આ તે કવી અજીબ ઘટના બની, મિત્ર સાથે માણવા ગઈ હતી જન્મદિવસની પાર્ટી અને ઘર પહોંચી યુવતીની લાશ
મિત્રો આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેના વિશે જાણીને તમે પણ એકવાર ધ્રુજી જશો. આ ઘટનામાં બર્થડે પાર્ટી મનાવવા ગયેલી એક યુવતીની લાશ સમુદ્ર કિનારે દફનાવેલી મળે છે. યુવતીની પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને એટલું જ નહીં. હુમલો કરનારે તેની કબર પણ તેના હાથે જ ખોદાવી હતી. યુવતીએ પોતાની જ કબર ખોદી અને પછી હુમલો કરનારે યુવતીની હત્યા કરી દીધી. હત્યા કરીને યુવતીએ ખોદેલી કબરમાં તેને દાટી દીધી.
ધ સન યૂકે અનુસાર આ ઘટના બ્રાઝીલના એક રાજ્યમાં બની છે. મૃતક યુવતીનું નામ અમાંડા અલ્બાચ છે. યુવતી માત્ર 21 વર્ષની હતી. અલ્બાચની હત્યા વિશે પોલીસે જે ખુલાસો કર્યો તેનાથી રીતસર સનસની ફેલાઈ ગઈ હતી. પોલીસે કહ્યું કે યુવતીની હત્યા કરતાં પહેલા તેને મજબૂર કરવામાં આવી હતી અને પછી તેને ગોળી મારીને દફન કરી દેવામાં આવી હતી.
આપરાધિક તપાસ વિભાગ અનુસાર પોલીસ પ્રમુખ બ્રૂનો ફર્નાડીસે કહ્યું કહું તે અલ્બાચ પોતાના મિત્રની જન્મદિવસની પાર્ટીમાં ભાગ લેવા અન્ય કેટલાક મિત્રો સાથએ સાંતા કૈટરીના ગઈ હતી. અહીં કેટલાક લોકો હતા જે કથિત રીતે ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા હતા. આ દરમિયાન અલ્બાચે તેની તસવીર લઈ લીધી હતી. આ વાત તે લોકોને હજમ ન થઈ અને તેમણે અલ્બાચની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું.
અલ્બાચ જ્યારે પાર્ટીમાંથી પરત ફરી નહીં તો તેના પરીવારને ચિંતા સતાવવા લાગી. તેમણે તેને ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ તેનો ફોન બંધ આવતો હતો. તેવામાં પોલીસે ઘરવાળાનો સંપર્ક કર્યો. આ ઘટનાક્રમમાં પોલીસને એક શંકાસ્પદ ડ્રગ્સ ડીલર મળ્યો. કડકાઈથી થયેલી પોલીસ પુછપરછમાં તેણે અલ્બાચની હત્યાની વાત કબૂલી લીધી હતી.
શંકાસ્પદ વ્યક્તિએ પોલીસ સામે ખુલાસો કર્યો કે તેણે તેના અન્ય સાથીઓ સાથે મળી અને અલ્બાચની ગોળી મારી હત્યા કરી હતી. એટલું જ નહીં અલ્બાચને મારતા પહેલા તેના હાથ જ તે લોકોએ તેની કબર ખોદાવી હતી. કબર ખોદાઈ ગયા બાદ અલ્બાચને તેમણે ગોળી મારી દીધી અને પછી બધાજ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા.