શું કુંડળીમા છે કાળસર્પ દોષ? તો સોમવારે આ નાનકડું કામ કરીને મેળવો આમાંથી મુક્તિ, જીવન બની જશે ધન્ય

મિત્રો, આપણા પંચાગ મુજબ ૧૫ તારીખના રોજ ફાગણ માસની શુક્લપક્ષની બીજની તિથી આવે છે. આ દિવસ દરમિયાન ચંદ્રમા એ મીન રાશિમા રહેશે તેમજ નક્ષત્ર એ રેવતીમા રહેશે. સોમવારના રોજ અભિજિત મુહુર્તમા મહાદેવની પૂજા કરવામા આવે તો આપણને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

image source

જે લોકોની કુંડળીમા કાળસર્પ દોષનો યોગ સર્જાઈ રહ્યો છે, તે લોકો માટે આજનો દિવસ ખુબ જ લાભદાયી થશે, આ લોકોને આવનાર સમયમા વિશેષ ફળની પ્રાપ્તિ થશે. આપણા જ્યોતિષશાસ્ત્ર મુજબ કાલસર્પ યોગને કોઈપણ વ્યક્તિ માટે અશુભ માનવામા આવે છે. જ્યારે પણ રાહુ અને કેતુની વચ્ચે બધા જ ગ્રહો આવે છે ત્યારે કોઈપણ વ્યક્તિની કુંડળીમા કાલસર્પ યોગનુ નિર્માણ થાય છે.

image source

જે કોઈપણ વ્યક્તિની કુંડળીમા આ કાલસર્પ નામનો યોગ સર્જાયેલો જોવા મળી રહ્યો હોય તો તેમણે દરેક નાની-માોટી વસ્તુ મેળવવા માટે ખૂબ જ વધારે પડતો સંઘર્ષ કરવો પડે છે. આ જાતકોને સરળતાથી કઇ જ મળતુ નથી. તેમના દરેક કાર્યમા કોઈ ને કોઈ વિઘ્ન આવીને ઉભુ રહી જાય છે.

image source

કાર્યક્ષેત્ર અથવા તો વ્યવસાય ક્ષેત્રે આપણે વધારે પડતા મોટા ચઢાવ-ઉતારનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેના લીધે માનસિક તણાવની સ્થિતિ પણ હંમેશા માટે યથાવત રહે છે. જો કોઈપણ વ્યક્તિમા આ પ્રકારનો દોષ જોવા મળે છે. તો તે વ્યક્તિ ખૂબ જ વધારે પડતો પરિશ્રમી હોય છે.

image source

આ વ્યક્તિ ક્યારેય પણ હિંમત નથી હારતી. આ પ્રકારનો યોગ એકાએક શુભ ફળની પ્રાપ્તિ પણ કરાવે છે. કાલસર્પ યોગના નિવારણ માટે જો તમે અમુક વિશેષ પ્રકારની પૂજા વિધિવિધાન પૂર્વક કરો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ સરળતાથી થઇ રહે છે. આ સિવાય સોમવારના દિવસે મહાદેવની પૂજા કરવી પણ ખુબ જ લાભદાયક સાબિત થઇ શકે છે.

image source

જો તમે શિવપૂજા કરો તો તમારો કાલસર્પ દોષ શાંત થાય છે. સોમવારના રોજ પ્રભુ મહાદેવના દર્શન કરો. નિયમિત વહેલી સવારે સ્નાન કરીને દૈનિક કાર્ય પૂર્ણ કરીને મહાદેવની પૂજાનો આરંભ કરો. ભગવાન મહાદેવને જલાભિષેક કરો અને ત્યારબાદ ભગવાન મહાદેવને પ્રિય વસ્તુ અર્પણ કરો. આ સિવાય સોમવારના દિવસે ઓમ નમ: સિવાય પંચાક્ષરી મંત્રનો મંત્રોચ્ચાર કરો તો તે પણ તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ