સાંજના સમયે ભૂલથી પણ ન કરો આ 5 કામ નહિ તો ઘર બની જશે નર્ક

હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણ ને મહાપુરાણ કહેવામાં આવે છે. તેમાં સફળ અને સુખી જીવન જીવ્યા બાદ વ્યક્તિના મૃત્યુ પછી શરીરથી અલગ થયેલી આત્માની સફર વિશે પણ જણાવવામાં આવ્યું છે. તેમાં મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવાની રીતો જણાવવામાં આવી છે.

image source

આ ઉપરાંત તે વાતો પણ કહેવામાં આવી છે, જે જીવનમાં મુશ્કેલીઓ લાવે છે, પૈસાની તંગી લાવે છે. આજે આપણે તે કામો વિશે જાણીએ જેને કરવાના સમય વિશે ગરુડ પુરાણમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કારણ કે ખોટા સમયે તે કામ કરવાથી પરિવાર પર ઘણી મુશ્કેલીઓ આવે છે.

ખોટા સમયે આ કામ ન કરો :

રાત્રે નખ કાપવા :

ગરુડ પુરાણ મુજબ રાત્રે નખ ક્યારેય ન કાપવા જોઈએ. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. એવું કહેવાય છે કે રાત્રે માતા લક્ષ્મી ઘરોમાં નિવાસ કરવા આવે છે, આ સમયે તે ગંદકી કરવાથી તેઓ નારાજ થઇને ચાલ્યા જાય છે.

સાંજે તુલસી પર જળ ચડાવવું :

image source

ઘરમાં તુલસી નો છોડ હોવાથી અને દરરોજ સવારે તેને જળ ચડાવવાથી ઘણા વાસ્તુ દોષ દૂર થાય છે. પરંતુ સાંજે તુલસીજી ને જળ અર્પણ કરવું અનેક વાસ્તુ દોષોનું કારણ બને છે. સાંજે તુલસી ના છોડને સ્પર્શ કર્યા વગર માત્ર દીવો પ્રગટાવવો જોઈએ અને સંધ્યા વંદન કરવા જોઈએ.

આ દિવસોમાં ન કરો શેવિંગ-હેર કટિંગ :

મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ક્યારેય કાપવા ન જોઇએ કે શેવિંગ પણ ન કરવુ જોઈએ. આ કામો માટે રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર સારા દિવસો માનવામાં આવે છે.

સાંજના સમયે કોઇન દહીં-મીઠું ન આપો :

image source

સૂર્યાસ્ત પછી ક્યારેય કોઈને દહીં, છાશ જેવી ખાટી વસ્તુ ન આપો. રાત્રે મીઠું પણ ન આપવું જોઈએ. ગરુડ પુરાણ અનુસાર, સાંજે અથવા રાત્રે આ વસ્તુઓ આપવાથી લક્ષ્મીજી ઘરમાંથી ચાલ્યા જાય છે.

સૂર્યાસ્ત સમયે અને તેના પછી કચરો ન વાળો :

સૂર્યાસ્ત સમયે અને તે પછી ઘર ને ક્યારેય સાફ ન કરો. આમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. ઘરમાં કચરા-પોતા સાંજ પહેલા કરી લેવા જોઈએ.

ભોજન વચ્ચે ઉભા થવું :

image source

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે ખાતા સમયે કોઈએ ઉઠવું ન જોઈએ કારણકે, આમ કરવાથી દેવી અન્નપૂર્ણા નું અપમાન માનવામાં આવે છે. દેવી અન્નપૂર્ણા એ દેવી લક્ષ્મી નું એક સ્વરૂપ છે. જે લોકોને અધવચ્ચે જ ખોરાક છોડવાની ટેવ હોય છે. માતા લક્ષ્મી ક્યારેય તેમના ઘરે જાગતા નથી અને તેમનાથી ગુસ્સે થઈ જાય છે.