આનાથી વધારે કરૂણતા કદાચ વિશ્વમાં ક્યાંય નહીં હોય, માતા-પિતા જે દિકરા માટે વહુ શોધતા’તા તેનો જ જનાઝો નીકળ્યો

જ્યાં કોઈ શુભ પ્રસંગ થવાની તૈયારીઓ ચાલી રહી હોય અને અચાનક જ કઈક અણબનાવ બને તો ખુશીઓ માતંગમાં બદલાઈ જાય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનાં પાનીપતથી સામે આવી છે. અહીંના ચાંદની બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકની તેના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો એક દિવસ યુવકના માતા-પિતા તેના નિકાહ માટે છોકરી પસંદ કરવા માટે ગયા હતા. તેઓ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં છોકરી જોવા ગયા હતા અને તે દરમિયાન તેમણે યુવકે ફોન પણ કર્યો હતો.

image source

આ પછી યુવક ફોન ના ઉપાડતાં માતા-પિતા ચિંતામાં મુકાયા હતાં. તેમણે યુવક વિશે જાણવા પડોશમાં રહેતા તેના મિત્રને પણ ફોન કર્યો હતો. ત્યારબાદ પાડોશી મિત્રએ જ્યારે તેમના ઘરમાં જોવા માટે ગયા ત્યારે યુવકને જોઈને તેમનાં હોશ ઉડી ગયા હતાં. પાડોશીના કહેવા મુજબ જ્યારે તેઓ ઘરમાં પહોંચ્યા હતા ત્યારે તે યુવકનો ખાટલામાં મૃતદેહ પડ્યો હતો. આ પછી તેઓ તરત તેમનાં મિત્રને આ માહિતી આપવા પોતાનાં ઘરે દોડી ગયા અને આ વિશે મૃતકના ભાઈને માહિતી આપી હતી.

image source

જાણવા મળ્યું છે કે આ નવાઈ પમાડનારી હત્યાં થઈ ગયાં બાદ પણ હજુ સુધીમાં પરિવારજનોએ હાલ કોઈના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ફરિયાદ કરી નથી. આ વિશે જ્યારે મૃતકનાં મોટા ભાઈ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે 10 વર્ષ પહેલાં તેના મોટા ભાઈનું એક એક્સિડન્ટમાં મોત થવાના કારણે તેના ભાભી મુર્શિદા સાથે નિકાહ કરી લીધા હતા. તે સમયે તેના ભાભાને પહેલેથી જ 6 બાળકો હતા અને તેના નિકાહ પછી બીજા 3 બાળકો થયા.

image source

તેણે આગળ કહ્યું હતું કે તે પહેલાં ભાડેથી મકાન રાખીને પરિવારની સાથે રહેતો હતો જે જગ્યા સનૌલી રોડ પર આવેલા વિદ્યાનન કોલોનીમાં આવેલી છે. આ પછી તેણે હાલમાં જ એક પ્લોટ પણ ખરીદ્યો હતો કે જેથી આખો પરિવાર તેમાં એકસાથે રહી શકે. તે પ્લોટ પર મકાન બનાવવાનું કામ પણ શરૂ થઈ ચૂક્યું હતું. હવે તે અને તેની પત્ની તૌફિકના નિકાહ માટે છોકરી જોવા માટે ગયાં હતાં. તેણે આ વિશે આગળ કહ્યું કે તેઓ સોમવારે ઉત્તરપ્રદેશના સહારનપુરના ગંગોહ ગામમાં છોકરી જોવા ગયા હતા.

image source

તે સમયે મકાનમાં કામ ચાલતું હોવાથી તૌફિક તે જ ઘરમાં રાતે ચોકમાં ખાટલામાં સૂતો હતો. આ પછી બન્યું એવું કે મંગળવારે સવારે તેના મિત્ર કુર્બાને તેને ઘણી વાર ફોન કર્યા હતા. પરંતુ તૌફિકે ફોન ઉપાડી રહ્યો ન હતો. તેણે એક પછી એક એમ ઘણાં ફોન કર્યા પણ એક વખત પણ તેણે જવાબ ના આપ્યો. આ પછી તે તૌફિકના ઘરે ગયો હતો. ત્યારે તોફિક ખાટલામાં તેનું લોહીથી ખરડાયેલું શરીર પડયું હતું. આ જોઈને તેનાં પણ હોશ ઉડી ગયા હતા.આ પછી કુર્બાને જ આ વિશે તેના પરિવારજનોને માહિતી આપી હતી.

image source

ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને તરત જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. જો કે આ વચ્ચે કેસમાં એક નવો વળાંક પણ જાણવા મળ્યો છે કે જેનો યુવકનાં મોત સાથે સબંધ હોવાની શકયતાઓ છે. આ યુવકનું એક અફેર ચાલી રહ્યું હતું. આ વિશે જ્યારે ત્યાં કોલોનીમાં રહેતા લોકો સાથે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યુવકનું પડોશમાં રહેતી યુવતી સાથે અફેર ચાલતુ હતું. બંને પરિવારો આ સંબંધ માટે રાજી નહતા. આ સાથે નવાઈની વાત એ છે કે હજી યુવકના પરિવારજનોએ કોઈની ઉપર હત્યાનો આરોપ લગાવ્યો નથી.

image source

યુવકનાં મૃત દેહ વિશે વાત કરવામાં આવે તો યુવકના માથા પરથી ઘાના નિશાન જોવા મળ્યા છે. આ સિવાય તેના ગળા પર પણ બ્લેડના કટ માર્યા હોવાના નિશાન મળ્યા છે. આ જોતાં કહેવામાં આવ્યું છે કે આ કટ મરેલ જગ્યા પરથી લોહી વધારે વહી જવાના કારણે યુવકનું મોત થયું છે. પરંતુ પરિવારની ચૂપીના કારણે હજુ સુધી કોઈ તપાસ હાથ ધરાઇ નથી જેથી સાચું કારણ સામે આવી શક્યું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!