હિના ખાનથી લઇને આ અભિનેત્રીઓ ખૂબ જ નાની ઉંમર બની હતી વહુ, જેમાં એકની તો ઉંમર ફક્ત 12 વર્ષની જ હતી

ટીવીની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમને ખૂબ જ નાની ઉંમરમાં વહુનું પાત્ર ભજવીને દર્શકોને ચોંકાવી દીધા હતા. ટીવી જગતની આ અભિનેત્રીઓ એક્ટિંગ, લુકસ અને કમાણી દરેક બાબતમાં બૉલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે. ટીવી ઇન્ડસ્ટ્રી હવે ખૂબ મોટી થઈ ગઈ છે એટલે હવે અહીંયા ખૂબ જ નાની ઉંમરના કલાકારો મોટા મોટા રોલ પ્લે કરે છે અને નામ અને પૈસા બંને કમાય છે આજે  અમે તમને જણાવીશું એવી જ કેટલીમ ટીવી અભિનેત્રીઓ વિશે જેમને ખૂબ જ નાની ઉંમરમાં વહુનો રોલ કરીને દર્શકોનું દિલ જીતી લીધું હતું

.1) અવિકા ગૌર.

image source

બાળ વિવાહ પર આધારિત ખૂબ જ લોકપ્રિય સિરિયલ બાલિકા વધુમાં આનંદી એટલે કે અવિકા ગોરને કોણ નથી ઓળખતું. અવિકા ગોરે બાલિકા વધુ સીરિયલમાં ગજબનો અભિનય કર્યો છે એ પછી સાસુરાલ સીમર કા સીરિયલમાં અવિકાએ જ્યારે રોલીનું પાત્ર ભજવ્યું ત્યારે પણ એમની ઉંમર ફક્ત 15 વર્ષની જ હતી અને આ સીરિયલમાં અવિકાનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો. એ પછી અવિકાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે

2) મહિમા મકવાના.

image source

સપને સુહાને લડકપન કે સીરિયલના રચનાનું પાત્ર નિભાવી ચુકેલી મહિમા મકવાનાની એક્ટિંગ દર્શકોને ખૂબ જ ગમી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મહિમા જ્યારે આ સીરિયલમાં એક વહુનું પાત્ર ભજવી રહી હતી ત્યારે એમની ઉંમર ફ્લર્ટ 13 વર્ષની જ હતી.

3) કાંચી સિંહ.

image source

ટીવી જગતની ઓછી ઉંમરમાં વધુ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રીઓના લિસ્ટમાં કાંચી સિંહનું નામ પણ સામેલ છે. કાંચી સિંહે ફક્ત 16 વર્ષની ઉંમરમાં સિરિયલ ઓર પ્યાર હો ગયામાં અવનીનું પાત્ર ભજવ્યું હતું. કાંચી સિંહે યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિરિયલ સિવાય અન્ય ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.

4) સારા ખાન.

Sara Khan
image source

બીદાઈ સીરિયલમાં ભોળીભાળી સાધનાનું પાત્ર ભજવનારી સારા ખાને જ્યારે આ સીરિયલમાં સાધના વહુનું પાત્ર ભજવવાનું શરૂ કર્યું હતું એ સમયે સારાની ઉંમર ફક્ત 17 વર્ષની હતી.

5) હિના ખાન

image source

ટીવીની સૌથી પોપ્યુલર વહુ હિના ખાન જ્યારે યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા અક્ષરાનું પાત્ર નિભાવ્યું હતું એ સમયે હીનની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. આ સિરિયલ લોકોને એટલી ગમી લે વર્ષોના વર્ષ દર્શકો એને જોતા રહ્યા અને એની સાથે સાથે હિના ખાનની લોકપ્રિયતા પણ વધતી ગઈ.

6) શિવશક્તિ સચદેવ.

image source

સબકી લાડલી બેબો સીરિયલમાં બેબોનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લાડલી બની ગયેલી શિવશક્તિ સચદેવે જ્યારે આ સીરિયલમાં વહુનું પાત્ર ભજવ્યું હતું એ સમયે એમની ઉંમર ફક્ત 19 વર્ષની હતી. એ પછી શિવશક્તિ સચદેવે ઘણા ટીવી શોમાં કામ કર્યું.

7) ક્રિસ્ટલ ડીસુઝા.

image source

એક હજારો મેં મેરી બહેના હે સીરિયલમાં મોટી બહેન જીવિકાનું પાત્ર ભજવનારી ક્રિસ્ટલ ડીસુઝાએ જ્યારે એ સીરિયલમાં એક સીધીસાદી વહુનું પાત્ર ભજવ્યું હતું તો એ સમયે એમની ઉંમર ફક્ત 19 વર્ષની હતી.

8) પ્રત્યુશા બેનર્જી.

image source

બાલિકા વધુ સિરિયલની પહેલી મોટી આનંદી એટલે કે પ્રત્યુશા બેનર્જીને જ્યારે આ રોલ માટે સિલેક્ટ કરવામાંઆવી ત્યારે એમની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. આ રોલ પછી પ્રત્યુશા બેનર્જી ઘર ઘરમાં જાણીતી થઈ ગઈ હતી.