જાણો ફાઇઝર, મોડર્ના અને સ્પૂતનીક-વી જેવી કોરોના વેકસીન આવશે ત્યારે શું હશે એની કિંમત

અમેરિકા અને બ્રિટન બાદ કોરોના વેકસીન બાબતે હવે રશિયાથી પણ સારા સમાચાર મળી રહ્યા છે. અહેવાલ મુજબ ક્લિનિકલ ટ્રાયલના બીજા શરૂઆતી વિશ્લેષણમાં રશિયાની સ્પુતનિક – વી કોરોના સામે લડવા માટે 95 ટકા સુધી અસરકારક મનાઈ રહી છે.

image source

કહેવાય છે કે આ વેકસીનનો પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ તે 91.4 ટકા સુધી અસરકારક સાબિત થઈ અતિ. જ્યારે પહેલા ડોઝ માટે 42 દિવસ બાદ આ આંકડો વધીને 95 ટકા થઈ ગયો હતો. આ વેકસીનને વિકસિત કરનાર ગમલેયા રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીએ આ દાવો કર્યો હતો.

image source

મીડિયા અહેવાલો.મુજબ રશિયાના નાગરિકોને આ વેકસીન મફતમાં આપવામાં આવશે જ્યારે વિશ્વના અન્ય દેશોમાં આ વેકસીન 700 રૂપિયાથી ઓછી કિંમતે વેંચવામાં આવશે. રશિયન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કીરીલ દિમીત્રીએવના કહેવા મુજબ સ્પુતનિક – વી ની સંભવિત કિંમત અન્ય વેકસીનની સરખામણીએ ઘણી ઓછી છે.

image source

અહેવાલો મુજબ રશિયાની આ કોરોના વેકસીનને ઓછા તાપમાનમાં પણ રાખી શકાય છે. વેકસીન બે થી આઠ ડીગ્રી સેલ્શિયસના તાપમાનમાં પણ સુરક્ષીત રહે છે. એવું મનાય છે કે આ વેકસીનની પ્રથમ ડિલિવરી આવતા વર્ષના જાન્યુઆરીમાં આવી જશે અને જે દેશોએ સ્પુતનિક – વી વેકસીન માટે કરાર કરેલા છે તેઓને પ્રથમ ડોઝ માર્ચ 2021 ની શરૂઆતમાં મળવા લાગશે.

image source

તાજેતરમાં જ ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની વેકસીનને લઈને પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોરોના સામે લડવામાં તે 70 ટકા અસરકારક છે. મોટા પાયે કરવામાં આવેલા માનવ પરિક્ષણના પરીણામોને આધારે આ દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં સિરમ ઇન્સ્ટીટયુટ આ વેકસીન ” કોવીશિલ્ડ ” ના નામથી લોન્ચ કરશે અને તેના એક ડોઝની કિંમત 500 રૂપિયા હશે.

image source

આ પહેલા અમેરિકાની દવા કંપનીઓ ફાઇઝર અને મોડર્નાએ પણ પોતપોતાની વેકસીન 90 ટકાથી વધુ અસરકારક હોવાનો દાવો કર્યો હતો. આ વેકસીનની કિંમતની વાત કરીએ તો ફાઇઝરના એક ડોઝની કિંમત 19.50 ડોલર એટલે કે લગભગ 1450 ભારતીય રૂપિયા રહેશે. જ્યારે મોડર્નાની વેકસીનની કિંમત 25 થી 37 ડોલર એટલે કે 1850 થી 2700 રૂપિયા આસપાસ રહેશે. જો કે આ વેકસીન તેના દાવા મુંજબના નિશ્ચિત સમયે ઉપલબ્ધ થઈ શકશે કે કેમ ? તે તો એ સમયે જ જાણી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત