ભારતમાં રોજગારી અંગે થયેલા સર્વેમા ચોંકાવનારો ખુલાસો, બીજી લહેરમાં 1 કરોડથી વધુ લોકો બન્યા નિરાધાર!

કોરોના વાયરસે દુનિયાભરમા હાહાકાર મચાવ્યુ છે. આ સમયે વાયરસ પર કાબુ કરવા માટે લોકડાઉન જેવા પગલા લેવાની ફરજ પડી હતી. વાયરસના કારણે લોકો માત્ર શરીરથી જ નહી પણ આર્થિક રીતે પણ સંક્ડામણમા મુકાયા હતા. સતત કામ ધંધા બંધ રહેતા લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. કોરોનાની બીજી લહેર દરમિયાન યુવાન અને વૃદ્ધ કર્મચારીઓએ સૌથી વધુ બેકારીના સંકટનો સામનો કરવો પડ્યો છે.

image source

આ બે વય જૂથોના લોકોએ બીજી લહેરમાં સૌથી વધુ નોકરીઓ ગુમાવી દીધી છે. હાલમા આ અંગે ફોર્ચ્યુન 500 કંપનીના એક સર્વેમાં આ માહિતી બહાર આવી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી દ્વારા મે મહિનામાં એવો અંદાજ લગાવ્યો હતો કે રોગચાળાની બીજી લહેરથી 10 મિલિયનથી વધુ ભારતીયો બેરોજગાર થઈ ગયા છે જે ચિંતાના સમાચાર છે. બેરોજગારીનો દર છેલ્લા 12 મહિનાથી 12 ટકા સુધી પહોંચી ગયો છે.

image source

મળતી માહિતી મુજબ આ સર્વે આ વર્ષે એપ્રિલમાં કરવામાં આવ્યો હતો જેમાં ભારતમાં 2,000 લોકોએ ભાગ લીધો હતો. 55 વર્ષથી વધુ વયના 6% લોકોએ કાયમી ધોરણે નોકરી ગુમાવી દીધી હતી. નાણાકીય ટેકનોલોજી કંપની એફઆઈએસ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર 24 વર્ષથી ઓછી વયના લોકોમાં નોકરીની છોડ્યાનુ પ્રમાણ એક વર્ષ અગાઉના સમયગાળામાં જે 10 ટકાથી હતુ તે વધીને 11 ટકા થયું છે. સર્વેમાં જણાવાયું છે કે યુવા અને વૃદ્ધ કામદારોને બાદ કરતાં તમામ મધ્યમ વય જૂથોના લોકોમા આગલા વર્ષ કરતા વર્ષ 2021માં કાયમી રોજગાર ગુમાવવાના પ્રમાણમાં ઘટાડો થયો હતો.

image source

આ સર્વેના અહેવાલમાં જણાવ્યા અનુસાર કાયમી નોકરી ગુમાવવા સિવાય 18-24 વય જૂથના નવ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓએ કામચલાઉ નોકરી કરી રહ્યા છે. જે આંકડો ગયા વર્ષે 21 ટકા હતો. આ પછી જ્યારે 55 વર્ષથી વધુ વય જૂથની સરખામણી કરવામા આવી ત્યારે ગયા વર્ષના 13 ટકાની તુલનામાં 7 ટકા પહોચ્યો છે. જાણવા મળ્યુ છે કે 18થી 24 વર્ષની વયના 38 ટકા લોકો છેલ્લા 12 મહિનામાં છેતરપિંડીનો સામનો કર્યો છે જ્યારે બીજી તરફ 25થી 29 વર્ષની વયના લોકોમાં આ પ્રમાણ 4૧ ટકા થઈ ગયેલ જોવા મળ્યુ છે.

image source

આ સાથે જ વાત કરીએ ગુજરાતની તો ગુજરાત સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં કોઇપણ પ્રકારની કટોકટી ઊભી ન થાય તે માટે રાજ્યના 20 સિનિયર સનદી અધિકારીઓની ટીમો બનાવી છે. આ તમામ ટીમ ગુરુવારથી જ કાર્યરત થઇ જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં આ તમામ અધિકારીઓને બોલાવીને તેમની જવાબદારી સમજાવી હતી.