પરિવારજનોએ સવારે અંતિમ સંસ્કાર કર્યા, એ જ વ્યક્તિ સાંજે ઘરે જીવતો પાછો ફર્યો, જાણો શું છે મામલો

આપણે આપણા કોઈ પરિવારના માણસના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હોય અને એ જ માણસ સાંજ સુધીમાં પાછો આવે તો તમને કેવું લાગે, આ ખાલી પ્રશ્ન નથી પણ આવો જ એક આશ્ચર્યજનક કિસ્સો મધ્યપ્રદેશના શ્યોપુરથી સામે આવ્યો છે. જ્યાં એક પરિવારે તેના પરિજનના અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ તે વ્યક્તિ ફરીથી જીવતો થઈને પરત ફર્યો છે. જેને જોઇને પોલીસ અને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા. જ્યારે આ સમગ્ર મામલો ખુલ્યો ત્યારે બધા ચોંકી ગયા.

image source

ખરેખર આ કેસ બડોદાના માતાજી મહોલ્લાનો છે. પોલીસ દ્વારા ગુરુવારે સાંજે સાત વાગ્યે શહેરના પુલ ગેટ સ્મશાન નજીક પોલીસને અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. પોલીસે મૃતકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેથી તેની ઓળખ થઈ શકે. શુક્રવારે સવારે વાયરલ થયેલી તસવીર જોઇને બડૌદાના બંટી શર્માએ મૃતકને તેના ભાઈ દિલીપ શુક્લા તરીકે ગણાવ્યો અને કહ્યું કે તે 4-5 દિવસથી ગુમ છે. બંટી શર્માએ કહ્યું કે દિલીપ માનસિક રીતે નબળો છે.

image source

આ પછી બંટી શર્માએ મૃતદેહનો પોસ્ટમોર્ટમ કર્યા બાદ લાશને પોતાના કબજામાં લીધી હતી. પોલીસે પંચનામા સહિત કાગળની કાર્યવાહી પણ પૂર્ણ કરી હતી. દિલીપ શુક્લાને મૃતદેહ લીધા બાદ તેના પરિવારે શુક્રવારે સવારે તેમના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા. પરંતુ રાત્રે 8 વાગ્યે દિલીપ ઘરે પાછો ગયો, તે જોઈને પાડોશીઓ જ નહીં પરંતુ પરિવારજનો પણ ચોંકી ગયા.

image source

અંતિમ સંસ્કાર પછી તેના ભાઈને જીવતો જોઇને, ઘરનો માતમ ખુશીમાં ફેરવાયો હતો. પરંતુ પરિવારના તમામ સભ્યો અજાણ્યા વ્યક્તિની ઓળખ કરીને અને અંતિમસંસ્કાર કરી પોલીસ કાર્યવાહીના ડરથી હવે કેમેરાનો સામનો કરી રહ્યાં છે. દિલીપના પરિવારજનો કહે છે કે ફોટો અને હુલિયાના આધારે તેમને ઓળખવામાં ભૂલ થઈ છે. સાથે જ પોલીસ તેની કાર્યવાહીને ન્યાયી ઠેરવી રહી છે.

હાલ તેની ઓળખ માટે અજાણ્યા શખ્સનો પરિવાર આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જેની લાશ મળી તે અજાણ્યો શખ્સ ભીલા ભીમ લત ગામનો રામકુમાર આદિવાસી હતો. તેનો પરિવાર શુક્રવારે સાંજે શહેર કોટવાલી પહોંચશે. પોલીસના કહેવા મુજબ હવે તેઓને રાખ આપવામાં આવશે. તે જ સમયે, આ વિચિત્ર ઘટનાની ચર્ચા ખૂબ થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે અજાણ્યા શબને ઓળખવામાં આટલી મોટી ભૂલ કેવી થઈ.

image source

ત્યારે આ પહેલાં એક વ્યક્તિની કહાની સામે આવી હતી કે, પરંતુ 45 વર્ષનાં માઈકલ નેપિન્સ્કી તે શખ્સ છે, જે મર્યા બાદ 45 મિનિટ પછી ફરીથી જીવતો થઈ ગયો હતો. જી હા, અત્યાર સુધી તમે વાર્તાઓમાં સાંભળ્યુ હશે કે, મોત બાદ કોઈ ફરીથી જીવીત થઈ ગયુ હોય,પરંતુ આ કોઈ વાર્તા નથી પરંતુ હકીકત છે. ડોક્ટર્સે પણ કહ્યુ છેકે, આ કોઈ આશ્રર્યથી કમ નથીકે, તેમનું હ્રદય 45 મિનિટમાં એકવાર પણ ધડક્યુ નથી. પરિવારનાં લોકો જે તેમના મોતથી દુખી હતા,તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

image source

45 વર્ષનાં માઇકલ નપિનસ્કી 7 નવેમ્બરે માઉન્ટ રેનિયર નેશનલ પાર્કમાં સ્કીઈંગ કરી રહ્યા હતા. વધારે બરફ હોવાને કારણે તેઓ પોતાના સાથીથી છૂટા પડી ગયા હતા અને પછી ખોવાઈ ગયા હતા. જ્યારે તે પાછા ન આવ્યા ત્યારે રેસ્ક્યૂ ટીમને પર્વત પર મોકલવામાં આવી. બરફનાં પહાડોની વચ્ચે માઇકલને શોધવામાં આવ્યા પરંતુ તે ક્યાંય મળ્યા નહી. એક દિવસ પછી, રેસ્ક્યૂ ટીમના બચાવકર્તાઓને 8 નવેમ્બરના રોજ તે મૃત અવસ્થામાં મળ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા માઇકલ નપિન્સ્કીને લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન, જ્યારે ડોક્ટરોએ તેમને તપાસ્યા ત્યારે તેમનું હૃદય કામ કરતું બંધ થઈ ગયુ હતુ અને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત