મહિલા અને પુરુષનો દાવો: કોટામાં વેકસીન લગાવ્યા પછી શરીરને ચોંટવા લાગી લોખંડની વસ્તુઓ, જોઈ લો વાયરલ વિડીયો તમે પણ

કોટામાં વેકસીન લગાવ્યા પછી શરીરને ચોંટવા લાગી લોખંડની વસ્તુઓ, જોઈ લો આ વાયરલ વિડીયો.

આ ફોટાને જોઈને તમે પણ ચોંકી જશો. આ ફોટામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વેકસીન લગાવ્યા પછી હાથ પર લોખંડની વસ્તુઓ આ રીતે ચોંટી રહી છે. જાણે કે એમાં ગુંદર કે કોઈ લોહીચુંબક લગાવેલું હોય. અને આ બધું ફોટામાં દેખાઈ પણ રહ્યું છે. મહારાષ્ટ્ર પછી હવે કોટામાં અનોખો મામલો સામે આવ્યો છે.

રાજસ્થાનના કોટામાં રહેતા બે પડોશીઓએ દાવો કર્યો છે કે કોરોના વેકસીનના ડોઝ લીધા પછી એમના શરીરમાં ચુંબકીય શક્તિ પેદા થઈ ગઈ છે. હવે એમના શરીર પર સિક્કા, કાતર, સોય જેવી વસ્તુઓ ચોંટી જાય છે. આ બિલકુલ એવું છે જેમ કોઈ ચુંબકથી લોખંડની કોઈ વસ્તુ ચોંટી જાય છે.

image source

કોટાના સજ્જન સિંહ સાથે થયેલી ઘટના પછી એમને પડોશમાં રહેતી લતાને પણ આ વાત જણાવી. એ પછી લતાએ પણ લોખંડની કાતર, સિક્કો ચોંટાડીને જોયું તો એમના શરીર પર પના વસ્તુઓ ચોંટી ગઈ. લતાએ બે મહિના પહેલા વેકસીનનો પહેલો ડોઝ મુકાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે સૌથી પહેલા આ પ્રકારનો કેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સામે આવ્યો હતો, જેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.હવે રાજસ્થાનના આ બે લોકોએ પણ આ પ્રકારનો દાવો કર્યો અને કાયદેસર આ આખી ઘટનાનો વિડીયો પણ બનાવ્યો છે.

જો કે એક્સપર્ટનું માનીએ તો માણસની ચામડી ખૂબ જ મુલાયમ હોય છે. એ લચીલાપણાના કારણે ઘણીવાર આપણી ચામડી એના સંપર્કમાં આવતી વસ્તુઓ સાથે ચોંટી જાય છે જો કે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જેમ બને એમ જલડીઆ પાછળની હકીકત જાણવા માંગે છે.

image source

આ ઘટનાની જાણકારી સામે આવ્યા પછી સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ ઘટનાની તપાસનો આદેશ આપી દીધો છે કે3 આખરે આવું કેવી રીતે થઈ રહ્યું છે, એ પાછળ શુ કારણ છે અને દાવામાં કેટલી હકીકત છે. શુ ખરેખર એની પાછળ કોઈ મેડિકલ કારણ છે કે કંઈક બીજું એની પણ તપાસ થશે.

બીજી બાજુ પીઆઈબી તરફથી આ મુદ્દે સ્પષ્ટીકરણ આવ્યું છે. પીઆઈબીએ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કે વિડીયો આ દાવો કરી રહ્યો છે કે કોરોના વેકસીન લોકોને ચુંબકીય બનાવી શકે છે. આ દાવો સાવ ખોટો છે. કોરોનાની વેકસીન લોકોને ચુંબકીય નથી બનાવતી અને કોરોના વેકસીન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!