અક્ષય કુમાર પાસે છે 5 સૌથી મોંઘી વસ્તુઓ, દરેકની કીમત જાણી આંખો થઈ જશે ચાર

એ વાતથી તો કોઈ ઈન્કાર કરી શકે નહીં કે અક્ષય કુમાર બોલિવૂડનો ખરેખરો ખેલાડી છે. તેની ફિલ્મોના અભિનયથી માંડી તેના કામો માટે લોકોને તેને ખરા દિલથી ચાહે છે.

image source

તેની પાસે અનેક બ્રાંડ એંડોર્સમેન્ટ છે અને તેમની ગણતરી ઈંડસ્ટ્રીના એ-લિસ્ટમાં થાય છે. અક્ષય કુમારનો જન્મ મિડલ ક્લાસ પરીવારમાં થયો હતો પરંતુ તેણે આજે જે સફળતા મેળવી છે તે પોતાના દમ પર મેળવી છે. પરંતુ આજે તેની પાસે કેટલીક એવી મોંઘી વસ્તુઓ છે જે અન્ય લોકો માટે તો સપના સમાન છે.

અક્ષય કુમારનું જુહૂમાં ઘર છે. આ ઘરની સામેથી અરબી સમુદ્રનો નજારો જોવા મળે છે. આ બીચ હાઉસનું ઈંટિરિયર એક્ટરની પત્ની ટ્વિંકલ ખન્નાએ જાતે કર્યું છે. આ ઘરની કીમત અંદાજે 80 કરોડ છે.

image source

અક્ષય કુમાર એક રાજા જેવું જીવન જીવે છે. તેની પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે. જેની કીમત લગભગ 260 કરોડ રૂપિયા છે. જેટમાં બેઠેલા અક્ષય કુમારની તસવીરો પણ અનેકવાર સામે આવી ચુકી છે. તે બોક્સ ઓફિસ કલેકશનમાં જ નહીં પણ લાઈફસ્ટાઈલ મામલે પણ મોટા સ્ટાર છે.

image source

અક્ષય કુમારને મોંઘી અને લગ્ઝરી કારનો શોખ છે. તે બોલિવૂડના એવા ગણતરીના એક્ટર્સમાંથી એક છે જેમની પાસે શાનદાર કારનું કલેકશન છે. તેની પાસે Bentley flying spur કાર છે જેને ગણતરીના લોકો માટે જ બનાવવામાં આવી છે અને આવા લોકોમાંથી એક અક્ષય કુમાર છે. આ કારની કીમત 3.2 કરોડ જેટલી છે.

image source

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાની જેમ અક્ષય કુમાર પાસે પણ રોલ્સ રોય્સ ફેનટમ કાર છે. આ કારની કીમત 3.34 કરોડ છે. આ કાર દરેક કરોડપતિ પણ અફોર્ડ કરી શકતા નથી. અક્ષય કુમાર પાસે માત્ર મોંઘી કાર જ છે તેવું નથી. તેની પાસે ક્રૂઝર બાઈકનું પણ શાનદાર કલેકશન છે. તેની પાસે કદાચ આ જ એક એવી વસ્તુ છે જેની કીમત સૌથી ઓછી છે. હાર્લી ડેવીડસનની વી-રોડ જે અક્ષય કુમારને જોન અબ્રાહમે ગિફ્ટ કરી હતી. આ બાઈકની કીમત છે 20 લાખ. આ વસ્તુ અક્ષય પાસેની સૌથી સસ્તી વસ્તુ છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અક્ષય કેટલી મોંઘી વસ્તુઓ વાપરે છે.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત