બે બ્રેક અપ પછી કેટરીનાનો ત્રીજો પ્રેમ…એક સમયે રણબીરના પ્રેમમાં હતી પાગલ, બંને રહેતા હતા લિવ ઈનમાં, અને હવે આ એક્ટર સાથે થઇ લટ્ટું
કેટરીના કૈફ તથા વિકી કૌશલ વચ્ચે સંબંધો હોવાની વાત અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધને સ્વીકારી છે. જોકે, કેટરીના ના આ પહેલાં સલમાન ખાન તથા રણબીર કપૂર સાથે સંબંધો હતાં. કેટરીના તથા રણબીર લગ્ન પણ કરવાના હતા, પરંતુ કેટલાંક કારણોસર બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા.
જ્યારે પહેલી વાર સલમાન-કેટની મુલાકાત થઈ
2003 માં કેટરીના એ બોલિવૂડ ફિલ્મ ‘બૂમ’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ કેટરીનાએ એકાદ-બે ફિલ્મમાં કામ કર્યું હતું. 2005 માં સલમાન તથા કેટરીના મળ્યા હતા. સલમાન નું બ્રેકઅપ ઐશ્વર્યા રાય સાથે થયું હતું. આ બ્રેકઅપ ના દર્દને ભૂલાવવા સલમાને કેટરીના ને કરિયરમાં મદદ કરવાનું નક્કી કર્યું. સલમાને કેટરીના સાથે ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ માં કામ કર્યું. તેની આ ફિલ્મ હિટ રહી હતી, અને ત્યારબાદ કેટરીના ને એક પછી એક ફિલ્મ મળવા લાગી હતી.
ખાન પરિવારમાં કેટની એન્ટ્રી
કેટરીના કૈફ એક્ટર સલમાનના પરિવારના નાના-મોટા દરેક પ્રસંગમાં હાજર રહેવા લાગી હતી. આટલું જ નહીં સલમાનની બંને બહેનો અર્પિતા તથા અલવીરા સાથે પણ કેટના સંબંધો ખાસ હતાં. જોકે, સલમાન તથા કેટરીના બંને માંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બીટાઉનમાં બંને એકબીજા ને ડેટ કરતા હોવાની ચર્ચા થતી રહેતી હતી. બંને બોલિવૂડ પાર્ટી થી લઈ ડિનર ડેટમાં સાથે જ જોવા મળતા હતા.
સલમાનના પઝેસિવ નેચરથી કેટરીના થાકી ગઈ હતી
સલમાન ખાન તથા કેટરીના વચ્ચેના સંબંધો ધીમે ધીમે ખટાશ આવી ગઈ હતી. સલમાનના પઝેસિવ નેચરને કારણે કેટરીના ત્રાસી ગઈ હતી. ચર્ચા તો એવી પણ હતી કે સલમાને એકાદ વાર કેટરીના પર હાથ પણ ઉપાડ્યો હતો. આથી જ કેટરીના હવે સલમાન સાથે બ્રેકઅપ કરવા માગતી હતી. જોકે, કેટરીના ને ડર હતો કે જો તે સલમાન સાથે બ્રેકઅપ કરી લેશે તો તેની બોલિવૂડ કરિયર પર પૂર્ણ વિરામ મૂકાઈ જશે. આથી જ કેટરીનાએ ગમે તેમ કરીને સલમાન સાથેના સંબંધો નિભાવે રાખ્યા હતા.
2008 માં પહેલી જ વાર કેટરીના-રણબીર એકબીજાને મળ્યા
2008 માં કેટરીના કૈફે પોતાની જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ પણ આવ્યા હતા, જેમાં સલમાન, શાહરુખ પણ હતા. આ પાર્ટીમાં દીપિકા પોતાના પ્રેમી રણબીર કપૂર સાથે આવી હતી. પાર્ટીમાં દીપિકાએ જ કેટરીના તથા રણબીર વચ્ચે મુલાકાત કરાવી હતી. આ જ પાર્ટીમાં સલમાન તથા શાહરુખ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં શાહરુખે બેફામ રીતે સલમાનની પૂર્વ પ્રેમિકાઓ અંગે વાતો કરી હતી.
આ કારણે સલમાને પિત્તો ગુમાવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો તે સમયે બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જોકે, કેટરીના આ ઝઘડાથી ઘણી જ નારાજ હતી અને તેણે હવે સલમાન સાથે ગમે તેમ કરીને સંબંધો પૂરા કરવાનું નક્કી કરી નાખ્યું હતું.
2009 માં ‘અજબ પ્રેમ કી ગજબ કી કહાની’
રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ માં પહેલી જ વાર કેટરીના તથા રણબીરે સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ કેટરીના તથા રણબીર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ સમયે રણબીરના સંબંધો દીપિકા પાદુકોણ સાથે હતા. રણબીર તથા કેટરીના ઊટીમાં શૂટિંગ કરતાં હતાં. અહીંયા બંને એકબીજાની નિકટ આવી ગઈ હતી. કેટરીના એ હદે સલમાનથી ત્રાસી ગઈ હતી કે તેણે ઊટીમાં રહીને સલમાનને એક ટેકસ્ટ મેસેજ કરીને બ્રેકઅપ કર્યું હતું.
કેટરીનાની નિકટની ફ્રેન્ડે તે સમયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેટરીનાએ સલમાનને મેસેજમાં એમ જણાવ્યું હતું કે તે પોતાની સાઈડથી તમામ પ્રકારના સંબંધો પૂરા કરે છે. જોકે, બ્રેકઅપ બાદ કેટરીના ઘણી જ ડરી ગઈ હતી. તે સમયે તેની પાસે બોલિવૂડ ની સારી સારી ફિલ્મ હતી. તેને મનમાં એવું હતું કે હવે સલમાન તેનું જીવન બરબાદ કરી દેશે. અલબત્ત, સલમાને કેટરીનાને અંગત કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ રીતે હેરાન કરી નહીં, પરંતુ હા સલમાનને જ્યારે તક મળે ત્યારે તે કેટરીના તથા રણબીરના સંબંધો ની અચૂકથી મજાક ઉડાવતો હતો.
વેકેશનની તસવીરો લીક થઈ
2013 માં રણબીર તથા કેટરીના કૈફ સ્પેનમાં વેકેશન મનાવવા ગયા હતા. કેટરીના બિકીનીમાં જોવા મળી હતી. વેકેશન ની આ તસવીરો લીક થઈ હતી અને બંને વચ્ચે અફેર હોવાની વાત પણ કન્ફર્મ થઈ હતી. ‘કૉફી વિથ કરન’ માં કરીના એ રણબીર-કેટરીના ના લગ્ન અંગે વાત કરી હતી. 2014 માં રણબીર તથા કેટરીનાએ અલગ-અલગ ઈન્ટરવ્યૂમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમના જીવનમાં એકબીજા માટે ખાસ જગ્યા છે. આટલું જ નહીં રણબીર તથા કેટરીના લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. ફ્લેટની બાલકનીમાં બંને એકબીજાને કિસ કરતાં હોય તે તસવીર વાઈરલ થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!