સરકારે વાહન ચાલકોને આપી મોટી રાહત, Driving License, RC, ફિટનેસ સર્ટિફિકેટની તારીખ લંબાઈ

Driving License, RC, ફિટનેસ સર્ટિફિકેટને લઈને મોટર વ્હીકલ ડોક્યુમેન્ટની વેલિડિટીની તારીખમાં સરકારે ફરી એકવાર વધારો કર્યો છે. જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યા છે. Driving License, RC, ફિટનેસ સર્ટિફિકેટની તારીખને હવે નવા નિયમ અનુસાર સરકારે 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. આ પહેલા આ તમામ ડોક્યુમેન્ટની વેલિડિટી 30 જૂને પૂરી થઈ રહી હતી. સરકારના આ પગલાથી કરોડો લોકોને રાહત મળી છે.

30 સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે ડ્રાઈવિંગ લાયસન્સ અને RC

image source

સડક પરિવહન મંત્રાલયની તરફથી જાહેર આદેશ અનુસાર આ ડોક્યુમેન્ટ્સ જે 1 ફેબ્રુઆરી 2020 સુધી એક્સપાયર થયા હતા તેને અને જે 30 સપ્ટેમ્બર સુધી એક્સપાયર થવાના છે તેને લોકડાઉનને કારણે રીન્યૂ કરાવી શકાયા નથી તેને હવે સરકારના નવા આદેશ અનુસાર 30 સપ્ટેમ્બર સુધી વેલિડ માનવામાં આવશે. મંત્રાલયની તરફથી સંબંધિત વિભાગો વિશે આદેશ જાહેર કરાયા છે.

image source

તેમને કહેવાયું છે કે તેનાથી નાહરિકોને ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓમાં કોઈ પણ તકલીફ થશે નહીં. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહેવાયું છે કે તેઓ તરત આદેશથી આ નિયમ લાગી કરે જેથી ટ્રાન્સપોર્ટ અને અન્ય સંસ્થાઓ જે મુશ્કેલ સ્થિતિમાં કામ કરી રહી છે તેમને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે.

આ પહેલા પણ 6 વખત સરકારે વધારી છે વેલિડિટી

image source

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને જોતા સરકારે આ પહેલા પણ 6 વખત ડ્રાઈવિંગ લાયસન્સ, આરસી અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટની વેલિડિટીને વધારી છે. આ પહેલા પણ દરેક ડોક્યૂમેન્ટને 30 જૂન સુધી વેલિડ માનવાનું સરકારે કહ્યું હતું. તેની પહેલા 30 જૂન 2020, 9 જૂન 2020, ઓગસ્ટ 2020 અને 27 ડિસેમ્બર 2020, 26 માર્ચ 2021ના રોજ પણ સડક અને પરિવહન મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી હતી.

image source

સરકારનું કહેવું છે કે લોકડાઉનના પ્રતિબંધના કારણે જરૂરી સામાનનું ટ્રાન્સપોર્ટેશન અને ઉત્પાદન યોગ્ય રીતે ચાલતું રહે આ માટે પેપર્સની વેલિડિટીને વધારવામાં આવી છે. સરકારે આ વાતનું ધ્યાન રાખ્યું છે કે નાગરિકોને મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સના રીન્યુઅલમાં મુશ્કેલી આવી રહી છે તો સરકારે તેની લિમિટ વધારવાનો નિર્ણય લીધો છે.

યૂપીના અનેક શહેરોમાં નવા લાયસન્સ બનાવવાનું થયું શરૂ

image source

હાલમાં યૂપી સહિત અનેક રાજ્યોમાં ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કામ શરૂ થયુ છે. પણ ફક્ત નવા લાયસન્સ બની રહ્યા છે. લાયસન્સનું રીન્યુઅલ, લર્નિંગ લાયસન્સને લઈને રાહ જોવી પડી શકે છે. 30 જૂને એક્સપાયર થતા મોટર વ્હીકલ ડોક્યૂમેન્ટની સીમા વધીને 30 સપ્ટેમ્બર કરાઈ છે. સરકારનો આ નિર્ણય કરોડો લોકો માટે રાહતનું પગલું છે.