કોરોના સામેની આ રસી બની શકે છે એઈડ્સનું કારણ, ચેતી જાજો, આ દેશોએ લાદયો પ્રતિબંધ

કોરોના સામે દુનિયાની પહેલી રજીસ્ટર્ડ રસી તરીકે બહાર આવેલી સ્પુટનિકને મોટો ઝટકો લાગી શકે તેમ છે, આ રસીને એડેનો વાયરસ વેક્ટર પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે અને હવે તેને ભારત સહિત દુનિયાના 60થી વધુ દેશોમાં મંજૂરી મળી ગઈ છે, જો કે આ રસીના ઉપયોગને લઈને પહેલાથી અમેરિકા અને પશ્ચિમી ખાસ કરીને યુરોપના દેશો ઘણા આશંકિત રહ્યા છે, અને કોરોના સામે દુનિયાની સૌથી પહેલી રસી તરીકે નોંધાયેલી આ રસીને પોતાના દેશમાં વાપરવાની મંજૂરી આપી નથી, હાલમાં રશિયા તેની આ રસી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મંજૂરી મળે તેવા પ્રયાસો કરી રહ્યું છે. નોંધનીય છે કે હાલમાં માત્ર અમેરિકાની ફાઈઝર અને મોડર્ના, બ્રિટેનની એસ્ટ્રાજેનેકા અને ચીનની એક વેક્સિનને જ તેની મંજૂરી મળી છે, જો કે હાલના દિવસોમાં દક્ષિણ આફ્રિકા અને નામીબિયા જેવા દેશોમાંથી બહાર આવેલા તારણોને લઈને આ દેશોમાં કોરોનાની આ રશિયન રસીને વાપરવાની મંજૂરી મળી શકે તેમ નથી, આ દેશોએ એમ કહીને આ રસીને મંજૂરી આપવાથી ઈનકાર કરી દીધો છે કે તેમાં ઉપયોગમાં લેવાયેલ વાયરસથી માણસને એઈડ્સની ગંભીર બીમારી થઈ શકે છે.

image source

કોરોનાની સામે હાલમાં દુનિયા ભરમાં રસીકરણ વધારવાને લઈને પ્રયાસો વધારવામાં આવી રહ્યા છે, ભારતમાં પણ એક સમયે રસીની અછતને પહોંચી વળવા અને રસીકરણને જલ્દીથી પૂરું કરી દેવા માટે વિદેશી રસીઓના ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી હતી, આ જ શ્રેણીમાં અમેરિકાની રસીની સાથોસાથ રશિયાની કોરોના વાયરસ રસી સ્પુટનિક વીને પણ મંજૂરી આપી દેવામાં આવી છે, ભારતમાં અલગ અલગ કંપનીઓની સાથે આ રસીને બનાવનાર અને તેમાં ફંડ આપનાર rdif કંપનીના અધિકારીઓએ વાતચીત કરી હતી, અને આ રસીને જલ્દીથી ઉપલબ્ધ કરાવવા માટે ઉત્પાદન માટે અલગ અલગ ફાર્માં કંપનીઓની સાથે કરાર કરવામાં આવ્યો હતો. સ્પુટનિક વી એક 2 ડોઝની એડેનો વાયરલ વેક્ટર બેઝ્ડ રસી છે જેને રશિયાની ગામેલ્યા માઈક્રો બાયોલોજી સેન્ટરે વિકસાવીને બનાવી છે, આ રસી હાલમાં દુનિયાના 60 દેશોમાં આપવામાં આવે છે, અને તેના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 21 દિવસનો છે, તેની અસરકારકતા 91.6 ટકા જેટલી માપવામાં આવે છે, અને તેના બંને ડોઝને તૈયાર કરવામાં 2 અલગ અલગ વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

image source

જો કે નામીબિયા અને સાઉથ આફ્રિકામાં હાલ આ રસીને લઈને તેના ઉપયોગને મંજૂરી દેવામાં આવી છે અને હાલમાં આ રસીની WHOની મંજૂરીની વાતચીત ચાલી રહી છે, તેથી આ સમાચારથી આ રસીને તેની મંજૂરી મળવામાં ચોક્કસ પણે અસર થઈ શકે છે, તો સાથે જ આફ્રિકા મહાખંડના અન્ય દેશો અને ભારત જેવા અન્ય દેશો પણ જો આ મામલે ફેરવિચારણા કરે તો રશિયાને મોટું નુકસાન જઈ શકે તેમ છે.

સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં સ્પુટનિક V નો ઉપયોગ એચ.આય.વીનો વ્યાપ વધારે છે અને રસીવાળા પુરુષોમાં એચ.આય.વીનું જોખમ વધારે છેસાઉથ આફ્રિકા રેગ્યુલેટરી SAHPRAએ નિર્ણય લીધો છે કે તે પોતાના દેશમાં સ્પૂતનિક વી-ની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી નહી જો કે આના પછી હવે દક્ષિણ આફ્રિકાના પાડોશી દેશ નામીબિયાએ પણ એકો અતિમહત્વનો નિર્ણય લીધો છે, અને કહ્યું છે તે પણ પોતાના દેશમાં કોરોનાની રશિયન રસીને મંજૂરી નહી આપે. નામિબિયાને ડોનેશન તરીકે સર્બિયા પાસેથી સ્પુટનિક V ના 30,000 ડોઝ મળ્યા હતા. આમાંથી અત્યાર સુધીમાં 120 થી ઓછા ડોઝ આપવામાં આવ્યા છે.

દક્ષિણ આફ્રિકાના હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરએ સોમવારે કહ્યું હતું કે તે રશિયાની કોરોનાવાયરસ રસી સ્પુટનિક V ને મંજૂરી આપશે નહીં કારણ કે તેનાથી પુરુષોમાં HIV સંક્રમણનું જોખમ વધી શકે છે. આ નિર્ણય અગાઉના અભ્યાસ પર આધારિત છે. આ અભ્યાસમાં એડેનોવાયરસના એક સુધારેલા સ્વરૂપની સલામતીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે એક પ્રકારનો વાયરસ છે. એવું માનવામાં આવે છે કે તે શ્વસન ચેપનું કારણ બને છે અને તેને Ad5 તરીકે ઓળખવામાં આવે છે જે રશિયન રસીમાં સમાયેલ છે.સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકામાં સ્પુટનિક V નો ઉપયોગ એચ.આય.વીનો વ્યાપ વધારે છે અને રસીવાળા પુરુષોમાં એચ.આય.વીનું જોખમ વધારે છે. એ નોંધવામાં આવ્યું છે કે કંપની પાસે એવા પુરાવા નથી કે દક્ષિણ આફ્રિકામાં સ્પુટનિક V નો ઉપયોગ ઉચ્ચ એચ.આઈ.વી.ના વ્યાપમાં સુરક્ષા પૂરી પાડશે.”

રશિયાના ગમલેયા સેન્ટરે, જેણે સ્પુટનિક V ને વિકસાવ્યું છે, આ ચિંતાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે અને કહ્યું છે કે તે આ સંદર્ભે પૂરતો ડેટા આપશે. “એડેનોવાયરસ ટાઇપ -5 વેક્ટર રસીઓ અને ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોમાં એચ.આય.વી સંક્રમણ વચ્ચેના જોડાણ વિશેની અટકળો નાના પાયે અભ્યાસ પર આધારિત છે,” ગમલય સેન્ટરે જણાવ્યું હતું.સાઉથ આફ્રિકા રેગ્યુલેટરી SAHPRAએ નિર્ણય લીધો છે કે તે પોતાના દેશમાં સ્પૂતનિક વી-ની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી નહી આપે. આ પાછળ રેગ્યુલેટરીએ કહ્યું કે કેટલીક તપાસ બાદ જાણવા મળ્યું છે કે સ્પૂતનિક વીમાં એડેનોવાયરસ ટાઇપ 5 વેક્ટર છે, જેના ઉપયોગથી પુરુષોમાં એચઆઇવી થવાની આશંકા વધી જાય છે.નામીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે રશિયાની વેક્સીનના ઉપયોગને બંધ કરવાનો નિર્ણય આ ચિંતા જાહેર થયા બાદ લેવામાં આવ્યો છે. સ્પૂતનિક વી લેનારા પુરુષોમાં સંભવત એચઆઇવી થવાની આશંકા વધી થાય છે.નોંધનીય છે કે ભારતમાં પણ સ્પૂતનિક વી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. જોકે હજુ સુધી આ પ્રકારની કોઇ આશંકા વ્યક્ત કરવામાં આવી નથી.

image source

તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા કોરોના મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત છે, જ્યારે અહીં HIV થી પીડિત લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. 2022 ની શરૂઆત સુધીમાં રસીકરણ માટે નિર્ધારિત 40 મિલિયનમાંથી અત્યાર સુધીમાં માત્ર ચોથા ભાગના લોકોને જ સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે..નામીબિયાએ રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે આ જાણકારી આપી હતી. થોડા સમય અગાઉ પાડોશી દેશ સાઉથ આફ્રિકાએ સ્પૂતનિક વી વેક્સિનને લઇને ચિંતા જાહેર કરી હતી બાદમાં નામીબિયામાં પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં માનવામાં આવી રહ્યું છે કે સ્પૂતનિક વી વેક્સીન લેનારા પુરુષોમાં એચઆઇવી થવાની આશંકા અનેક ગણી વધી જાય છે. સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનારા ગેમેલિયા રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. ઇન્સ્ટિટ્યૂટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઇ સાયન્ટિફિક પુરાવાઓ અને રિસર્ચ પર આધારિત નથી.

image soucre

ભારતમાં હાલમાં રશિયાની સ્પુટનિક વી, ભારત બાયોટેક કંપનીની સ્વદેશી હોલ વિરિયન વાયપલ વેક્ટર પ્લેટફોર્મ બેઝ્ડ કોવેક્સિન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાજેનેકાની સ્વદેશી આવૃત્તિ એવી કોવિશીલ્ડને રસીકરણ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, તાજેતરમાં જ ભારતે વધુ એક સ્વદેશી રસી ઝાયડસ કંપનીએ બનાવેલી ઝાયકોવ ડીને મંજૂરી આપી છે. બાળકો માટેનું રસીકરણ પણ જલ્દીથી જ શરુ થવામાં સ્છે, ભારત બાયોટેકની નેઝલ વેક્સિન પણ આવી રહી છે, તો સાથે જ સીરમ કંપની કોવાવેક્સ નામની અન્ય એક રસી પર કામ કરી રહી છે, આમ હાલમાં ભારત પાસે પૂરતા ઓપ્શન છે અને જો સ્પુટનિક વીને ભારતમાં પણ મંજૂરીને લઈને કોઈ સવાલો ઉભા થાય છે, અથવા તેના પર કોઈ સવાલો ઉભા કરવામાં આવે છે તો ભારતમાં રસીકરણને લઈને વધુ ફરક પડી શકે તેમ નથી. ભારત પાસે પૂરતા પ્રમાણમાં અન્ય રસીઓ હાજર થઈ શકશે. જેનાથી ભારતનું રસીકરણ મહાઅભિયાન ચાલુ જ રહેશે અનેે તેમાં કોઈ પણ અડચણ નહીં આવે.