આ પાંચ કારણોના કારણે લોકોએ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીને નકારી, વાંચી લો નહિં તો પછતાશો

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ એટલા માટે યાદ કરવામાં આવશે કેમ કે આટલો મોટો સ્ટાર ફિલ્મા છે અને તે ફિલ્મ સિનેમાઘરોમાં રિલિઝ ન થતા સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. મહિનાઓથી તૈયાર થેલી આ ફિલ્મ કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે અટવાયેલી હતી અને છેવટે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રિલિઝ કરવામાં આવી. તેણે દિવાળીનો સમય પસંદ કર્યો અને આ ફિલ્મ 9 નવેમ્બરના રોજ રીલિઝ થઈ. પરંતુ દર્શકોને આ ફિલ્મ પસંદ નથી આવી રહી. તો ચાલો એ પાંચ કારણો જેના કારણે લોકોને ફિલ્મ પસંદ નથી આવી રહી.

1) અપેક્ષા કરતા ઓછું

image source

લક્ષ્મી ફિલ્મ દક્ષિણ ભારતની ફિલ્મ ‘કંચના’ ની હિન્દી રિમેક છે. ‘કંચના’ ના ડબ વર્ઝનને પ્રેક્ષકોએ ઘણી વાર જોયું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ‘લક્ષ્મી’ તે ફિલ્મ કરતાં અલગ હશે, પરંતુ તે તેના કરતા ઓછી સાબિત થઈ.

2) મનોરંજનની ઉણપ

image source

લક્ષ્મીને હોરર પ્લસ કોમેડી ફિલ્મ તરીકે બતાવવામાં આવી, પરંતુ ફિલ્મના કોમેડી દ્રશ્યો એવા છે જેને જોઈને હસી નથી આવતી. હોરર દ્રશ્યો જોઈને ડર નથી લાગતો. મનોરંજનના પ્રમાણમાં આ ફિલ્મ બેકાર છે. ખાસ કરીને પ્રથમ કલાકતો બિલકુલ મનોરંજક નથી. આ ફિલ્મ અક્ષયના કરિયરમાં કોમેડી ફિલ્મના નામ પર કલંક સાબિત થઈ રહી છે. વાસ્તવમાં પ્રોડ્યુસર્સને ‘કબીર સિંહ’ બાદ એવું લાગી રહ્યું હતું કે સાઉથની રીમેકને દર વખતે જેમ છે તેવી જ રીતે ડિરેક્ટર પાસે બનાવવામાં આવે તો દર્શકો તેને એટલો જ પ્રેમ આપશે. આ થિયરી ખોટી સાબિત થઈ છે. રાઘવ લોરેન્સની સાઉથની મૂવી ‘કાંચના’ દર્શકોને પસંદ આવી હતી, પરંતુ હિંદી દર્શકોને ‘લક્ષ્મી’ ફિલ્મ પસંદ આવી નહીં.

3) ઉતાવળ

image source

લાગે છે કે આ ફિલ્મ ઉતાવળમાં બનાવવામાં આવી છે. પાત્રોને યોગ્ય રીતે ડેવલપ નથી કરવામાં આવ્યા જેથી તે પ્રેક્ષકો સાથે કનેક્ટ થઈ શકે.

4) લોજીક કામ ન આવ્યું

image source

ફિલ્મ કેટલીકવાર અતાર્કિક અને અવૈજ્ઞાનિક લાગવા લાગે છે. સ્વીકાર્યું કે, માની લઈએ કે આવી ફિલ્મોમાં લોજીકની વાત ન કરવી જોઈએ પરંતુ દર્શકોને એટલા પણ બેવકુફ ન બનાવવા જોઈએ.

5) ઓવરએક્ટિંગ

image source

ફિલ્મમાં ઘણા સારા કલાકારો છે, પરંતુ દિગ્દર્શક રાઘવ લોરેન્સે તેમની પાસે ઓવર એક્ટિંગ કરાવી છે. અક્ષય કુમાર પોતે પણ ઘણી વખત આનો ભોગ બન્યો છે. પ્રેક્ષકોને આ તમાશો ન ગમ્યો. આ 5 કારણોના કારણે ફિલ્મ લક્ષ્મી દર્શકોને પસંદ ન આવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત