નવરાત્રિના ઉપવાસમાં રાશિ અનુસાર કરો ફળાહાર, મળશે આસ્થા અને સાધનાને બળ

હાલમાં ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. જેને લઈને અનેક વોકો વ્રત અને તપ કરી રહ્યા છે. પરંતુ હાલમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે સતર્ક રહેવાની જરૂર છે. તમે વ્રત અને ઉપવાસમાં એવી કોઈ ભૂલ ન કરી લેતા જેથી તમારું ઈમ્યુનિટી લેવલ ઓછું થઈ જાય અને તમે કોઈ મોટી મુશ્કેલીમાં મૂકાઈ જાઓ. ઉપવાસમાં પણ ખાન પાનનું ધ્યાન રાખવું જરૂરી છે. નવરાત્રિમાં રાશિ અનુસાર ફળાહારમાં સતર્કતા રાખશો તો તમે આસ્થા અને સાધનાની સાથે સાથે તાકાત પણ મેળવી શકો છો. તો જાણો કઈ રાશિના લોકોએ ઉપવાસમાં શું સતર્કતા રાખવાની જરૂર છે.

image source

જ્યોતિષમાં રાશિઓને તેના તત્વ અનુસાર 4 ભાગમાં વહેંચવામાં આવે છે. અગ્નિ, પૃથ્વી, વાયુ અને જળ તત્વમાં તમામ રાશિઓને વહેંચી દેવામાં આવી છે. દરેક ભાગમાં 3 રાશિ આવે છે. તેમની પોતાની પ્રકૃતિ હોય છે. તેમના અનુરૂપ વ્રત ત્યોહારમાં તેમના સેવનમાં ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે અન્ય ઉપયોગમાં તેમાંથી પ્રમુખતાથી સામેલ કરી શકાય છે.

મેષ, સિંહ અને ધન રાશિને અગ્નિ તત્વની રાશિ માનવામાં આવે છે.

image source

મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ વ્રતના સમયે સ્વલ્પાહારમાં વધારે મીઠા મસાલા વાળી તીખી વસ્તુઓથી ધ્યાન રાખવું જોઈએ. સૂકા મેવાનો પ્રયોગ પવાળીને કે વ્યંજનના માધ્યમથી લેવું જોઈએ.

પૃથ્વી તત્વની રાશિમાં વૃષભ, કન્યા અને મકર આવે છે

પૃથ્વી તત્વની રાશિમાં વૃષભ, કન્યા અને મકર આવે છે. તેમને ડેરી પ્રોડક્ટ અને ઘી, દૂધ અને દહીં વગેરેથી દૂર રહેવું જોઈએ. તેમને ફલાહાર પર ભાર આપવો જોઈએ. આ સિવાય સૂકામેવાનો પણ ઉપયોગ કરી શકાય છે.

વાયુ તત્વની રાશિમાં મિથુન, તુલા અને કુંભ રાશિ આવે છે

image source

વાયુ તત્વની રાશિમાં મિથુન, તુલા અને કુંભ રાશિ આવે છે. આ રાશિના જાતકોએ શાક અને પાનવાળા આહારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ ખાસ કરીને વ્રત કરતી સમયે દૂધ, દહીં, ઘી અને અન્ય ડેરી પ્રોડક્ટની મદદ લેવી જોઈએ.

જળ તત્વની રાશિમા કર્ક, વૃશ્વિક અને મીન રાશિ આવે છે

image source

જળ તત્વની રાશિમા કર્ક, વૃશ્વિક અને મીન રાશિના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં ખાસ કરીને રસદાર ફળ, શરબત અને જ્યૂસનો વધારે ને વધારે ઉપયોગ કરે અને તે પણ તેનું પ્રમાણ જાળવીને કરે. કોઈ એક જ જ્યૂસ પર ભાર આપવાના બદલે અલગ અલગ ચીજોને પ્રાયોરિટી આપે તે જરૂરી છે.

image source

જ્યારે પણ તમે કોઈ પણ ઉપવાસ કરો છો ત્યારે ફળાહારમાં ખાસ કરીને એ વસ્તુઓને સામેલ કરવાનું ટાળવું જેનાથી તમને નુકસાન થઈ શકે તેમ હોય જેમાં તમારી રાશિના તાત્વિક ગુણ વધારે ને વધારે પ્રમાણમાં હોય છે. વ્રતના સમયે રાશિના તત્વ સાથે સંબંધિત વસ્તુઓને ઉપયોગમાં લેવાની સાથે સાથે તેનું દાન પણ ફળદાયી રહે છે.

તે હવેથી તમે પણ આ ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં તમારી રાશિ અનુસાર આ બાબતોનું ધ્યાન રાખો અને તેને અનુસરીને વ્રત અને ઉપવાસ કરો છો તો તમને તેનું ફળ પણ મળે છે અને તમારી ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ