ગુજરાત સહીત અનેક વિસ્તારોમા પબ્લિક ગાંડી અને બેકાબૂ બની, જાણો કેમ પોલીસનો ધક્કો થયો

સુરતમાં કામરેજના પાસોદરા ગામ ખાતે આવેલી લક્ષ્મીરામ સોસાયટીમાં 21 વર્ષીય ભીષમા નામની કોલેજીયન યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. યુવતીની સરા જાહેર થયેલી આ હત્યાની ઘટના બાદ સુરત સહિત જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

image source

છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પિતાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. પોલીસ જોઈ પોતાના હાથની નશ કાપી ઝેરી દવા પી લીધી હતી. અને પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

image source

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે રજાને લઈ અમે ઉપરી અધિકારીઓને જાણ કરી છે. લગભગ કોઈ અધિકારી આવે પછી જ એને પોલીસ કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાશે. ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.