મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલી પ્રજા માટે સારા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યા ભાવ ઘટડાના સંકેત, જાણો નવું અપડેટ

સામાન્ય માણસ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલ સસ્તું થઈ શકે છે. જી હા .. ખાદ્યતેલના ભાવ નીચે આવી શકે છે. ખરેખર, કેન્દ્ર સરકાર તહેવારોની સીઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે સંપૂર્ણ તૈયારીમાં છે. તહેવારોની સીઝન આવતા જ લોકોના મનમાં ખુબ જ ઉત્સાહ આવી જાય છે, પણ ઘણા લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે તહેવારો આવતા જ તેઓ ચિંતામાં આવી જાય છે. એમાં પણ કોરોનાના કારણે ઘણા લોકોની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર આવી ગયો છે, આવા સમયમાં તહેવારો આવતા જ ઘણા લોકોના ચેહરા પરથી સ્મિત ગાયબ જોવા મળે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે કેન્દ્ર સરકારે દરેક લોકોની સમસ્યા જોઈને એવો નિર્ણય કર્યો છે, જે નિર્ણય સાંભળીને તમારા ચહેરાનું સ્મિત પાછું આવી જશે અને તમે પણ તમારા તહેવારો ખુબ જ ખુશીથી ઉજવશો. તો ચાલો કેન્દ્ર સરકારના આ નિયમ વિશે વિગતવાર જાણીએ.

image source

કેન્દ્ર સરકારે રાજ્યોને આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આયાત શુલ્કમાં ઘટાડાનો લાભ “તાત્કાલિક” આપવા જણાવ્યું છે. અગાઉ, કેન્દ્ર સરકાર (મોદી સરકાર) એ કાચા તેલની જાતો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. સરળ શબ્દોમાં કહીએ તો, સરકારે પામ તેલ અને સૂર્યમુખી તેલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે.

જાણો કેટલી ફી ઘટાડી

image source

સરકારે માર્ચ 2022 સુધી પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલની કાચી જાતો પર કૃષિ સેસ ઘટાડ્યો છે. આ સિવાય તેમના પર કૃષિ સેસ પણ કાપવામાં આવ્યો છે. આ એક પગલું છે જે તહેવારોની સીઝનમાં ખાદ્ય તેલના ભાવ ઘટાડવામાં અને ઘરેલુ ઉપલબ્ધતા વધારવામાં મદદ કરશે. કાચા પામ તેલ, કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પર મૂળભૂત શુલ્ક 2.5 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. કાચા પામ તેલ માટે કૃષિ સેસ 20 ટકાથી ઘટાડીને 7.5 ટકા અને કાચા સોયાબીન તેલ અને કાચા સૂર્યમુખી તેલ પર 5 ટકા કરવામાં આવ્યો છે.

કોના પર કેટલો ટેક્સ કાપવામાં આવ્યો ?

સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ખાદ્યતેલ પરની કસ્ટમ શુલ્કમાં કાપ મુકવામાં આવ્યો છે. આ સાથે એગ્રી સેસ પણ ઘટાડવામાં આવ્યો છે. તાજેતરમાં જારી કરાયેલા પરિપત્ર મુજબ, કાચા પામ તેલ પર ડ્યુટી ઘટાડીને 8.25% (અગાઉ 24.75%), RBD પામોલિન 19.25 (અગાઉ 35.75), RBD પામ ઓઇલ પર 19.25 (અગાઉ 35.75), કાચા સોયા તેલ પર 5.5 ટકા (અગાઉ 24.75), શુદ્ધ સોયા તેલ પર 19.5 (અગાઉ 35.75), કાચા સૂર્યમુખી તેલ પર 5.5 (અગાઉ 24.75) અને શુદ્ધ સૂર્યમુખી તેલ પર 19.25 (અગાઉ 35.75) કર્યા છે.

image source

ડ્યુટીમાં ઘટાડાને કારણે CPO ના ભાવમાં રૂ .14,114.27, RBD રૂ. 14526.45, સોયા ઓઇલ રૂ. 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. ફીમાં ઘટાડો 14 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે અને આ ઘટાડો 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે.