ટૈરો રાશિફળ : પોતાના વ્યવહારમાં સુધારો કરો, શારીરિક શ્રમ કર્યા પછી સફળતાનો આનંદ લેવાનો દિવસ છે શનિવાર
ટૈરો રાશિફળ : પોતાના વ્યવહારમાં સુધારો કરો, શારીરિક શ્રમ કર્યા પછી સફળતાનો આનંદ લેવાનો દિવસ છે શનિવાર
મેષ – The Empress
આજે તમારે લોકો સાથેના વ્યવહારમાં પારદર્શિતા લાવવી પડશે. અમુક લોકોથી ચોક્કસ અંતર જાળવજો, જેથી તમે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકો. ક્રિયાઓ સાથે ભાવનાઓને સંતુલિત કરવી એ તમારા વિકાસ માટે મહત્વપૂર્ણ બાબત છે. લાગણીઓને તમારા કાર્ય પર હાવી થવા ન દો. તેનાથી તમારા કામ ખૂબ જ સરળ થશે.
વૃષભ – Justice
આજનો દિવસ તમારા માટે તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી ન્યાય કરવાનો છે. એવા કિસ્સાઓમાં કે જ્યાં તમે પીછેહઠ કરવા વિશે વિચારી રહ્યા છો, તેનો સામનો કરો. આપણી આંતરિક શક્તિને ઓળખવાનો અને તેનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. તમે તમારા ઊર્જાને વધુ સારી રીતે સંગ્રહિત કરી શકો છો. આ સમયે તમારે દિશા બદલવી ફરજિયાત છે. સંજોગો પ્રમાણે નિર્ણય લો. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. પ્રવાસ થવાના યોગ છે.
મિથુન – Two of Swords
આજે તમે તમારી કોઈ સફળતાની ઉજવણી કરી શકો છો. કાર્ડ્સ જણાવે છે કે તમે આજે પાર્ટી મોડમાં હશો. તમારા સર્જનાત્મકતાથી જ્ઞાન વધશે. મોટી સફળતા મળવાની સંભાવના છે. તમે થોડા સમય માટે ઘણાં દબાણમાંથી પસાર થઈ રહ્યા હતા. હવે હિંમત સાથે આગળ વધવાનો સમય છે.
કર્ક – Temperance
એવી વસ્તુઓ કરો કે જે તમને ખરેખર આરામ આપે. આમાં યોગ, થોડો આરામ કરવો અને ઘણું પાણી પીવું શામેલ હોઈ શકે છે. તમારી જાતને શારીરિક શક્તિ માટે જરૂરી વસ્તુઓ આપો. આજે તમને તમારી લાગણીઓને સમજવામાં સરળતા રહેશે. આજનો દિવસ તમારા માટે ઘણો આરામ સાથે પસાર થવાનો છે.
સિંહ – The World
આજનો દિવસ તમારા માટે પડકારોનો દિવસ બની શકે છે. ધંધાકીય બાબતમાં તમને આજે કોઈ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારી આસપાસના લોકો તમારી વિરુદ્ધ કંઈપણ કરી શકે છે. જાગૃત રહેવાની જરૂર છે. સંબંધોમાં ધ્યાન આપવું જરૂરી છે. નજીકના મિત્ર સાથેના સંબંધોમાં મતભેદ થવાની સંભાવના છે. તમારા શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કરો.
કન્યા – Eight of Pentacles
આજનો દિવસ એવો હોઈ શકે કે જે તમને કેટલાક વિશેષ પરિણામો આપશે. આજે કેટલાક વિશેષ કિસ્સાઓમાં તમારા મનનો અવાજ સાંભળીને તમને લાભ થશે. કેટલાક કામમાં તમને અણધારી સફળતા મળવાની સંભાવના છે. તમે આસપાસના લોકો તરફથી પ્રશંસા અને આદર મેળવી શકો છો. કોઈ બીજાના કેસમાં નિર્ણય લેવાનું ટાળો. આ તમને નવી સમસ્યાઓમાં મુકી શકે છે.
તુલા- Seven of Swords
તમારી પાસે શક્તિ છે કે તમે તમારી ઇચ્છા અનુસાર સ્થિતિને બદલી શકો છો. જોઈતા પરિણામો મેળવવા માટે તેનો ઉપયોગ કરો. તમે તમારા ઇચ્છિત લક્ષ્ય પર ઝડપથી પહોંચી શકો છો, પરંતુ કેટલીક સમસ્યાઓને તમે નિયંત્રિત કરી શકશો તો. તમારા પ્રયત્નોને થોડા તીવ્ર કરવાની અને સર્જનાત્મક કરવાની જરૂર છે.
વૃશ્ચિક – The Tower
આજે તમારે તમારી બેદરકારીનું પરિણામ સહન કરવું પડી શકે છે. કોઈ પણ સંજોગોમાં ઉડાઉ થશો નહીં. તમને મહત્વપૂર્ણ બાબતો પર ભાર મૂકવાની ઇચ્છા નથી, પરંતુ સાવચેત રહો કારણ કે કોઈ તમને જોઈ રહ્યું છે. તેથી આજે તમારા કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી કે ન તો આળસ કરવું. આ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલાક અણધાર્યા ફાયદા થવાની સંભાવના છે.
ધન- Nine of Swords
આજનો દિવસ તમારા માટે આર્થિક બાબતમાં સાવચેત રહેવાનો છે. ઘણા અણધાર્યા ખર્ચ થશે. તમને સારા સમાચાર પણ પ્રાપ્ત થશે. તમારી જાતને પડકાર આપો અને તમે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશો. આજે તમારા માટે જરૂરી છે કે તમે તમારી વાતોને કોઈની સાથે શેર ન કરો પછી ભલે તે તમારો મિત્ર જ હોય.
મકર – Four of Cups
આજે તમારા માટે કોઈ જૂની ખોવાયેલી વસ્તુ શોધવાનો દિવસ હોઈ શકે છે. સમય તમારા માટે અનુકૂળ લાગે છે. આજે કેટલાક અટવાયેલા પૈસા પરત મળવાના સંકેત છે. તમારે આ માટે તૈયાર રહેવું પડશે. કોઈપણ જૂના અટવાયેલા કામ આજે પૂરા થઈ શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં લોકો સાથે દલીલ ન કરો. આ તમને અનિચ્છનીય તાણ આપી શકે છે. આજે કોઈ મહત્વની યોજના બનાવશો નહીં.
કુંભ – The Sun
તમારું મન તમારા લીધેલા નિર્ણયના કારણે તમને મૂંજવણમાં મુકી રહ્યું છે. આજે મહત્વના નિર્ણયો મુલતવી રાખવાનો સમય છે. અગાઉ નિષ્ફળ ગયેલા પ્રયત્ન અચાનક સફળ થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કોઈપણ કરાર અથવા કાગળ પર હસ્તાક્ષર કરતા પહેલાં તેને સંપૂર્ણ રીતે વાંચો.
મીન – Wheel of Fortune
જો કંઈક તમારી તરફેણમાં નથી તો તમારે દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. તમારી ઇચ્છાઓ બીજા પર લાદવાનો પ્રયત્ન કરશો નહીં. આજે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે તેમની સાથે સરળતાથી વ્યવહાર કરી શકશો. કેટલાક પડકારો સાથે એકંદરે દિવસ તમારા માટે સકારાત્મક છે.
હમણાં જ જાણો સૂર્યગ્રહણ ૨૦૨૦ જે ૨૧ જૂનનાં થવાનું છે તેનો સમય, મહત્વ, સ્થળ, નિયમો, તમારી રાશિ પર તેની અસર અને તેનાથી થવાના લાભ અને હાનિ –
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત