પરિણીતી ચોપરાના કારણે અજય દેવગણને પોતાના દીકરાએ જ મારી દીધો એક લાફો, જાણો શું બબાલ હતી
બૉલીવુડ અભિનેતા અજય દેવગન અને દીકરા યુગના ફોટા કાજોલ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર મૂકતી રહે છે. પણ શું તમે જાણો છો કે એકવાર યુગે એમના જ પિતા અજય દેવગનને થપ્પડ મારી દીધો હતો અને પછી રડવા લાગ્યો હતો. વાત જાણે એમ છે કે યુગે આ બધું એક ફિલ્મના સીનને જોઈને કર્યું હતું જેનો ખુલાસો અજય દેવગને એમના એક ઇન્ટરવ્યૂમાં કર્યો. આ ફિલ્મ ગોલમાલ હતી. અજયે એક ફિલ્મને લઈને યુગની પ્રતિક્રિયાનો ખુલાસો કર્યો. અજય દેવગને જણાવ્યું કે જ્યારે યુગે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલ અગેનમાં પરિણીતી ચોપરાના રોલ ખુશીની મોતને જોઈ તો એમની આંખોમાં આંસુ છલકાઈ ગયા.
એ પછી યુગે એમને થપ્પડ મારી દીધો. એ સમયે યુગ 7 વર્ષના હતા અને અજય દેવગનના ખોળામાં બેસીને ફિલ્મ જોઈ રહ્યા હતા. અજય દેવગને એમના એક જુના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ ગોલમાલ અગેન જોઈને એમના ઘરના લોકોને ખૂબ જ મજા આવી હતી.
એમને જણાવ્યું કે કાજોલ અને યુગ આ ફિલ્મ જોઈને ખૂબ જ હસી રહ્યા હતા. કાજોલનું તો હસવું નહોતું રોકાઈ રહ્યું. અજય દેવગને કહ્યું કે ફિલ્મમાં પરિણીત ચોપરાના પાત્રના મરવાથી એમના દીકરા યુગને ખૂબ જ દુઃખ થયું હતું કે એ રડવા લાગ્યો હતો અને એને એમને જ થપ્પડ મારી દીધો. વાત જાણે એમ છે કે ફિલ્મમાં પરિણીતી ચોપરાના મરવા પર યુગ ભાવુક થઈ ગયા હતા અને જેવું અજય દેવગને એમને પૂછ્યું કે શું થયું તો યુગે એમને જ થપ્પડ મારી દીધો.
તમને જણાવી દઈએ કે અજય દેવગન અને પરિણીતી ચોપરાની ફિલ્મ ગોલમાલ અગેન વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હોરર કોમેડી છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપરાની ડેથ થઈ જાય છે અને એમની આત્મા દેખાય છે.
વાત જાણે એમ હતી કે અજય દેવગનનો દીકરો યુગ નહોતો ઈચ્છતો કે પિતા અજય દેવગન એને રડતા જોવે એટલે એને અજયને થપ્પડ માર્યો. રોહિત શેટ્ટી દ્વારા નિર્મિત ફિલ્મ ગોલમાલ અગેનમાં અજય દેવગનની સાથે કુણાલ ખેમુ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, તબુ, પરિણીતી ચોપરા, નિલ નીતિન મુકેશ અને પ્રકાશ રાજે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના ખૂબ જ વખાણ થયા હતા.