહી.

image source

આ ફૂટેજ જોયા પછી દંપતીના હોશ ઉડી ગયા. તેણે તુરંત પોલીસને બોલાવી. પોલીસે આવીને કબાટ ખોલીને અંદરથી યુવતીને બહાર કાઢી. જ્યારે યુવતીની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે બે અઠવાડિયાથી આ કબાટમાં રહેતી હતી. તે રાત્રે બહાર આવતી અને ખાતી પીતી અને પછી કબાટમાં જતી રહેતી હતી. કંઈક આવી જ ઘટના ઘણા સમય પહેલાં સોશિયલ મીડિયામાં પર ચર્ચાનો વિષય બની ગયો હતી. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરમાં તેણે પોતાના મૃત દાદાજીને તસવીરમાં કેદ કર્યા હોવાનો દાવો કર્યો હતો. મજેદાર વાત એ છે કે આ ભૂત રસોડામાં વાસણ ધોતું જોવા મળ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા એક વ્યક્તિએ ફેસબુક પેજ પર એક તસવીર પોસ્ટ કરી, ત્યારબાદ તે તસવીર વાયરલ થઈ ગઈ. હકીકતમાં આ વ્યક્તિએ સાઉથ એસ્ટ્રોલિયા(South Australia) માં તેમના દાદાજીના મોત બાદ ઘરની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર તેમની માતાએ મોકલી હતી. તેમણે જ્યારે આ તસવીરને ધારી ધારીને જોઈ તો સ્તબ્ધ થઈ ગયા. હકીકતમાં આ તસવીરમાં ઘરના કિચનની બારી પાસે કોઈ વાસણ ધોઈ રહ્યું હતું. ત્યારબાદ તે ડરી ગયો. જ્યારે ધારી ધારીને જોયું તો તે તેમના મૃત દાદા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *