મહાશિવરાત્રીની પૂજામાં ભગવાન શિવને તુલસીથી લઇને ના ચઢાવતા આ 5 વસ્તુઓ, નહિં તો તૂટી પડશે દુખ અને..

હિન્દુ ધર્મ પ્રમાણે દરેક તહેવાર સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી હોય છે. આમાથી એક એવો તહેવાર છે જેને લોકો સૌથી મોટો તહેવાર માને છે અને તેની ઉજવણી પણ લોકો ધામધુમથી કરે છે. તે તહેવાર છે મહાશિવરાત્રી. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા ત્યારથી આ દિવસે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તેથી લોકો પણ આ દિવસે ભગવાન શિવની અને માતા પાર્વતિની પુજા કરીને આ તહેવારને ઉજવે છે અને તેમના આશીર્વાદ પણ મેળવે છે. આ પુજા તમારે પૂરા વિધિ વિધાન સાથે કરવી જોઈએ તેનાથી તમને ઘણા લાભ થાય છે. આ દિવસે વ્રત પણ કરવામાં આવે છે આ દિવસને ખૂબ શુભ દિવસ માનવામાં આવે છે.

image source

આ વખતે મહાશિવરાત્રિ ૧૧ માર્ચના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે પૂજા રાતે કરવાથી તમને તેનું યોગ્ય પરિણામ મળે છે અને તેની સાથે તમને આ દિવસે વ્રત કરવાથી ભગવાન શિવ આપની બધી મનોકામના પૂરી કરે છે અને તેની સાથે આપણે આ પુજા પણ કરવી જોઈએ. જ્યારે આપણે આ દિવસે વ્રત કરીએ છીએ અને ભગવાન શિવાની ઉપાસના કરીએ છીએ ત્યારે આપણે કેટલીક બાબતોનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેનાથી ભગવાન શિવની પૂજા કરતી વખતે તમારે ક્યારેય પણ આ વસ્તુઓ તેમણે અર્પણ ન કરવી જોઈએ તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

આ દિવસે ઉપાસના કરતી વખતે તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે તમારે તૂટેલા અક્ષત ભગવાન શિવને ન ચડાવવા જોઈએ. તૂટેલા અક્ષત તમારે કોઈ પણ ભગવાનને ન ચડાવવા જોઈએ તે અપૂર્ણ માનવામાં આવે છે તેથી તેને અશુદ્ધ કહેવામા આવે છે. તેથી તે મહાદેવને અર્પણ કરતાં નથી. તમારે કહસ ધ્યાન રાખવું કે જે અક્ષત તમે પૂજામાં વાપરો છો તે સંપૂર્ણ હોવા જોઈએ.

image source

મહાશિવરાત્રીની પુજા કરતી વખતે તમારે ભૂલથે પણ ભગવાન શિવને તુલસીનું પાન ન ચડાવવું જોઈએ. હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ રહેલું છેતેને આપણે ઘણી પૂજામાં ઉપયોગ કરીએ છીએ પરતું આ પૂજામાં આનો ઉપયોગ થતો નથી. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે તેથી તેની પૂજામાં આનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભગવાન શીવની પૂજામાં બિલીપત્ર ચડાવવાય છે.

image source

આ પૂજામાં શંખનો ઉપયોગ કરવો વર્જિત માનવમાં આવે છે આની પાછળ એક પૌરાણિક કથા સંકળાયેલી છે. ભગવાન શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. તે ભગવાન વિષ્ણુના ભક્તિ હતા. તેથી શંખ રાક્ષસનું પ્રતિક માનવામાં આવે છે તેથી ભગવાન શિવની પૂજામાં તમારે શંખનો ઉપયોગ ન કરવો જોઈએ.

image source

આ દિવસે તમારે ભોળાનાથને ક્યારેય પણ કુમકુમ ન ચડાવવું જોઈએ. કુમકુમ સૌભાગ્યનુ પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શિવ વૈરાગી છે. તેથી ભગવાન શિવને આ ચડાવવાતું નથી. તમારે શિવલીગ પર ક્યારેય હળદર પણ ન ચડાવવી જોઈએ. આ દિવસે તમે જ્યારે ઉજ કરો ત્યારે તમારે શિવલિંગ પર નાળિયેલ પાણીથી અભિષેક ન કરવો જોઈએ. નાળિયેલ માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે તેથી ભગવન શિવની પૂજામાં આનો ઉપયોગ ન કરવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ