ભારતમાં પહેલીવાર IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો

વૈજ્ઞાનિકો અવનવા પ્રયોગ કરતા હોય છે.. અને એવો જ એક પ્રયોગ જાનવર પર કરવામાં આવ્યો.. માનવ જીવન પર કરાતો પ્રયોગ પહેલીવાર કોઇ જાનવર પર કરવામાં આવ્યો.. અને તે સફળ પણ રહ્યો છે.. IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની પધ્ધતિ અત્યાર સુધી સંતાન ઇચ્છુક મહિલા પર તેનો પ્રયોગ થતો હતો.. છેલ્લા કેટલાક વર્ષોની સફળતા બાદ હવે આ જ પ્રયોગ સોમનાથના ધનેજ ગામમાં ભેંસ પર કરવામાં આવ્યો.. અને ભારતમાં પહેલીવાર ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો… ભારતના વૈજ્ઞાનિકોની આ કમાલ અંગે દુનિયાભરમાં ચર્ચા થશે.. આને મેડિકલ સાયન્સમાં ઈતિહાસ તરીકે જોવાઇ રહ્યો છે..

image source

ભારતમાં પહેલીવાર કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. બન્ની પ્રજાતિની ભેંસની આ પ્રજાતિનાં પાડાનાં જન્મની સાથે જ ભારતમા ટેકનોલોજીએ નવો ઈતિહાસ પણ રચી દીધો છે. ભારતમા પહેલીવાર IVFથી પાડો જન્મ્યો છે.., પહેલીવાર જાનવર પર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે..

ગુજરાત રાજ્યના સોમનાથ જિલ્લાના ધનેજ ગામમાં સ્થિત વિનય વાળા નામક ખેડૂતની ભેંસે IVF થી પાડાને જન્મ આપતા દેશ વિદેશમાં તેના સમાચાર ફેલાયા છે.

પીએમ મોદીએ બન્ની ભેંસોનો કર્યો હતો ઉલ્લેખ

image source

નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પીએમ મોદી કચ્છ આવ્યા ત્યારે બન્ની પ્રજાતિની વાત કરી હતી જેનાં બીજા જ દિવસે બન્ની ભેંસ દ્વારા IVF થી ભેંસનાં બચ્ચાંને જન્મ આપવા માટેની યોજના બનાવવામાં આવી હતી.

મોદી સરકાર જાનવરોની પ્રજાતિ માટે સક્રિય

image source

સરકાર અને વૈજ્ઞાનિકોને ભેંસની IVF પ્રક્રિયામાં અપાર સંભાવનાઓ દેખાઈ રહી છે અને દેશમાં પશુધનમાં સુધારો લાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે ધનેજ ગામમાં બન્ની પ્રજાતિની ત્રણ ભેંસોને IVF માં ગર્ભાધાન માટે તૈયાર કરવામાં આવી અને તે બાદ ભ્રૂણ સ્થાપિત કરવામાં આવ્યા. જેમાંથી કુલ છ ગર્ભાધાન થયા હતા અને આખરે પહેલો IVF પાડો જન્મ્યો. આ દેશનો પહેલો એવો પાડો છે જે કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેકનિકથી પેદા થયો હોય.

શું છે આ IVF?

વર્ષ 1978માં ઈંગ્લેન્ડમાં આ પ્રયોગ સૌથી પહેલા કરવામાં આવ્યો હતો, જ્યારે કોઈ મહિલા મા નથી બની શકતી ત્યારે કૃત્રિમ રીતે તેને ગર્ભ ધારણ કરાવવામાં આવે છે જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં મહિલાના એગ્સ અને પુરુષના સ્પર્મ ભેગા કરવામાં આવે અને તે બાદ તે સંયોજન જ્યારે ભ્રૂણ બની જાય ત્યારે તેને ફરીથી ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે. ભારતમા પહેલીવાર જાનવર પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે.