Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયો ડિલિવરી બોય, અને મહિલાને પંચ મારીને તોડી નાખ્યું નાક, અને પછી જે થયું એ….

આજકાલ લોકો તેમની વ્યસ્તતાને લીધે ખાવા માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન પર નિર્ભર થઈ રહ્યા છે. આવી જ એક કાર્યકારી મહિલાએ તેના ઘર માટે ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન જોમાટોમાંથી જમવાનું મંગાવ્યુ હતું, પરંતુ તમને પણ જાણીને આશ્ચર્ય થશે. આ ઘટના 9 માર્ચની છે. સ્ત્રી વ્યવસાયે એક મોડેલ અને મેકઅપ આર્ટિસ્ટ છે. તે બેંગ્લોરમાં રહે છે.

મહિલાના નાક પર મુક્કો મારી દીધો

image source

ફૂડ ડિલિવરીમાં મોડુ થતા મહિલાએ તેનો ઓર્ડરને રદ કર્યો હતો, અને તેની થોડીવાર બાદ જ ડિલિવરી બોય જમવાનું લઇને ઘરે પહોંચ્યો અને જ્યારે મહિલાએ તેને લેવાની ના પાડી ત્યારે આરોપી ડિલીવરી બોય ગુસ્સાથી મહિલાના નાક પર મુક્કો મારી દીધો હતો, જેના કારણે મહિલાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

ઝોમાટો દ્વારા ફૂડનો ઓર્ડર કર્યો હતો

image source

પીડિત મહિલાએ વીડિયો બનાવી લોકોને આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી, જે પછી તે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત મહિલા વીડિયોમાં સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરી રહી છે. મહિલાએ કહ્યું કે તેણે ઝોમાટો દ્વારા ફૂડનો ઓર્ડર કર્યો હતો. ઓર્ડરમાં વિલંબ થવાનું કારણ જાણવા માટે મહિલાએ કંપનીના ગ્રાહક હેલ્પલાઈન નંબર પર કોલ કર્યો હતો અને નક્કી કરેલા સમય પર ડિલિવરી ન કરતા ઓર્ડર રદ કરી દીધો હતો. જ્યારે તે કસ્ટમર કેરમાં વાત કરી રહી હતી, ત્યારે જ ડિલિવરી બોય તેના ઘરે જમવાનું લઈને પહોંચ્યો.

તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો

image source

મહિલાએ જણાવ્યું કે, જ્યારે મે અડધો દરવાજો ખોલીને જમવાનું લેવાની ના પાડી તો ડિલિવરી બોય ગુસ્સમાં આવી ગયો હતો. તે મહિલા સાથે દલીલ કરવા લાગ્યો હતો અને પછી ઘરમાં પ્રવેશીને જમવાનું રાખી દીધુ. જ્યારે મહિલાએ ઘરમાં પ્રવેશવાનો વિરોધ કર્યો હતો, ત્યારે ડિલિવરી બોયએ તેને કહ્યું કે શું હું તમારો નોકર શું અને એક મુક્કો નાક પર મારી દીધો હતો.

ડિલિવરી બોય ત્યાંથી નાસી ગયો

image source

આ પછી ડિલિવરી બોય ત્યાંથી નાસી ગયો હતો અને કોઈએ મહિલાને મદદ કરી ન હતી. આ ઘટનાથી મને ખૂબ ડર લાગ્યો. આ પછી હું હોસ્પિટલમાં ગઈ જ્યાં મારી સારવાર કરાવી. મારી હાલની પરિસ્થિતિ વિશે વાત કરવી પણ યોગ્ય નથી. વીડિયોમાં મહિલાએ જણાવ્યું છે કે બેંગ્લોર પોલીસે તેની મદદ કરી હતી અને આરોપીઓને વહેલી તકે પકડવાની ખાતરી આપી હતી. મહિલાએ વીડિયોમાં જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લિુએંસર છે.

તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

image source

ઝોમેટોએ પણ મહિલાના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે, અમે આ ઘટના માટે માફી માંગીએ છીએ. કંપનીના સ્થાનિક અધિકારીઓ તેઓનો સંપર્ક કરશે અને પોલીસ તપાસ અથવા તબીબી માટે જે પણ સહાયતાની જરૂર હોય તે પૂરી પાડશે. આટલું જ નહીં, કંપનીએ તેમને ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ફરીથી નહીં બને અને કંપનીએ પણ જેણે આવું કર્યું તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!