દેશનો પહેલો ઓમિક્રોન સંક્રમિત દર્દી રિકવરી પછી ફરી થયો કોરોના પોઝિટિવ

બેંગલુરુમાં કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોનથી સંક્રમિત ડોક્ટર રિકવીર પછી ફરીથી કોરોના પોઝિટિવ થયા છે. બેંગલુરુમાં રહેનાર આ ડોક્ટર ભારતમાં ઓમિક્રોનની શરુઆતના જે બે કેસ નોંધાયા હતા તેમાંથી એક છે. બીજો દર્દી સાઉથ આફ્રીકાનો રહેવાસી છે જે તંત્રની જાણકારી વિના જ દુબઈ જતો રહ્યો હતો. હવે તેના વિરુદ્ધ પોલીસ કેસ નોંધાયો છે.

image source

મૂળ ગુજરાતી અને દક્ષિણી આફ્રિકી નાગરિક સંક્રમિત થયા પછી કોરોન્ટાઈન હતો. ત્યારબાદ કોઈને જાણ કર્યા વિના તે દુબઈ જતો રહ્યો હતો. બેંગલુરુ મહાનગરપાલિસાના અધિકારીઓના જણાવ્યાનુસાર એ વાત સાચી છે કે ડોક્ટર ઓમિક્રોનથી સંક્રમિત હતો. અને હવે તે ફરીથી કોરોના પોઝિટિવ છે. અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ડોક્ટર આઈસોલેશનમાં છે અને તેને હાલ કોઈ લક્ષણો જણાતા નથી. ડોક્ટર કોરોના રસીના બંને ડોઝ લઈ ચુક્યો છે. આ ઉપરાંત તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.

image soucre

બીજી તરફ પોલીસે દક્ષિણ આફ્રિકી નાગરિક પર કેસ નોંધ્યો છે જે કોરોન્ટાઈનના નિયમને તોડી દુબઈ ભાગી ગયો હતો. એટલું જ નહીં પોલીસે હોટેલના મેનેજમેન્ટ અને સ્ટાફ વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. કારણ કે તે ત્યાં કોઈ સ્વાસ્થ્ય અધિકારીને જાણ કર્યા વિના રોકાયો હતો અને હોટલ છોડીને ભાગી ગયો હતો.

image soucre

20 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રીકાથી નેગેટીવ રિપોર્ટ સાથે ભારત આવ્યો હતો. ત્યારબાદ તે બેંગલુરુ એરપોર્ટ પર સ્ક્રીનિંગ અને ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાયો હતો. તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 22 નવેમ્બરે તેના સેમ્પલ જીનોમ સિક્વેંસિંગ માટે મોકલાયા હતા. દર્દીએ 23 નવેમ્બરે પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો તે રિપોર્ટ પણ નેગેટિવ આવી હતી. ત્યારબાદ 27 નવેમ્બરે વ્યક્તિ હોટેલમાંથી ચેક આઉટ કરી રવાના થઈ ગયો હતો. ત્યાંથી તે દુબઈ ગયો હતો.

image soucre

દુનિયાના 38 દેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે અત્યાર સુધીમાં કોઈપણ દર્દીના મોતના સમાચાર આવ્યા નથી. ભારતની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 20 થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જેની સંખ્યા 10 છે ત્યારબાદ રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 2, ગુજરાતમા 1 અને દિલ્હીમાં 1 કેસ નોંધાયો છે.