પેટાચૂંટણીઃ 8 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, જાણો કેટલું મતદાન નોંધાયું, 10 નવેમ્બરે પરિણામ

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠક પર 3 નવેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું. રાજ્યની આ પેટાચૂંટણીના મતદાનનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. જો કે આજે મતદાન શરૂ થયું ત્યારે કેટલાંક સ્થળો પર EVMમાં ખામીની ફરિયાદ નોંધાઇ હતી.કોરોનાના આ સમયમાં યોજાયેલા મતદાનમા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આજે આશરે 57 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું.

image source

ગુજરાતમાં પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યની તમામ 8 બેઠકોના પરિણામની હવે રાહ જોવાઇ રહી છે. છેલ્લા કલાકોમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પણ ગયા વર્ષની વિધાનસભાની પેટાચૂંટણીની સરખામણીમાં ઓછું મતદાન થયું છે. 10 નવેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર થશે. ધારી, લીંબડી, મોરબી, અબડાસા, કરજણ, ગઢડા, ડાંગ અને કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. કુલ 8 બેઠકો પર 3024 જેટલા મતદાન કેન્દ્રો પર મતદાન થયું હતું. 419 માઈક્રો ઓબ્ઝર્વર અધિકારીઓ ફરજ પર રહ્યા હતા. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરાયા હતા.

image source

આશરે 57 ટકા જેટલુ મતદાન નોંધાયુ

ડાંગમાં સૌથી વધુ 70 ટકાથી વધુ મતદાન

કપરાડામાં અંદાજિત 68 ટકા મતદાન

કરજણમાં અંદાજિત 67 ટકા મતદાન

અબડાસામાં અંદાજિત 60 ટકા મતદાન

લીંબડીમાં અંદાજિત 58 ટકા મતદાન

મોરબીમાં અંદાજિત 53 ટકા મતદાન

image source

ગઢડામાં અંદાજિત 50 ટકા મતદાન નોંધાયુ

ધારીમાં સૌથી ઓછુ 43 ટકા જેટલુ જ મતદાન

સાંજે 5 વાગ્યા સુધીમાં 8 વિધાનસભા બેઠક પર થયેલું મતદાન

ધારી 42.18%

ગઢડા 46.69%

ડાંગ. 70.12%

અબડાસા 47.00 %

મોરબી. 50.34%

લીમડી 54.35%

કરજણ. 55.39%

કપરાડા 63.94%

સરેરાશ 53.28 ટકા મતદાન થયું

ધારીમાં થયું ધીમું મતદાન

ગુજરાતમાં આજે વિધાસભાની 8 બેઠકો પર ચૂંટણી થઈ હતી ત્યારે આ તરફ ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં નિરસ મતદાન થયું હતું. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીગતીએ મતદાન થયું હતું. તમને જણાવી દઈએ કે સરસીયા ગામે 4 બુથમાં માત્ર 40થી 45% મતદાન થયું છે.

image source

મોરબી બેઠક પર પેટાચૂંટણીના મતદાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી ચાલુ મતદાને પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચને CM રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સામે કાર્યવાહીની માગણી કરી છે.

તમને જણાવી દઈએ કે 8 બેઠકો પૈકી ધારીમાં સૌથી ઓછું મતદાન થતાં ભાજપ નેતા દિલીપ સંઘાણીએ ચિંતા વ્યક્ત કરી છે. તેમને
કહ્યું કે ધારીમાં સૌથી ઓછું મતદાન એ ચિંતાની વાત, લોકશાહીના મહાપર્વમાં મતદાન થવુ જોઇએ. પરિણામ જે આવે તે પણ મતદાન વધુ થવુ જોઇએ.

કરજણમાં મતદારોને અપાયા મત આપવા માટે પૈસા.

image source

પેટાચૂંટણીમાં કરજણ બેઠકને લઇને રૂપિયા આપતા વાયરલ વીડિયો મામલે કોઇ ફરિયાદ કરવામાં ન આવી હોવાનું ચૂંટણી પંચે નિવેદન આપ્યું છે. જો કે કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીનનો EC થી વિરુદ્ધ દાવો છે. શૈલેષ અમીને કહ્યું કે કોંગ્રેસ ECમાં ફરિયાદ કરી છે, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઇને ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. અમીને કહ્યું કે જો ચૂંટણી પંચ કાર્યવાહી નહીં કરે તો હાઇકોર્ટમાં જઇશું. રાજ્યમાં ચાલી રહેલી પેટાચૂંટણીમાં મતદારોને આકર્ષવા નાણાં અપાતા હોવાના વિડીયો વાયરલ થયો છે. ભાજપને મત આપવા મતદારોને કહેવામાં આવી રહ્યું છે. કરજણ વિધાનસભાના આ વાયરલ વીડિયોને લઇને ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યાં છે.

લીંબડીના ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ

લીંબડી બેઠક પરની પેટાચૂંટણીમાં ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે પ્રિસાઇડિંગ ઓફિસર અને ડેપ્યુટી
કલેકટરને રજૂઆત કરી છે. જેમાં એક વ્યક્તિ 5થી વધુ વખત મત આપી રહ્યાં હોવાની ફરિયાદ થઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું પેટાચૂંટણી મુદ્દે ટ્વિટ

8 બેઠક પર પેટાચૂંટણીને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સીએમ રુપાણીએ કહ્યું કે 8 બેઠક પર ભાજપ જીતશે. સમર્પણ, સખત મહેનત, વિકાસ ભાજપને જીત અપાવશે.

વલસાડ-ડાંગના સાંસદ કે.સી.પટેલ સાથે વાતચીત

વલસાડ-ડાંગના સાંસદ કે. સી. પટેલે સાથેની વાતચીતમાં તેમને કપરાડા અને ડાંગના વિકાસ અંગે વાતચીત કરી. કે સી પટેલે કહ્યું કે
અસ્ટોલ પાણી યોજના ઝડપથી પુરી કરાશે. ઇન્ટરનેટ બાબતે સરકારમાં રજૂઆત કરી છે.

લીંબડીમાં કોંગ્રેસે જીતની આશા વ્યક્ત કરી છે.

image source

લીંબડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ચેતન ખાચરેએ જીતની આશા વ્યક્ત કરી છે. ચેતન ખાચરે કહ્યું કે 15 હજાર મતથી અમારી જીત
નક્કી છે. લીંબડી વિકાસથી વંચિત છે. તેમને આગળ કહ્યું કે ભાજપે લીંબડી બેઠકોનો વિકાસ થવા દીધો નથી. તો બીજી બાજુ લીંબડી
બેઠક પર ભાજપના નેતાઓ પહોંચ્યાં છે. કોળી સમુદાયના MLA કનુ પટેલે વાતચીતમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું.
કોળી સમુદાયને ભાજપ પ્રત્યે ક્યારેય નારાજગી નથી. કોળી સમુદાય ભાજપ તરફી મતદાન કરશે. કોંગ્રેસના સ્ટ્રીંગ ઓપરેશનની
મતદાન પર અસર નહીં પડે

ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે. વી. કાકડિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. જે. વી. કાકડિયાના પત્ની કોકિલાબેને
મતદાન બાદ કહ્યું કે ચૂંટણી પ્રચારમાં લોકોનો અપાર પ્રેમ મળ્યો છે. જે. વી. કાકડિયાએ લોકોના હિત માટે રાજીનામું આપ્યું હતુ,
વિસ્તારના વિકાસ માટે રાજીનામું આપ્યું, આ ચૂંટણીમાં અમારી જીત નક્કી છે.

ગઢડા બેઠક પર ભાજપ કિશાન મોરચાના અધ્યક્ષે કર્યું મતદાન

ગઢડા બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપ કિશાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલીયાએ મતદાન કર્યું. ગઢડા એમ એમ હાઇસ્કૂલમાં
મતદાન બાદ મતદાતાઓને વહેલા મતદાન કરવા અપીલ કરી. જેબલીયાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય
આપી છે. ગુજરાતનો ખેડૂત ભાજપ સાથે હતો અને છે. ભાજપ તમામ 8 બેઠકો જીતશે.

મોરબી બેઠક પર સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન

image source

મોરબી બેઠક પરની પેટાચૂંટણીને લઇને સાંસદ મોહન કુંડારિયાનું નિવેદન આવ્યું છે. સાંસદે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
છે. કુંડારિયાએ કહ્યું ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત છે.

ડાંગ બેઠક પર કોંગ્રેસનો ડંકો વાગશેનો વિશ્વાસ.

ડાંગ બેઠક પર પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ ઉમેદવારે સૂર્યકાન્ત ગાવીતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગાવીતે કહ્યું કે અમે 10 હજારથી
વધુ મતથી જીતીશું. .

મતદાન સમયે થયું કઈક આવું…..

કરજણની પેટાચૂંટણી પહેલા પોલીસે 57 હજાર રોકડા સાથે 3ની કરી ધરપકડ

ગઢડા પેટાચૂંટણીમાં સ્વામિનારાયણ સંતોએ સામુહિક મતદાન કર્યુ

કપરાડામાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ મતદાન કરવા પહોંચી, પેટાચૂંટણીમાં દેખાયો ઉત્સાહનો માહોલ

નલિયાના મતદાન મથક જોવા મળ્યા સાવ ખાલીખમ

ડાંગમાં જાહેરનામા ભંગ મામલે કોંગ્રેસની ફરિયાદ: ભાજપના પૂર્ણેશ મોદી સામે હેલ્પલાઈન પર કરાઈ ફરિયાદ

કપરાડા વિધાનસભા પેટાચૂંટણીમાં વાપી તાલુકાના કોચરવા ગામે એક બૂથ પર EVM બગડતાં તંત્ર દોડતું થયું

મોરબીના માળિયાના ન્યૂ નવલખીમાં અલગ ગ્રામ પંચાયતની માગ સાથે મતદાનનો બહિષ્કાર

મોરબીના ગ્રામ્ય વિસ્તાર બાદ શહેરી વિસ્તારોમાં પણ મતદારોમાં ઉત્સાહ

કપરાડાથી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાએ મતદાન કર્યું

કપરાડા બેઠક પર અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલે મતદાન કર્યુ

અબડાસા બેઠક પર કોટડા ગામે સવારથી મતદાન માટે લાગી લાંબી લાઇન

કપરાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા એ મતદાન કર્યું

ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાએ પરિવાર સાથે મતદાન કર્યું

મોરબી બોયઝ હાઇસ્કૂલમાં ભાજપની પત્રિકા વહેંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓને મતદાન કરાવ્યું બંધ

લીંબડીના ગેડી ગામે બોગસ મતદાનની ફરિયાદ

મોરબીના માળિયાના ન્યૂ નવલખીમાં મતદાનનો બહિષ્કાર

ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ અબડાસામાં મતદાન કર્યું

લીંબડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરે મતદાન કર્યું

મોરબી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પરિવાર સાથે મતદાન કર્યુ

મોરબીના કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલે બોયઝ હાઇસ્કૂલ ખાતે મતદાન કર્યું

image source

ગઢડાની એમ.એમ. હાઇસ્કૂલમાં બુથ નંબર 203માં EVM ખોટકાયું, ટેકનિકલ સ્ટાફે હાથ ધરી કામગીરી

કપરાડા બેઠક પર મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી

લીંબડી બેઠક પર સવારથી મતદારો મતદાન કરવા ઉમટયા

કપરાડા બેઠક પર 45 મત પડ્યા બાદ EVM મશીન ખોટકાયું

ભાજપ કિશાન મોરચાના અધ્યક્ષ બાબુ જેબલીયાએ મતદાન કર્યું

ધારી બેઠકના કુબડા મતદાન કેન્દ્ર પર મતદારોને મોબાઇલ સાથે ન લઇ જવા દેવાતા વિવાદ

કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ગુજરાતમાં પહેલીવાર કોવિડના નિયમો હેઠળ મતદાન

image source

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં પહેલીવાર કોવિડના નિયમો હેઠળ મતદાન થયું છે. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો
સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચૂંટણી સ્ટાફ માટે 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક અને
41 હજાર ફેસશીલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને લઈને 3400 થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે
મતદારો માટે 21 લાખ ગ્લવ્ઝ ચૂંટણી આયોગને સોંપ્યા છે. માસ્ક ન પહેરીને આવનારા લોકો માટે પોલીસને 3 લાખ માસ્કનું
વિતરણ કરાયું છે. કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કિટ પણ આયોગે ઉપલબ્ધ કરાવી છે.

ભાજપ અને કોંગ્રેસના પેટાચૂંટણીના ઉમેદવારોની યાદી

બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર

અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા ડૉ.શાંતિલાલ સંઘાણી

મોરબી બ્રિજેશ મેરજા જયંતીલાલ પટેલ

ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા

કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા

ગઢડા આત્મરામ પરમાર મોહનલાલ સોલંકી

કપરાડા જિતુ ચૌધરી બાબુભાઈ વરઠા

ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગામિત

લીંબડી કિરીટસિંહ રાણા ચેતન ખાચર

image source

8 MLAએ રાજીનામાં આપતા પેટાચૂંટણી

8 બેઠકો પર ધારાસભ્યોએ રાજીનામાં આપતા પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા,
મોરબીથીબ્રિજેશ મેરજા, કપરાડાથી અક્ષય પટેલ, ગઢડાથી પ્રવીણ મારૂ, ધારીથી જે.વી કાકડીયા, કપરાડાથી જિતુ ચૌધરી, ડાંગથી
મંગળ ગાવિત અને લીંબડીથી સોમા પટેલનું રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે 20 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે
આ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત