આ 3 મિત્રોની જોરદાર કહાની, UPSCમાં પાસ ન થયા તો આ પાકની ખેતી કરી, જોરદાર મહેનત કરીને હવે કરે છે લાખોનું ટર્નઓવર

આ એવા 3 મિત્રોની કહાની છે કે જે ભણવામાં ખુબ હોંશિયાર હતા અને વર્ષો સુધી UPSCની તૈયારી કરા રહ્યાં પણ સફળ ન થયા, પછી એવી ખેતી શરૂ કરી કે હવે વર્ષે 15 લાખની કમાણી કરી લે છે. લોકો આ 3 મિત્રોના દાખલા આપે છે અને એમાંથી પ્રેરણા લે છે. તો આવો વાત કરીએ આ ત્રણેય શખ્સની અનોખી કહાની વિશે. આ મિત્રો રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના રહેવાસી છે. તેમના નામ અભય બિશ્નોઈ, સંદીપ બિશ્નોઈ અને મનીષ બિશ્નોઈ છે. ભણતર વિશે વાત કરીએ તો અભય અને મનીષે એન્જિનિયરીંગ કર્યુ છે. જ્યારે સંદીપે એમસીએની ડિગ્રી લીધી છે. અભ્યાસ પૂરો કર્યા પછી ત્રણેયે વર્ષો સુધી UPSCની તૈયારી કરી, પરંતુ સફળતા ન મળી.

image source

આ પછી શરૂ થાય છે એક નવો જ તબક્કો અને પછી ત્રણેયે મળીને 2019માં મિલિટરી મશરૂમની ખેતી કરવાનું શરૂ કરી દીધું. હવે તેમણે ખુદની બ્રાન્ડ પણ તૈયાર કરી લીધી છે. દર મહિને 50થી 60 ઓર્ડર આવે છે. તેનાથી દર વર્ષે 15થી 20 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે. અભય વિશે વાત કરીએ તો તેમની ઉંમર 29 વર્ષની છે અને તે આ વિશે વાત કરતાં કહે છે કે એન્જિનિયરિંગ કર્યા પછી દિલ્હીમાં મને નોકરી મળી હતી, પરંતુ સેલેરી ઓછી હતી અને ગ્રોથની સંભાવના પણ ઓછી દેખાતી હકી. આથી હું રાજસ્થાન પરત ચાલ્યો ગયો અને સરકારી નોકરીની તૈયારી કરવા લાગ્યો.

image source

આગળ અભય વાત કરે છે કે એક-બે વાર પ્રી એક્ઝામ ક્વોલિફાઈ પણ કરી, પરંતુ આગળ કંઈ ખાસ ન કરી શક્યો. મને લાગ્યું કે ક્યાંક અમે સમય તો વેડફી રહ્યાં નથી. તેના પછી મેં કંઈ નવું કરવાનું વિચારવાનું શરૂ કર્યુ. આ દરમિયાન મને મિલિટરી મશરૂમ અંગે ખ્યાલ આવ્યો. જ્યારે ઈન્ટરનેટથી જાણકારી મેળવી તો ખ્યાલ આવ્યો કે એ ખૂબ મોંઘું વેચાય છે અને તેનાથી સારી કમાણી થઈ શકે છે. તેના પછી મેં સંદીપ અને મનીષ સાથે પણ આ વાત કરી આ આઈડિયા શેર કર્યો. તેમને પણ મારો વિચાર સારો લાગ્યો. તેના પછી 2018માં અમે નૈનિતાલની એક સંસ્થામાંથી મિલિટરી મશરૂમની ખેતીની ટ્રેનિંગ લીધી. અને માર્ચ 2019માં પોતાના ગામમાં જેબી કેપિટલ નામથી પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યુ.

image source

રૂપિયાના ખર્ચ વિશે વાત કરતાં તેણે કહ્યું કે લેબ તૈયાર કરવામાં લગભગ 10 લાખ રૂપિયા ખર્ચ થયા હતા. અત્યારે અમે દર વર્ષે 15થી 18 કિલો મશરૂમ તૈયાર કરી રહ્યા છે. માર્કેટિંગ માટે અમે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી. જેના માધ્યમથી લોકો ઓર્ડર કરે છે. તેના પછી અમે પેકેટ્સમાં તૈયાર કરીને મશરૂમ સપ્લાઈ કરીએ છીએ. રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ અમે અમારી પ્રોડક્ટ સપ્લાઈ કરીએ છીએ. ટૂંક સમયમાં અમે અમારૂં પોર્ટલ પણ લોન્ચ કરીશું અને એમેઝોન પર પણ પોતાની પ્રોડક્ટ લાવવાની છીએ.

image source

લેબ કઈ રીતે તૈયાર કરવી એના વિશે અભય કહે છે કે લેબને તૈયાર કરવા અને તેમાં જરૂરી પ્રોડક્ટને ખરીદવામાં ઓછામાં ઓછો 8 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. એકવાર લેબ તૈયાર થયા પછી તેની જાળવણીમાં થોડા પૈસા ખર્ચ થાય છે. તેના પછી વારો આવે છે મશરૂમ તૈયાર કરવાનો 1 કિલો મશરૂમ તૈયાર કરવામાં 70 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. જ્યારે બે લાખ રૂપિયાના દરે વેચી શકાય છે. એટલે કે પ્રતિ કિલો મશરૂમ સવા લાખ રૂપિયા સુધી કમાવી આપે છે.

image source

જો મિલિટરી મશરૂમના ફાયદાની વાત કરીએ તો તે હેલ્થ માટે ખૂબ લાભદાયી હોય છે. એ હાઈ એનર્જેટિક હોય છે. એથ્લેટ્સ અને જિમ કરનારા લોકો મોટાપાયે તેનો ઉપયોગ કરે છે. એ આપણા શરીર માટે એડિનોસિન ટ્રાઈફોસ્ફેટ(એટીપી) પ્રોડક્શનનો પણ મોટો સોર્સ છે. ડાયાબિટીસ, થાઈરોઈડ,અસ્થમા, ટ્યુમર જેવી અનેક બીમારીના ઈલાજમાં પણ તે લાભદાયી હોય છે. તેમાં મળી આવતા કોર્ડિસેપીન અને એડિનોસિન એલિમેન્ટ્સલ આપણી ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આ સાથે જ વાત કરીએ તો મિલિટરી મશરૂમ એક મેડિસિનલ પ્રોડક્ટ છે. એ પહાડી વિસ્તારોમાં કુદરતી રીતે મળી આવે છે.

image source

ભારત સિવાય પણ તે વિદેશમાં ખુબ ઉગાડવામાં આવે છે. ચીન, ભૂટાન, તિબેટ, થાઈલેન્ડ જેવા દેશોમાં તેની ખેતી થાય છે. તેને ‘કીડા જડી’ પણ કહે છે કેમ કે આ એક ખાસ પ્રકારના કીડા Cordycepsથી તૈયાર થાય છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)એ તેને રેડ લિસ્ટમાં રાખેલ છે. આથી હવે મોટા લેવલ પર તેને લેબમાં તૈયાર કરવામાં આવે છે. અભય તેના કલ્ચરને મલેશિયાથી મગાવે છે. એક બીજ પણ ખાસ વાત કે મિલિટરી મશરૂમ ઘણાખરા અંશે કેસર જેવું દેખાય છે. એક વ્યક્તિએ એક દિવસમાં 1 ગ્રામ મિલિટરી મશરૂમનું સેવન કરવું જોઈએ. તેના માટે સવારનો સમય સૌથી યોગ્ય હોય છે.

image source

કઈ રીતે તેનું સેવન કરવું એના વિશે જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ એક નાના વાસણમાં પાણી સાથે એક ગ્રામ મશરૂમ નાખીને તેને ઢાંકીને ઉકાળવાનું હોય છે. તેના પછી ઠંડું થયે મધની સાથે તેનું સેવન કરવું જોઈએ. ધ્યાન રાખવું કે એક ગ્રામથી વધુ માત્રાનું સેવન ન કરવું જોઈએ, કેમકે તેની બોડી પર નેગેટિવ અસર પણ થઈ શકે છે. કારણ કે તે સ્ટ્રોંગ હોવાના કારણે ધ્યાન રાખવું પડે છે. જો તમારે પણ તેની ખેતી કરવી હોય તો એ કોઈ મોટી વાત નથી. સહેલું જ છે. જો એના વિશે વાત કરવામાં આવે તો તેની ખેતી માટે કોઈ મોટા ખેતર કે પ્લોટની જરૂર નથી. 15X15ના રૂમમાં તેની ખેતી થઈ શકે છે. તેના માટે સૌપ્રથમ એક લેબ તૈયાર કરવાની રહે છે. જેમાં લાઈટ, ટેમ્પરેચર કંટ્રોલ, કાચની બરણી, ઓટો ક્લે, લેમિનાર ફ્લો, રોટરી શેકર જેવા ઉપકરણોની જરૂર પડે છે. આ ઉપકરણો પણ તમને માર્કેટમાંથી મળી જશે.

image source

પધ્ધતિ વિશે જો વાત કરીએ તો મિલિટરી મશરૂમ તૈયાર કરવા માટે સૌપ્રથમ કાચની જારમાં બ્રાઉન રાઈસ નાખીને 120 ડિગ્રી ટેમ્પરેચર પર ઓટો ક્લે કરવામાં આવે છે, જેથી તે બેક્ટેરિયા ફ્રી થઈ જાય. તેના પછી જારમાં એસ્ટ્રોડ, પેક્ટોન જેવા એલિમેન્ટસ મેળવીને Cordyceps Mushroomsના લિક્વિડ સ્ટ્રેનને નાખવામાં આવે છે. તેના પછી તેને લેમિનારની અંદર 12 કલાક માટે રાખવામાં આવે છે. જ્યાં યુવી લાઈટ લાગેલી હોય છે. તેના પછી જારને એક સપ્તાહ સુધી અંધારામાં રખાય છે. તેના પછી ફરીથી લાઈટમાં લાવવામાં આવે છે જેથી ફોટો સિન્થેસિસ થઈ શકે અને મશરૂમ ગ્રો કરી શકે. આ દરમિયાન તાપમાન 18થી 22 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ. સાથે જ 24 કલાક તેનું મોનિટરીંગ પણ આવશ્યક હોય છે. લગભગ ત્રણ મહિના પછી મિલિટરી મશરૂમ તૈયાર થઈ જાય છે.

image source

મશરૂમ કેસરની જેમ ભલે જથ્થામાં નાનું દેખાતું હોય પણ તેનો ભાવ પણ એમ જ ખુબ વધારે હોય છે. કહેવાય છે કે એક 400 ગ્રામની જારમાં 1.5-2 ગ્રામ મશરૂમનું ઉત્પાદન થાય છે. દેશમાં અનેક સંસ્થાઓ છે જ્યાં આની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ માટે સર્ટિફિકેટ અને ડિપ્લોમા લેવલના કોર્સ પણ કરાવવામાં આવી રહ્યાં છે. આ સાથે જ અનેક ખેડૂત વ્યક્તિગત રીતે પણ તેની ટ્રેનિંગ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!