માતા પિતાની 26મી મેરેજ એનિવર્સરી પર દીકરાએ ચાંદ પર જમીન કરી ગિફ્ટ, જાણો કેમ ખરીદવો પ્લોટ

પૂર્વી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં એક યુવકે પોતાના માતા-મીતાને એમના લગ્નની 26મી વર્ષગાંઠ પર અનોખું ગિફ્ટ આપ્યું છે. તમકુહી નિવાસી સત્યમ સમ્રાટે ચંદ્ર પર જમીન ખરીદી છે. આ જમીન ખરીદી ત્યાં ટોમ ક્રુઝ, જોન ટ્રાવોલ્ટા, જિમી કાર્ટર, શાહરુખ ખાન તેમજ સુશાંત સિંહ રાજપૂત જેવી હસ્તીઓની યાદીમાં આવી ગયો છે. સત્યમે આ જમીન પોતાન માતા-પિતાને પોતાની 26મી લગ્નની વર્ષગાંઠ પર આપી છે. 23 વર્ષનો સત્યમ દિલ્હી યુનિવર્સીટીમાં સ્નાતક(કોમર્સ)ના અંતિમ વર્ષમાં છે. અભ્યાસ સાથે તે સિંગર પણ છે અને એના બેન્ડ સાથે અલગ અલગ શહેરોમાં પરફોર્મ પણ કરે છે. પોતાની કમાણીથી એણે ખુબ રકમ ભેગી કરી છે.

image source

14 ફેબ્રુઆરીએ પિતા વિનોદ સરરફ તેમજ માતા લક્ષ્મી વર્માની વર્ષગાંઠ પર સત્યમે એમને અનોખી ભેટ આપી છે. ઈન્ટરનેટ પર સર્ચ દરમિયાન એમને જાણ થઇ કે નામી હસ્તીઓએ ચંદ્ર પર જમીન ખરીદી છે. સર્ચ કરવા પર એ પણ જાણ થઇ કે ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી નામક સંસ્થા ચંદ્ર પર જમીન વેચે છે. એમણે આ ભેટ આપવાનું મન બનાવી લીધું. આ સંસ્થાની વેબસાઈટ પર ગયો અને જણાવેલ વિકલ્પો અનુસાર એક જમીન ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. સંસ્થાએ ઓનલાઇન એમનું આવેદન સ્વીકાર કર્યું. અને રકમ જમા કરવા કહ્યું. રકમ જમા કરવાથી લઇ રજિસ્ટ્રી, પેપર ઘરે પહોંચવા સુધી અઢી મહિના જેવો સમય લાગી ગયો.

એક સપ્તાહ પહેલા કાગળ મળ્યા પછી સત્યમે કંપનીની સરતો મુજબ પેપર પર ખર્ચ થયેલા 14 હજાર રૂપિયા વધુ જમા કરી દીધા. ચંદ્રને દુનિયા ભરના દેશોએ કોમન હેરિટેજનો દરજ્જો આપ્યો છે. કોમન હેરીટેજ માનવતા માટે હોય છે.