હિમાચલમાં પહાડોએ ઓઢી બરફની ચાદર, મનાલીમાં ઉમટ્યા પ્રવાસીઓ, 100 થી વધુ માર્ગો બંધ, PICS

હિમાચલના પહાડોએ હાલ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલી, ડલહોજી અને શિમલાના કૂફરીમાં બરફવર્ષાથી પર્યટન વ્યવસાય અને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે.

image source

કુલ્લુ જીલ્લા અને લાહોલ સ્પીતિમાં ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલના નોર્થ પોર્ટલમાં ભારે બરફવર્ષાને કારણે લાહોલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જનજાતીય વિસ્તારોમાં શીતલહેર વધુ કાતિલ બની છે. સ્થાનિક તંત્રએ ત્રણ દિવસ બાદ 11 ડિસેમ્બરે જ અટલ ટનલને પ્રવાસીઓ માટે ખોલી નાખી હતી પરંતુ હવે અટલ ટનલ ફરીથી બંધ થઈ ગઈ છે.

image source

રોહતાંગમાં 60 સેન્ટિમીટર, સાઉથ અને નોર્થ પોર્ટલમાં 35, સોલંગનાલામાં 25, મનાલી 10, જલોડી દર્રામાં 25 અને કેલાંગમાં 15 સેન્ટિમીટર બરફવર્ષા નોંધાઇ છે.

image source

મનાલીમાં બરફવર્ષા જોઈને ત્યાં ફરવા માટે આવેલાં પ્રવાસીઓ ખુશ થઈ ગયા છે. પ્રવાસીઓ પોતાની હોટલોથી બહાર નીકળી માલ રોડ આવીને બરફવર્ષાનો આનંદ લેતા હતાં. જ્યારે કુલ્લુ જિલ્લામાં બરફવર્ષાના કારણે ત્રણ હાઇવે સહિત લગભગ એક ડઝન જેટલાં રોડ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

image source

બરફવર્ષાને કારણે અટલ ટનલથી મનાલી – લેહ જતો હાઇવે -3, ઓટ-આની-સેંજ હાઇવે-305 તેમજ ગ્રાંફુ કાજા માર્ગ પણ બંધ થઈ ગયો છે. લાહોલ ઘાટીમાં લગભગ 100 જેટલા માર્ગો પર પણ વાહન વ્યવહાર બંધ છે. જીલ્લા તંત્રએ પ્રવાસીઓને બર્ફીલા વિસ્તારો પાસે ન જવાની સલાહ આપી છેમ કોઠી 30, ખદરાલા 10 અને પુહમાં 4 સેન્ટિમીટર જેટલી બરફવર્ષા થઈ છે.

image source

બીજી બાજુ બરફવર્ષાથી ચંબાના ખજ્જીયાર-ડલહોજી માર્ગ લકકડમંડી પાસે બંધ થઈ ગયો છે. પ્રવાસીઓ હવે વાયા ચંબા થઈને ખજ્જીયાર જશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થયેલ બરફવર્ષાથી અહીં ઠંડી પણ વધી ગઈ છે.

image source

જિલ્લાના ખજ્જીયાર, ડલહોજી, ભરમોર, પાંગી, દેવી કોઠી સહિત અન્ય ભાગોમાં હિમપાત થયો હતો. જો કે શનિવારે સવારે તડકો નીકળતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી હતી.

image source

શિમલા જિલ્લાના કૂફરી, નારકંડા, ખડાપથ્થર અને દેહામાં પણ બરફવર્ષાને કારણે નેશનલ હાઇવે – 5 વાહન વ્યવહાર માટે બંધ છે. સવારના સમયે હાઇવેથી ઉપર શિમલા માટેની બસો પણ રોકાઈ હતી.

છીતકુલ સહિત અન્ય વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલી ભારે બરફવર્ષા થઈ હતી. તો આઉટર સીરાજના જલોડી જોત પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

image source

હિમાચલ પ્રદેશના નીચલા અને મેદાની ભાગોમાં વરસાદ નોંધાયો છે. ચુડધાર સહિત સિરમોરના ઊંચા વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી. હવામાન વિભાગ – શિમલા દ્વારા આજે 12 ડિસેમ્બરે પણ વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરી છે. જ્યારે 13 થી 18 ડિસેમ્બર સુધી વાતાવરણ સ્વચ્છ રહેશે તેમ જણાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત