રુસના ડોકટરે આપી ચેતવણી, બ્લેક ડેથ નામની મહામારી ફેલાઈ શકે છે.

રુષની એક મોટી ડોકટરે ચેતવણી આપી છે કે જો લોકો વધતા ગ્લોબલ વોર્મિંગને ઓછું નહિ કરે તો દુનિયામાં બ્યુબોનીક પ્લેગનું જોખમ વધી જશે. આ બીમારીએ પહેલા પણ આખી દુનિયામાં લાખો લોકોને માર્યા છે. એ જીવલેણ બીમારીનો દુનિયા પર ત્રણ વાર હુમલો થઈ ચુક્યો છે. પહેલીવાર એનાથી 5 કરોડ, બીજી વાર યુરોપની ત્રીજા ભાગની વસ્તી અને ત્રીજીવાર 80 હજાર લોકોનો જીવ લીધો હતો. એને બ્લેક ડેથ કે કાળી મોત પણ કહે છે.

image source

રુસની મોટી ડોકટર અન્ના પોપોવાએ કહ્યું કે બ્યુબોનીક પ્લેગના પરત ફરવાની શક્યતાઓ એટલે વધુ છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રુસ, ચીન અને અમેરિકામાં બ્લેક ડેથના કેસ સામે આવ્યા છે. ડૉ. અન્ના પોપોવાએ કહ્યું કે એનું ભયાનક રૂપ આફ્રિકામાં જોવા મળી શકે છે કારણ કે ત્યાં એના ફેલાવવાની શકયતાઓ ઘણી વધારે છે.

ડૉ, અન્ના પોપોવાએ કહ્યું કે પર્યાવરણમાં સતત થઈ રહેલા પરિવર્તનમાં કારણે જળવાયું પરિવર્તન થઈ રહ્યું છે. વૈશ્વિક ગરમી વધી રહી છે. એ કારણે ઓછી થયેલી બીમારીઓ જેવી કે બ્યુબોનીક પ્લેગ ફરી એકવાર એનું માથું ઉચકી શકે છે. અમને ખબર છે કે બ્લેક ડેથના કેસ દર વર્ષે દુનિયાના અલગ અલગ ભાગમાં સામે આવી રહ્યા છે, સતત એમની સંખ્યા વધી રહી છે કારણ કે એ બીમારી ફેલાવનારી માખીઓની સંખ્યા વધી ગઈ છે.

image source

બ્યુબોનીક પ્લેગ જે બેક્ટેરિયાના કારણે થાય છે એનું નામ યરસિનિયા પેસ્ટિસ બેક્ટેરિયમ છે. આ બેક્ટેરિયા શરીરના લિંક નોડ્સ, લોહી અને ફેફસા પર હુમલો કરે છે. એનાથી આંગળીઓ કાળી થઈને સડવા લાગે છે. નાકની પણ એવી જ સ્થિતિ થાય છે. બ્યુબોનીક પ્લેકને ગિલ્ટીવાળો પ્લેગ પણ કહેવામાં આવે છે. એનાથી શરીરમાં અસહનીય દુખાવો, અને તાવ આવે છે. નસો ઝડપથી ચાલવા લાગે છે.

બે ત્રણ દિવસમાં ગાંઠો પડવા લાગે છે. 14 દિવસમાં આ ગાંઠો પાકી જાય છે. એ પછી શરીરમાં જે દુખાવો થાય છે એ અંતહીન હોય છે. બ્યુબોનીક પ્લેગ સૌથી પહેલા જંગલી ઉંદરોને થાય છે. ઉંદર મર્યા પછી આ પ્લેગના બેક્ટેરિયા વંદા દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે. એ પછી જ્યારે વંદા માણસોને કરડે છે તો સંક્રામક લિકવિડ માણસોના લોહીમાં છોડી દે છે. બસ એ પછી માણસ સંક્રમિત થવા લાગે છે. ઉંદરના મરવાનું શરૂ થાય એના બે ત્રણ અઠવાડિયા પછી માણસોમાં પ્લેગ ફેલાય છે.

image soure

દુનિયાભરમાં 2010 અને 2015 ની વચ્ચે બ્યુબોનિક પ્લેગના લગભગ 3248 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 584 લોકોના મોત થયા છે. આ વર્ષોમાં મોટાભાગના કેસ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, મેડાગાસ્કર, પેરુમાં આવ્યા છે. અગાઉ 1970 થી 1980 સુધી આ રોગ ચીન, ભારત, રશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ અમેરિકાના દેશોમાં જોવા મળ્યો છે.

બ્યુબોનિક પ્લેગને જ છઠ્ઠી અને આઠમી સદીમાં જસ્ટિનિયન પ્લેગ નામ આપવામાં આવ્યું હતું. આ બિમારીએ તે સમયે સમગ્ર વિશ્વમાં આશરે 2.5 થી 5 કરોડ લોકો માર્યા ગયા હતા. 1347 માં વિશ્વ પર બ્યુબોનિક પ્લેગનો બીજો હુમલો થયો. પછી તેને બ્લેક ડેથ નામ આપવામાં આવ્યું. આ સમય દરમિયાન તેણે યુરોપની વસ્તીના ત્રીજા ભાગને ખતમ કરી દીધો હતો.

image source

બ્યુબોનિક પ્લેગનો ત્રીજો હુમલો 1894 ની આસપાસ વિશ્વ પર થયો હતો. પછી તે 80 હજાર લોકો માર્યા ગયા. તેની સૌથી વધુ અસર હોંગકોંગની આસપાસ જોવા મળી હતી. 1994 માં, ભારતના પાંચ રાજ્યોમાં બ્યુબોનિક પ્લેગના લગભગ 700 કેસ નોંધાયા હતા. તેમાંથી 52 લોકોના મોત થયા હતા. બ્લેક ડેથનું કારણ બનેલું બેક્ટેરિયમ યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયમ 5000 વર્ષથી વધુ જૂનું છે

બ્લેક ડેથ બેક્ટેરિયાનું વંશવૃક્ષ 7000 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. પરંતુ તે પાંચ હજાર વર્ષ છે કે સાત હજાર વર્ષ છે તેના પર વિવાદ છે. તાજેતરમાં, વૈજ્ઞાનિકોએ લાતવિયામાં રિન્નુકાલન્સ નામના વિસ્તારમાં એક શિકારીની ખોપરી શોધી કાઢી હતી. જેને RV2039 નામ આપવામાં આવ્યું હતું. તેના હાડપિંજરમાં યર્સિનિયા પેસ્ટિસની હાજરી ઘણી વધારે હતી. તે યર્સિનિયા સ્યુડોટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયાનો વંશજ હતો.

image source

હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ બેક્ટેરિયાએ આ ખોપરીઓ એટલે કે તે સમયના માનવોને કેવી રીતે ચેપ લગાડ્યો. વૈજ્ઞાનિકો જાણે છે કે શિકારીના મૃત્યુ સમયે તેના લોહીમાં આ બેક્ટેરિયાનું પ્રમાણ ઘણું વધારે હતું. તો તે પણ જાણવા મળ્યું હતું કે તેના પૂર્વજ બેક્ટેરિયા એટલા જીવલેણ અને ઘાતક નથી. આ જીવાણુનું આનુવંશિક વિશ્લેષણ દર્શાવે છે કે તે તેના જનીનોને ઉંદરો દ્વારા નાની માખીઓ દ્વારા અને ઉંદરોના કરડવાથી મનુષ્યોમાં પ્રસારિત કરે છે.હવે ઉંદર બધાને નથી કરડતા એટલે 5000 વર્ષ પહેલાં એ એટલો નહોતો ફેલાયો.

ડો. અન્ના પોપોવાએ જણાવ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન, આ રોગના કેસ ચીન, મંગોલિયા અને રશિયાના કેટલાક ભાગોમાં નોંધાયા હતા, પરંતુ તે ટૂંક સમયમાં નિયંત્રણમાં આવી ગયા હતા. સાઇબિરીયાની સરહદે આવેલા તુવા અને અલ્તાઇમાં હજારો લોકોને બ્યુબોનિક પ્લેગથી બચાવવા માટે રસી આપવામાં આવી હતી. અલ્તાઇમાં, આ રોગ 60 વર્ષ પછી નોંધાયો હતો

image source

ઇતિહાસકારો માને છે કે પ્લેગ અને અન્ય કુખ્યાત ચેપી રોગો કાળા સમુદ્રની આસપાસના પ્રાચીન નગરોમાંથી મનુષ્યોમાં ફેલાવા લાગ્યો હતો. કારણ કે ત્યાં માનવ વસાહતોની ઘનતા વધારે હતી. પશુઓનો ઉછેર વધુ હતો, તેમજ મનુષ્ય ખેતી વગેરે કરતા હતા. જ્યારે પ્રાચીન શહેરોમાં પ્રાણીઓથી સંબંધિત રોગો એટલે કે ઝૂનોટિક રોગો ઉત્પન્ન થયા હતા. આ રોગો પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાયા હતા.

યર્સિનિયા પેસ્ટિસના અભ્યાસે સ્પષ્ટ કર્યું છે કે તેના પૂર્વજોના બેક્ટેરિયા એટલા ચેપી અને જીવલેણ નહોતા જેટલા તે હતા. નિયોલિથિક યુગમાં, પશ્ચિમ યુરોપના આવા બેક્ટેરિયાને કારણે વસ્તીમાં મોટો ઘટાડો થયો હતો.