ઢમઢોલ જેવું શરીર થઈ જતા ઐશ્વર્યા થઈ બોડી શેમિંગનો શિકાર, લોકોએ ખૂબ ઉડાવી હતી મજાક
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર છવાયેલો છે. હજારો લોકો આ વાયરસના કારણે મોતના મોંમાં ઘકેલાઈ ગયા છે. ભારતમાં આ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
દેશમાં દરરોજ બીમારીથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જોવા મળે છે. જો કે લોકડાઉન પછી દેશમાં સ્થિતિ કાબૂમાં આવી રહી છે. લોકોને અનલોક 1માં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હવે મુંબઈમાં પણ બોલિવૂડ સિલેબ્સ મોર્નિગ વોક કરવા નીકળતા થયા છે.
એટલું જ નહીં કેટલાક સ્ટાર્સ તો ટુંક સમયમાં શૂટિંગ પણ શરુ કરવા જઈ રહ્યા છે. તેવામાં બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલા ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેવામાં ઐશ્વર્યા રાય બચ્ચનની પણ કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે. આ ફોટોમાં બચ્ચન બહૂનું ફીગર જોઈ ભલભલા ચક્કર ખાઈ જાય છે. વર્તમાન સમયમાં તો ઐશ્વર્યા પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. પરંતુ આ તસવીરો આરાધ્યાના જન્મ પછીની છે.
તમને જણાવી દઈએ કે આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યાને અનેકવાર બોડી શેમિંગનો શિકાર થવું પડ્યું હતું. એટલું જ નહીં આ સમયે જ્યારે તે આંતરરાષ્ટ્રીય કાન્સ ફેસ્ટિવલ 2012માં ગઈ હતી ત્યારે પણ રેડ કાર્પેટ પર ઐશ્વર્યાને જોઈને હક્કાબક્કા થઈ ગયા હતા.
આરાધ્યાના જન્મ પછી ઐશ્વર્યાનું વજન ખૂબ જ વધી ગયું હતું. આ પહેલીવાર હતું કે ઐશ્વર્યા વધેલા વજન સાથે કેમેરા સામે આવી હોય. સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતા જ તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી. ઐશ્વર્યાને જોઈ લોકો એમ પણ કહી ચુક્યા છે કે તે પોતાના વજનને લઈને ગંભીર નથી. પરંતુ આજે હવે તે એકદમ ફીટ અને હોટ બની ચુકી છે.
એક મુલાકાતમાં તેણે આ અંગે વાતો શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે માતા બન્યાની વાત પર નહીં માતા બની ગયા પછી પણ તેને બોડી શેમિંગનો શિકાર થવું પડ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે આવું બધા સાથે થાય છે. ઐશ્વર્યાએ વધુમાં કહ્યું હતું કે લોકો એમ કહે છે અને માને છે કે મારું જીવન પરીકથા જેવું છે પરંતુ એવું નથી, મને જે મળ્યું છે તેના માટે આભારી છું.
ઐશ્વર્યાએ દેખાવ મામલે કહ્યું હતું કે, તે કેવી દેખાશે તે વાતનો નિર્ણય તેનો હોય છે અન્ય કોઈ તેને ન જણાવે કે તેણે શું કરવું અને શું નહીં. આ સિવાય ઐશ્વર્યા હવે તેની દીકરી માટે ટ્રોલ થાય છે. તેને કહેવાય છે કે તે તેની દીકરીને એક મિનિટ માટે પણ છોડતી નથી. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2007માં થયા હતા.
source : asiannetnews
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત