59 વર્ષના પુરુષને 30 વર્ષની યુવતી સાથે અફેર હતું, પતિને ખબર પડતાં જ પ્રેમીને ચાકુથી મારી નાંખ્યો, જાણો મામલો

અમુક ઘટનાઓ એવી બનતી હોય છે કે જાણે બોલિવૂડની ફિલ્મ ચાલતી હોય. એ પછી મર્ડર હોય કે લવ સ્ટોરી હોય કે પછી કોઈ સંબંધો સાચવવાની વાત હોય. હાલમાં દાહોદની પણ એક એવી જ ખતરનાક કહાની સામે આવી છે અને આ જાણીને સૌ કૌઈ ચોંકી ગયા છે. દાહોદ શહેરના રેલવે કારખાનામાં ફરજાધીન અને ત્રણ રસ્તે રહેતા 59 વર્ષીય સરબજિત યાદવ અને પ્રેમનગરમાં રહેતો 35 વર્ષીય પપ્પુ ડાંગી ઘનિષ્ઠ મિત્રો હતા. તેમની એકબીજાના ઘરે અવરજવર પણ હતી.

પત્નીના આડા સંબંધોથી પતિ પીડાતો હતો

image source

એક સમયે પપ્પુ ખેંચની બીમારીથી પીડાતો હોવાને કારણે સરબજિત જ તેને સારવાર માટે મુંબઈ લઈને જતો હતો. ઘરે અવરજવર હોવાથી 30 વર્ષીય પત્ની રેણુકાના તેનાથી બમણી ઉંમરના સરબજિત યાદવ સાથે આડા સંબંધ હોવાના વહેમમાં પપ્પુ પીડાતો હતો. અંતે વાત એ હદે ગઈ કે બંને વચ્ચે છેલ્લા એકાદ વર્ષથી અબોલા થઈ ગયા હતાં. એટલું જ નહીં, આ જ વહેમમાં છેલ્લા સાત મહિનાથી તો પપ્પુએ તેની પત્ની રેણુકા અને બે બાળકોને પણ કાઢી મૂક્યાં હતાં.

આક્રોશમાં આવીને પપ્પુએ હત્યાનું પ્રીપ્લાન કર્યું

image source

આ સાથે જ પત્ની રેણુકાના આડા સંબંધના વહેમે પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાની અરજી દાહોદ મહિલા પોલીસ મથકમાં આપી હતી. ચોથી તારીખ રવિવારના રોજ પપ્પુને પોલીસે જવાબ લેવા માટે બોલાવ્યો હતો. જો કે તે એકલો જતાં માતાને પણ સાથે લઇને આવવાનું કહીને પોલીસે પાછો કાઢ્યો હતો. આ ઘટના પાછળ સરબજિત યાદવને જવાબદાર ગણી આક્રોશમાં આવીને પપ્પુએ હત્યાનું પ્રીપ્લાન કર્યું હતું. કથિયારિયા બજારમાંથી તેણે 80 રૂપિયાનું ચાકુ ખરીદ્યું અને દિવસની ડ્યૂટીમાં આવેલા સરબજિત યાદવને ચાકુના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.

મારા પિતા તેને આર્થિક મદદરૂપ કરતા

image source

આ મામલે મૃતકના પુત્રએ વાત કરી હતી કે, પપ્પુ અને મારા પિતા સારા મિત્ર હતા. અમારે બધાને ઘર જેવા સંબંધો હતા. પપ્પુને જરૂરિયાત પડતાં મારા પિતા તેને આર્થિક મદદરૂપ કરતા હતા. તેની બે બહેનોના લગ્નમાં જેસી બેંકમાંથી લીધેલી લોન પણ તેને આર્થિક જરૂરિયાત પડતાં આપી દીધી હતી.

રૂપિયા પાછા ન આપવા પડે માટે હત્યા કરી નાખી

આગળ દીકરાએ વાત કરી હતી કે, મારા પિતાના ખાતામાંથી લોનના રૂપિયા કપાતા હતા, જેની માગણી કરતાં તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને રૂપિયા પાછા ન આપવા પડે માટે હત્યા કરી નાખી. ઘટના વખતે હું ત્યાં જ હતો. મેં તેને ભાગતા જોયો પણ તે પિતાને જ મારીને જતો હતો તેની ખબર નહીં. પપ્પુએ આડા સંબંધની વાતો ઊપજાવી કાઢી છે.

image source

ઉલ્લેખનીય છે કે, પપ્પુ ડાંગીના પિતા રમણભાઇ પણ રેલવેમાં ફરજ બજાવતા હતા. 27 ઓક્ટોબર 2002માં રમણભાઇની કોઇકે પાંચ રસ્તા વિસ્તારમાં હત્યા કરી નાખી હતી. રમણભાઇના મોત બાદ પપ્પુને વારસદાર તરીકે રેલવેમાં નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2020માં હત્યાના ગુનામાં તેને પોતે જ જેલભેગું થવું પડ્યું હતું. આ સાથે જ ઘટનાને નજરે જોનાર સહકર્મી હિમસિંગભાઈ પરમારે જણાવ્યું કે, હું રેલવે વર્કશોપના વેગન શોપમાં ડ્રિલિંગ ઓપરેટર તરીકે નોકરી કરું છું. આજે સવારે આઠ વાગ્યે હું વર્કશોપમાં મારી ફરજ પર આવ્યો હતો. હું અને મારા જોડીદાર MCF મશીન ઓપરેટર સરબજિત યાદવ રેલવે વેગનના દરવાજાની ડ્રિલિંગનું કામ કરતા હતા. એ વખતે નવેક વાગ્યે પપ્પુ ડાંગી ત્યાં આવ્યો હતો. તેણે મને મારી પાસે રિમર માગ્યું હતું. જેથી મેં તેને કહ્યું કે, મારી પાસે છે, પણ એ તૂટેલું છે, તું સાહેબ પાસેથી ચિઠ્ઠી બનાવીને લઇ આવ.

image source

હિમસિંગભાઈ પરમારે આગળ વાત કરી કે, આ વખતે કંઇ કહ્યા વગર પપ્પુ તેના હાથમાં ચાકુ લઇને સરબજિત તરફ દોડી ગયો હતો. પપ્પુએ સરબજિતના પેટની ડાબી બાજુ ચાકુ મારી દેતાં તે નીચે પડી ગયો હતો. આ સાથે તેના જમણા હાથની કોણી, જમણા પગની સાથળમાં ચાકુ માર્યા હતાં. મેં બૂમાબૂમ કરતાં પપ્પુ તેના હાથમાં ચાકુ લઇને ભાગ્યો હતો અને પચાસેક ફૂટ દૂર ફેંકીને નાસી છૂટ્યો હતો. પછી તુષાર, નાસીર તથા બીજા લોકો દોડી આવ્યા હતા.

શું સીન થયા એ વિશે વાત કરી કે, સરબજિત લોહીલુહાણ હાલતમાં હોઇ અને તેના પેટમાંથી આંતરડું બહાર નીકળી ગયું હોવાથી મેં અમારા ડેપ્યુટી પાટીદાર સાહેબને બોલાવ્યા બાદ એમ્બ્યુલન્સમાં રેલવે ટેકરી દવાખાને લઇ જતાં રસ્તામાં જ તેનું મોત થઇ ગયું હતું અને આજુબાજુના વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. ત્યારે એક શંકાએ મોત સુધી મામલો પહોંચાડી દીધો અને એક માણસે આ દુનિયામાંથી અલવિદા કહી દીધું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત