તારક મહેતાના પોપટલાલ છે જીવે છે વૈભવી લાઇફ, ફરે છે મર્સિડીઝ કારમાં અને સાથે આ તો ખરું જ…

તારક મહેતામાં દેખાતા કંજૂસ પોપટલાલ અસલમાં છે કરોડોના મલિક, મર્શિડીઝમાં ફરે છે..જાણો એમની લાઇફસ્ટાઇલ વિશે. તારક મહેતાના પોપટલાલની લાઈફ સ્ટાઇલ જોઈ છે? સિરીયલનો કંજૂસ પોપટલાલ અસલ જીવનમાં મર્શિડીઝમાં ફરે છે. આ કંજૂસ વ્યક્તિ પાસે છે મર્શિડીઝ ગાડી….હાઈફાય છે એમની લાઈફ સ્ટાઇલ…જાણી લો કોણ છે આ વ્યક્તિ.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલમાંથી એક છે. આ સીરિયલના દરેક પાત્રએ લોકોના દિલમાં એક આગવું સ્થાન જમાવી લીધું છે. પણ ખરેખર તો આ સીરિયલમાં જોવા મળતા દરેક પાત્ર એમની અસલ જિંદગીમાં પણ કઈ એવા જ નથી..

image source

તમને પોપટલાલનું પાત્ર તો યાદ જ હશે. પોપટલાલને આ સીરિયલમાં એક લગ્નઇચ્છુક યુવક બતાવવામાં આવ્યો છે જે ઉંમર વીતી ગઈ હોવા છતાં હજી સુધી કુંવારો છે. પણ અસલ જીવનમાં પોપટલાલ એટલે કે શ્યામ પાઠકના લગ્ન થઈ ગયા છે. એટલું જ નહીં એમને ત્રણ બાળકો પણ છે. અને આ કંજૂસ પત્રકાર મર્શિડીઝ જેવી મોંઘી ગાડીના મલિક પણ છે.

image source

શ્યામ પાઠકનો જન્મ ૬ જુન ૧૯૭૬ ના રોજ ગુજરાતમાં એક સાધારણ પરિવારમાં થયો હતો. શ્યામ પાઠકે શિક્ષણ ગુજરાતમાં જ મેળવ્યું હતુંરિપોર્ટ્સ અનુસાર શ્યામ પાઠકને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો.

તો ચાલો જાણી લઈએ શ્યામ પાઠક કેવી રીતે જીવે છે એમનું જીવન.

image source

પોપટલાલે કર્યા છે લવ મેરેજ.

મળેલી માહિતી અનુસાર શ્યામ અસલ જિંદગીમાં વિવાહિત છે અને તેમની પત્ની રેશમીને તેઓ નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં મળ્યા હતા. બન્ને પહેલા મિત્ર બન્યા અને ત્યારબાદ આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યારબાદ ઘરવાળાઓને કહ્યા વગર આ બન્નેએ લગ્ન કરી લીધા હતા.

image source

શ્યામ પાઠકે ભરેલા આ પગલાં ના કારણે શરુઆતમાં બન્નેના પરિવારના લોકો ખૂબ જ નારાજ થયા, પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ બન્નેના પરિવારોએ તેમને સ્વીકારી લીધા. શ્યામ અને રેશમીને ત્રણ બાળકો છે. દીકરીનું નામ નિયતિ અને મોટા દીકરાનું નામ પાર્થ છે. જયારે કે તેમના નાના દીકરાનું નામ શિવમ છે.

મર્સિડીઝ ગાડીના છે મલિક

image source

અમને મળેલી માહિતી પ્રમાણે અભિનેતા શ્યામ પાઠક પાસે ૧૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. આ સાથે જ શ્યામ પાસે ૫૦ લાખ રૂપિયાની મર્સિડીઝ કારના પણ છે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલના દરેક એપિસોડ માટે શ્યામ પાઠક એટલે કે પોપટલાલ લગભગ ૬૦ હજાર રૂપિયા જેટલી ફી લે છે. તો હવે તમે જ હિસાબ લગાવી જુઓ કે પોપટલાલનું બેન્ક બેલેન્સ કેટલું હશે.

તારક મહેતા સિરિયલ પછી નસીબ પલટાયુ.

image source

શ્યામ પાઠકે કેટલાક નાટકોમાં નાના-મોટા પાત્ર ભજવ્યા હતા. એ બાદ એમને વર્ષ ૨૦૦૮ માં જસુબેન જયંતી લાલ જોશની જોઈન્ટ ફેમીલી નામની સિરિયલમાં કામ કરવાની તક મળી હતી. આ સિરિયલમાં તેમના પાત્રના ઘણા વખાણ થયા હતા.પરંતુ પછી તેમને તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરિયલમાં કામ કરવાની ઓફર મળી અને તેમણે આ તક ઝડપી લીધી. આ શો એ તેમની જિંદગી બદલી નાખી અને પછી તેમણે પાછું વળીને જોયું જ નહીં. તારક મહેતા કા ઉલટા ચશ્માંના દરેક એપિસોડ માટે શ્યામ પાઠક એટલે કે પોપટલાલ લગભગ ૬૦ હજાર રૂપિયાની ફી લે છે.

image source

તમને જણાવી દઈએ કે શ્યામ પાઠક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા અને તેના માટે તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયામાં એડમિશન પણ લઈ લીધું હતું. પરંતુ પછીથી એક્ટિંગમાં રસ જાગતા જ તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું હતું અને નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં આવી ગયા. ત્યાંથી જ તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત