GOOD NEWS: હુન્ડાઈ આ સમયે લોન્ચ કરશે 7 સીટર ક્રેટા, જાણી લો આ કારમાં શું હશે ખાસ

હુન્ડાઈ લાવી રહી છે 7 સીટર ક્રેટા – આ સમયે થઈ રહી છે લોન્ચ

image source

લોકડાઉન દરમિયાન વાહનોના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે. હાલ એવો સમય ચાલી રહ્યો છે કે લોકો રૂપિયા ખર્ચતા ઘણો વિચાર કરી રહ્યા છે. ઘણા લોકોએ પોતાની નવી ગાડી લેવાનો વિચાર હાલ પુરતો માંડી વાળ્યો છે. ભારતમાં મારુતિ સુઝુકી, ટાટા, મહિન્દ્રા ઉપરાંત હ્યુન્ડાઈ કંપનીની ગાડીઓનું ખૂબ વેચાણ થાય છે.

ઘણા લોકોની પ્રથમ પસંદગી હુન્ડાઈની ગાડીઓ પર ઉતરે છે. જો તમે પણ નવી ગાડી ખરીદવા જઈ રહ્યા હોવ અને તમારો રસ એસયુવી સેક્સનમાં હોય તો તમને જણાવી દઈએ કે હુન્ડાઈ નવી ક્રેટા લઈને આવી રહી છે. અને તેની ખાસીયત એ છે કે આ ક્રેટા 7 સિટર હશે. હાલ જે ક્રેટા આવે છે તે 5 સીટર હોય છે પણ ટૂંક જ સમયમાં હુન્ડાઈ 7 સીટર ક્રેટા લોન્ચ કરવા જઈ રહી છે.

image source

મળેલી માહિતી પ્રમાણે હુન્ડાઈ ભારત પહેલા ચીનમાં આ કાર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ચીનમાં આ કાર બજારમાં આવી જશે. અને ત્યાર પછી 2021ની શરૂઆતમાં ભારતના બજારમાં 7 સીટર હુન્ડાઈ પ્રવેશે તેવી અપેક્ષા રાખવામા આવી રહી છે.

સૌપ્રથમ વાર આ કાર કોરિયામાં ટેસ્ટિંગ વખતે જોવા મળી હતી, હવે તેની સ્પેસની વાત કરીએ તો પહેલી ક્રેટા કરતા આ ક્રેટામાં સ્પેસ વધારે જોવા મળશે. તેમજ આ કારને પહેલાં કરતાં વધારે સારો પ્રીમિયમ ટચ આપવામાં આવશે. ક્રેટાનું આ લેટેસ્ટ વર્ઝન 5 લીટર મોડેલ જેવા અલોય વ્હીલ્સથી સજ્જ રહેશે. તેમાં પહેલેથી જ 17 ઇંચ ક્લીન સિલ્વર અલોય વ્હીલ્સ આપવામાં આવે છે.

image source

ભારતમાં 7 સીટર ક્રેટાની કીંમત 11 લાખથી 17 લાખ સુધીની રહેશે. આમ જોવા જઈએ તો 7 સીટરની એસયુવીની જે કિંમત ભારતમાં છે તેને જોતા આ કીંમત વ્યાજબી લાગી રહી છે. આમ જોવા જઈએ તો રેગ્યુલર ક્રેટા કરતાં 7 સીટર ક્રેટા વધારે મોંઘી છે તેમાં કોઈ જ શંકા નથી. નવી હુન્ડાઈ ક્રેટામાં 3 એન્જિનના વિકલ્પ મળશે. 7 સીટર ક્રેટા ભારતીય બજારમાં મહિન્દ્રા XUV500, ટાટા ગ્રેવિટ્સ અને MG હેક્ટર પ્લસ જેવી એસયુવીને ટક્કર આપી શકે છે. ક્રેટાને ભારતીય બાજરમાં સૌથી વધારે સફળતા મળી છે. ઘણા લાંબા સમયથી હુન્ડાઈ કંપની 7 સીટર ક્રેટાનું પરિક્ષણ કરી રહી હતી અને છેવટે તે બજારમાં આવવા જઈ રહી છે.

એવી પણ માહીતી મળી રહી છે કે 7 સીટર ક્રેટાને હ્યુન્ડાઈ અલ્કાઝાર (Hyundai Alcazar) નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. હ્યુન્ડાઈ મોટર કંપનીએ આ નામ માટે ભારમાં ટ્રેડમાર્ક માટે અરજી પણ કરી છે. અને ત્યાર બાદ જ આ સમાચાર ફેલાયા હતા કે તેને નવા નામથી ભારતમાં લોન્ચ કરવામા આવશે.

image source

તાજેતરમાં કંપનીએ ક્રેટાનું નવુ મોડલ માર્ચ 2020માં જ લોન્ચ કર્યું છે. નવી હુન્ડાઈ ક્રેટામાં જે એન્જિન નાખવામાં આવ્યું છે તે કિયા સેલ્ટોસમાં પણ વાપરવામાં આવ્યા . હ્યુન્ડાઈ ક્રેટા 7 સીટરમાં ક્રેટાના સેકન્ડ જનરેશન એન્જિન વિકલ્પો આપી શકે છે. સેલ્ટોસમાં ત્રણ પાવરટ્રેન 1.5 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5 લટીર ડીઝલ અને 1.4 લીટર ટર્બો-પેટ્રોલ વિકલ્પ આપવામાં આવ્યા છે.

7 સીટર ક્રેટાના ફીચર્સની વાત કરીએ તો તેમાં પણ 5 સીટર ક્રેટાની જેમ જ બધા જ અપમાર્કેટ ફીચર્સ આપવામાં આવશે. જો કે 7 સટીર હુન્ડાઈ ક્રેટામાં પેનોરમિક સન-રૂફ, ટચ સ્ક્રીન ઇઁફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, મલ્ટીપલ એયરબેગ ઓપ્શન વિગેરેનો પણ વિકલ્પ આપવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત