અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહ્યો છે કુતુબ મિનાર કરતાં અઢી ગણો એસ્ટરોઇડ, જ્યાં ફાટશે ત્યાં બધું જ પતાવી દેશે

વિશ્વ પર એક પછી એક જોખમ વધી રહ્યા છે. પૃથ્વી પર અનેક દેશોમાં કોરોનાના ઓમિક્રોન વેરીયંટે ફફડાટ ફેલાવ્યો છે તો ફરી એકવાર અવકાશમાંથી પણ એક મોટું જોખમ પૃથ્વી પર તોળાઈ રહ્યું છે. નિષ્ણાંતોના મતે અવકાશમાંથી એક ખતરનાક આફત પૃથ્વી તરફ આગળ વધી રહી છે. આ અવકાશી આફત વિશે એવું કહેવાય છે કે તે જે પરમાણુ બોમ્બ કરતા પણ વધુ વિનાશ સર્જી શકે છે.

image soucre

વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે પૃથ્વી પર અવકાશી આફત તોળાતી હોય, અગાઉ પણ વર્ષ 2018માં પૃથ્વી પર આવું જ જોખમ ઊભું થયું હતું. તે સમયે એક લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થઈ ગયો હતો.

image soucre

હવે જે જોખમ પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે તેના વિશે નાસાના એસ્ટરોઇડ ટ્રેકરે જણાવ્યું છે કે તે કુતુબ મિનાર કરતા પણ અઢી ગણો લાંબો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તે પૃથ્વી સાથે ટકરાશે તો પરમાણું બોમ્બ કરતા પણ વધુ વિનાશ સર્જી શકે છે.

તેનું નામ એસ્ટરોઇડ 2018 AH રાખવામાં આવ્યું છે. આ એસ્ટરોઇડ 190 મીટર એટલે કે 623 ફૂટ ઊંચો છે. નાસા એસ્ટરોઇડ ટ્રેકર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તે આગામી 27 ડિસેમ્બર 2021ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ઘણી ઓછી છે. પરંતુ જો તે પૃથ્વી પર પડે છે તો તે અણુ બોમ્બ કરતાં વધુ વિનાશનું કારણ બનશે.

image soucre

નિષ્ણાંતોના મતે એસ્ટરોઇડ 2018 AH પૃથ્વીથી 45 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે અને વર્ષ 2018માં તે પૃથ્વીથી 2.96 લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. આ વખતે તે પહેલા કરતાં ઘણો દૂર છે પરંતુ જો તેની દિશામાં એક ડિગ્રીનો પણ ફેરફાર થશે તો પૃથ્વી માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

image soucre

વર્ષ 2018 માં તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો. જે દરમિયાન વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી હતી. આ એસ્ટરોઇડમાં કોઈપણ પ્રકારનો પ્રકાશ નથી. તેથી જ વૈજ્ઞાનિકો પાસે તેના વિશે વધારે માહિતી નથી. આ ખૂબ જ ઘાટા રંગનો એસ્ટરોઇડ છે જે તે સમયે રાત્રે પસાર થયો હતો, તેથી તે દેખાતો ન હતો. વર્ષ 2018 પછીથી અત્યાર સુધીમાં પૃથ્વીની આટલી નજીકથી કોઈ એસ્ટરોઈડ પસાર થયો નથી.

પૃથ્વી પર આ પહેલા વર્ષ 2013માં રુસમાં એસ્ટરોઈડ પડ્યો હતો. જેના કારણે ભારે તબાહી મચી હતી. 17 મીટરનો આ એસ્ટરોઇડ રુસના ઉપરના વાયુમંડળમાં જ ફાટી ગયો હતો. જેના કારણે ઘણા ઘરને નુકસાન થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

image soucre

અંતરિક્ષ તરફથી આવતી આ આફત અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો આ એસ્ટરોઇડ 2018 AH કોઈ ક્ષેત્ર ઉપર ફાટે છે તો તે ત્યાં હજારો કિલોમીટર સુધી તબાહી મચાવશે. આ તબાહી હિરોશિમા અને નાગાસાકી કરતાં પણ વધુ ભયાનક હશે.