રસ્તા પર ડાન્સ કરી રહી હતી 14 લાખ ફોલોઅર્સ ધરાવતી આ ટીકટોક ગર્લ અને પાછળથી કરડ્યૂં કૂતરું, પછી થયું જોવા જેવું..VIDEO

ટિકોટક સ્ટારને કરડ્યૂં કૂતરું – વિડિયો થઈ વાયરલ, રસ્તા પર ડાન્સ કરી રહી હતી 14 લાખ ફોલોઅર્સ ધરાવતી ટીકટોક સ્ટાર અને કરડ્યૂં કૂતરું પછી થયું જોવા જેવું

image source

સોશિયલ મિડિયાનું જ એક પ્લેટફોર્મ છે ટીકટોક અને સમગ્ર ભારતમાં મોટા શહેરોથી માંડીને નાના ગામડાઓ સુધી તેના યુઝર્સ લાખોમાં નહીં પણ કરોડોમાં છે. અને કેટલાક લોકો તો આ એપના કારણે રાતોરાત સ્ટાર પણ બની જાય છે. લોકોને પણ ટીકટોક વિડિયો જોવાનો ભારે ક્રેઝ છે. લોકો આસાનીથી 2-3 કલાક ટીકટોક વિડિયોઝ જોવામા કાઢી નાખે છે. ટીકટોક વિડિયોઝ ઘણા બધા પ્રકારના હોય છે કેટલાક ઉદાસ હોય છે તો કેટલાક ફની હોય છે તો વળી કેટલાક રમૂજી હોય છે તો વળી કેટલાક મનોરંજન પુરુ પાડતા હોય છે.

image source

આજકાલ સોશિયલ મિડિયા પર ટીકટોકનો એક વિડિયો ભારે વાયરલ થયો છે. અને આ વિડિયો સુરતની 14 લાખ ફોલોઅર્સ ધરાવતી ટીકટોક સ્ટાર નો છે. જેણી રસ્તા પર ડાન્સ કરીને વિડિયો બનાવી રહી હતી અને અચાનક એક કૂતરું આવીની તેને કરડી ગયું. સોશિયલ મિડયા પર આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

@priyagolanioh god♬ original sound – Cherry Bomb-Hattke

આ વિડિયો સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી પ્રિયા ગોલાનીની છે. તેણી રસ્તા પર ‘ઝરા ઝરા કિસમી-કિસમી’ સોન્ગ પર ડાન્સ કરી રહી હતી અને અચાનક જ પાછળથી કૂતરુ આવ્યું અને તેને બટકું ભરી ગયું હતું, અને તે ઘટના વિડિયોમાં કેદ થઈ ગઈ હતી. અને તેણીને ઇજા પણ થઈ હતી. આ ઇજા બાદ તેણીએ તેના પર ઘરેલુ ઉપચાર કરતી વિડિયો પણ શેર કરી હતી.

@priyagolanikutte ne kat liya ##tiktok bana rahi thi to♬ original sound – priyagolani

એમ કહી શકાય કે પ્રિયા ગોલાનીને રસ્તા પર ડાન્સ કરતો વિડિયો બનાવવાનું ભારે પડી ગયું હતું. અને તેણીએ આ વિડિયોને શેર પણ કરી હતી અને ત્યાર બાદ તેણી કૂતરાના કારણે ઇજા થયેલા ભાગ પર સેવલોન લગાવતી પણ જોવા મળી હતી. હાલ લોકો આ વિડિયો શેર કરી કરીને પ્રિયાની ભારે મઝાક ઉડાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયા ગોલાનીને ટીકટોક પર 14 લાખ લોકો ફોલો કરે છે અને તેણીની વિડિયોઝને પણ લાખો વ્યૂઝ મળે છે.

image source

સમગ્ર ભારતમાંથી ટીકટોકને ડીલીટ કરવાની એક ચળવળ ઉભી થઈ છે પણ ઘણા લોકો તેમ કરવા નથી માગતા અને ટીકટોકનો ઉપયોગ પેહલાની જેમ જ ચાલુ જ છે. થોડા સમય પહેલા સુરતના એક વિસ્તારના એપાર્ટમેન્ટમાં ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ કરવા માટે ચાઈનીઝ વસ્તુઓને તોડી નાખવામાં આવી હતી અને તેની વિડિયો પણ સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. આમ એક તરફ ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ ચાલી રહ્યો છે અને બીજી બાજુ રોજ લાખો ટીકટોક વિડિયોઝ પણ ભારતીય યુઝર્સ બનાવી પણ રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે અને તેને કરોડો વ્યૂઝ પણ મળી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત