ટાલ પર ફરીથી ઉગાડવા હોય વાળ તો અજમાવો ક્યારેય ફેલ ન થતો આ નુસખો, જાણો અને અજમાવો તમે પણ

વાતાવરણના પ્રદૂષણ અને આધુનિક જીવનશૈલીના કારણે શરીરમાં પણ કેટલાક ફેરફાર થયેલા જોવા મળે છે. આ ફેરફારની અસર સૌથી વધારે ત્વચા અને વાળ પર થતી હોય છે. તેમાં પણ જો વાળ ખરવાની શરૂઆત થઈ જાય તો થોડા જ મહિનામાં માથા પર ટાલ દેખાવા લાગે છે. એકવાર માથા પર ટાલ પડી જાય પછી તેના પર વાળ ઉગતા નથી તેવી ફરિયાદ લોકોને રહે છે. પરંતુ એવું નથી કે ટાલ પર ફરીથી વાળ ન ઉગી શકે.

image source

ટાલ પર વાળ ઉગાડવા પણ શક્ય છે. થાઈલેન્ડના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે, તેમને એવી દવા મળી ગઈ છે કે માથા પરની ટાલના સ્થાને ફરી વાળ ઉગાડી ટાલિયાપણાથી મુક્તિ અપાવી શકાશે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કેસ મૈંગ્રોવ વૃક્ષોમાંથી મળેલા અર્કથી ટાલિયાપણાની સારવાર કરી શકાય છે. વૈજ્ઞાનિકોએ 50 લોકો પર કરેલા ક્લિનિકલ ટ્રાયલમાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો કરાયો છે. મૈંગ્રોવના છોડ સમુદ્ર કિનારે ઉગતા હોય છે.

મૈંગ્રોવના અર્કથી બની દવા

image source

મૈંગ્રોવના અર્કને એવિસેનિયા મારિનના નામથી ઓળખવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રાસાયણિક એવિસેક્વિનન-સી હોય છે. આ એક્ટિવ કમ્પાઉન્ડ એન્જાઈમો સાથે પ્રોસેસ કરી વાળને ખરતા અટકાવ શકાય છે. આ સાથે ટાલિયાપણા માટે જવાબદાર હોર્મોનના સ્તરને પણ ઓછું કરી શકાય છે. શોધકર્તાઓને આશા છે કે, તેમના અભ્યાસને ધ્યાનમાં રાખી ટાલિયાપણાથી પીડિતા લોકોને ફરી વાળ ઉગાડવામાં મદદ મળશે.

રિસર્ચમાં જોવા મળી સકારાત્મક અસર

image source

વૈજ્ઞાનિકોની ટીમે 50 લોકો પર તેમણે તૈયાર કરેલા અર્કની ટ્રાયલ કરી અને તેમાં સફળતા મળતા વોલેન્ટિયર્સના વાળ ખરતા અટક્યા હતા અને નવા વાળ ઉગવામાં મદદ મળે છે તેવું પણ સામે આવ્યું. થાઈલેન્ડના ચુલલૉન્ગકોર્ન યુનિ.ના વૈજ્ઞાનિક એવિસેક્વિનન-સી પર વર્ષોથી રિસર્ચ કરી રહ્યાં છે. તેમને તાજેતરમાં જ એક રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

લોકોના માથા પર આવ્યા નવા વાળ

image source

ટાલિયાપણાથી પીડાતા 50 પુરુષ અને મહિલાઓ પર થયેલી ટ્રાયલમાં લોકોને આ અર્કથી બનેલા લેપને રોજ માથા પર લગાવવા માટે સૂચના આપવામા આવી હતી. થાઈ રિસર્ચ ટીમે નિયમિત રીતે 50 લોકોના માથાની તસવીરો લીધી હતી. જે પછી વોલેન્ટિયર્સના માથા પર વાળ ઉગ્યા હોવાનું સામે આવ્યું. યુનિ.ના ફાર્માકોગ્નૉસી એન્ડ ફાર્માસ્યુટિકલ બૉટનીના પ્રોફેસર વાંચાઈએ જણાવ્યું કે, ‘વાળને ખરતા અટકાવતો આ પદાર્થ વાળના ગ્રોથ માટે પણ કામ કરે છે. એક ખાનગી કંપની સાથે તેના કોમર્શિયલ ઉત્પાદન માટે ટેક્નિકલ પેટન્ટ પણ કરાવી લેવામાં આવ્યું છે. જેના કારણે આગામી 6 મહિનામાં આ દવા માર્કેટમાં જોવા મળી શકે છે.’

આ ઉપરાંત દેશી નુસ્ખાઓ: – એક ચમચી મીઠું, કાળી મરી એક-એક ચમચી લેવા અને તેમાં પાંચ ચમચી જેટલું નાળિયેરનું તેલ ઉમેરી ટાલ પર લગાડવાથી નવા વાળ ઝડપથી આવે છે.

image source

– વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.

– સફેદ ખારો 20 ગ્રામ લઈ તેને લીંબુના રસમાં વાટી લેવો. આ મિશ્રણને ટાલના ભાગે લગાવી બે કલાક પછી માથુ ધોઈ નારિયળનું તેલ લગાવી લેવું. આ સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.

-અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે તેની પેસ્ટ કરી અને માથામાં લગાવી લો. આ પેસ્ટનો ઉપયોગ પણ રાત્રે કરવો.

-દાડમનાં પાનને પાણી ઉમેરી અને વાટી લેવા. આ લેપને ટાલના ભાગમાં લગાવી દેવી. રાત્રે હેરકેપ પહેરીને સુઈ જવું. નિયમિત રીતે આ ઉપાય કરવાથી ટાલિયાપણું દુર થઈ જશે.

– જટામાસીના મૂળને નારિયેળના તેલમાં ઉકાળી ઠંડુ કરી લેવું. આ તેલથી રોજ સૂતાં પહેલાં માથામાં માલિસ કરવી.

image source

– કરેણના ઝાડની કુમળી પાંદડીઓને વાટી તેનો રસ કાઢી લેવો. આ રસમાં થોડું દૂધ ઉમેરી ટાલ પર લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત