આગાહીઃ આવનાર ત્રણ દિવસ ગુજરાત માથે ભારે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મેઘરાજા શાહી સવારી સાથે ગુજરાતના રાઉન્ડે નીકળ્યા હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલો વરસાદ ખેડૂતો સહિત સમગ્ર ગુજરાતવાસીઓ માટે પ્રસાદ સમાન છે. મેઘરાજા ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મનમુકીને વરસ્યા છે. આ ઉપરાંત આવનાર હજુ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

Image Source

ગુજરાત હવામાન વિભાગના ડાયેરક્ટર જયંત સરકારના જણાવ્યા અનુસાર 7-8-9 જુલાઈ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 11 જુલાઈ સુધી અર્થાત્ હજુ પાંચ દિવસ સામાન્ય અથવા સાર્વત્રિક વરસાદ તો રહેશે જ.

Image Source

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે દરિયાખેડૂઓને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. માછીમારોઓ આવનાર ત્રણ દિવસ દરિયો નહીં ખેડી શકે. રાજ્યના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દ્વારકા-સોમનાથ સહતિના બંદરોએ ખુબ મોટા મોજા પણ ઉછળી રહ્યા છે.

Image Source

સૌરાષ્ટ્રના દ્વારકા- પોરબંદર જિલ્લામાં ગઈકાલે પડેલા ભારે વરસાદથી વાર્ષિક સરેરાશ વરસાદના 90 ટકા વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત જામનગર-રાજકોટ જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં માત્ર 18 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

Image Source

આવનાર ત્રણ દિવસમાં અમદાવાદમાં થંડર સ્ટ્રોમની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં તોફાની પવન અને વીજળી- ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી પણ અપાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત