ખાલી પેટે જીરાનું પાણી પીવાથી થાય છે આટલા બધા લાભ, ખબર છે તમને?

જીરું કે હીરો: જીરુંના ફાયદાઓ, જાણો ખાલી પેટ જીરાંનું પાણી પીવાનાં ફાયદા.

જીરું સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જીરા પાણી બનાવવું પણ ખૂબ જ સરળ છે. એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખો અને તેને 10 મિનિટ સુધી બરાબર ઉકાળો. તે પછી, તેને સ્ટવ પરથી ઉતારી લો અને ઠંડુ થાય એટલે ગાળીને પી લો.

image source

* જીરાં ના પાણીમાં એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન અને ખનિજો હોય છે

* તે પાચનક્રિયામાં ફાયદાકારક છે અને તે બનાવવું પણ સરળ છે

* રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે અને સારી ઊંઘ પણ આવે છે.

જીરાંના પાણીના સ્વાસ્થ્યકારક લાભ:

જોઉં અમે તમને જણાવી રહ્યાં છીએ કે, અમારી પાસે એક એવી જાદુઈ લાકડી છે, જે જીમ ગયા વગર અથવા કસરત કર્યા વિના તમારું વજન ઝડપથી ઘટાડશે. અને તે તમને કોઈ પૈસા પણ ખર્ચ કરાવશે નહીં. ચોક્કસ તમે એવું વિચારશો કે આ વાત મજાક છે, પરંતુ હકીકતમાં આવું નથી. આ કામમાં તમને મદદ કરશે, રસોડામાં વપરાતું જીરું. હા, જીરાનું પાણી કોઈ સામાન્ય પાણી નથી પણ એક પ્રકારનું જાદુઈ પાણી છે. જીરાનું પાણી માત્ર વજન જ ઘટાડતું નથી, પરંતુ સંપૂર્ણ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ પાણી બનાવવું પણ ખૂબ જ સરળ છે.

image source

એક ગ્લાસ પાણીમાં બે ચમચી જીરું નાખો અને તેને 10 મિનિટ સુધી બરાબર ઉકાળો. તે પછી, તેને સ્ટવ પરથી ઉતારો અને તેને ઠંડુ કર્યા પછી ગાળીને પી લો. આપણામાંના મોટા ભાગના લોકો વજન ઘટાડવા માટે દરરોજ સવારે જીમમાં જવા ઉઠે છે તે કોઈ ભારે કામથી ઓછું તો હોતું જ નથી. વધતા જતા વજનને કારણે, તમે તમારા મનપસંદ કપડાં પણ ક્યારેક પહેરી શકતા નથી. ન તો તમારી પાસે સવારના કામની વ્યસ્તતાના સમયે જીમમાં જવાનો સમય હોય છે કે ન તો કસરત માટેનો ફુરસતનો સમય. આ કિસ્સામાં, જીરાનું પાણી વજન ઘટાડવા માટે નો એક માત્ર સૌથી અસરકારક માર્ગ છે.

ચાલો આપણે જાણીએ કે જીરાનું પાણી તેનો જાદુ બતાવીને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?

પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદગાર:-

image source

જીરાનાં પાણીમાં એન્ટીઑકિસડન્ટ્સ, વિટામિન અને ખનિજો સામેલ છે અને તે પાચનક્રિયામાં ફાયદાકારક છે. આ ડાઈજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેને પીવાથી ઉલટી, ઝાડા, સવારની અશક્તિ, ગેસ અને કબજીયાતથી રાહત મળે છે. જીરાનું પાણી શરીરમાં ઉત્સેચકો ઉત્પન્ન કરે છે જે કાર્બોહાઈડ્રેટ, ચરબી અને ગ્લુકોઝને તોડી નાખે છે અને પાચનક્રિયામાં મદદ કરે છે.

એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર:-

image source

જીરાંમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ્સ હોય છે, જે શરીરમાં એકઠા થતા ઝેરી પદાર્થોને બહારની તરફ ફેંકવાનું કામ કરે છે. આ દ્વારા, શરીરના આંતરિક અવયવો વધુ સારું કાર્ય કરે છે. જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે આ પાણી પીવાથી યકૃતમાં પિત્તનું ઉત્પાદન વધે છે, જેથી તમને એસિડિટી અને ગેસથી રાહત મળે છે. પિત્ત એ એક એવો તરલ પ્રવાહી પદાર્થ છે જે પિત્તાશય દ્વારા ઉત્પાદિત થાય છે. તે શરીરની ચરબી પચાવવાનું કામ કરે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો:-

image source

જીરાનું પાણી આયર્નનો ખૂબ સારો સ્રોત છે. ઇમ્યુન સિસ્ટમ માત્ર આયર્નની હાજરીમાં જ સારી રીતે કાર્ય કરે છે. એટલું જ નહીં, પરંતુ જીરાનાં પાણીમાં વિટામિન એ અને વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તે બંનેમાં એન્ટીઑકિસડન્ટનો ગુણ હોય છે. દરરોજ જીરાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને અનેક બીમારીઓથી પણ બચી શકાય છે. સૌથી અગત્યનું એ છે કે, તે વજન વધવા દેતું નથી.

જીરાનું પાની:- જીરું પેટની બધી સમસ્યાઓથી રાહત આપી શકે છે.

સારી ઊંઘ લાવવામાં મદદરૂપ:-

મેદસ્વીપણાને કારણે ઓછી ઊંઘ આવવી એ સામાન્ય વાત છે. જો તમને ઊંઘ ન આવતી હોય તો તમને જીરાનું પાણી મદદરૂપ બની શકે છે. દરરોજ જીરાનું પાણી પીવાથી તમને સારી ઊંઘ આવવા લાગશે.

શરીરની સફાઈ:-

image source

જીરુંના પાણીમાં ફાઈબર પણ જોવા મળે છે, જે આપણા શરીરમાંથી ટોક્સિન એટલે કે, નકામો કચરો બહાર કાઢવામાં મદદરૂપ હોય છે. જીરાનાં પાણીથી શરીર શુદ્ધ થાય છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે જેથી તમે દિવસ દરમ્યાન તાજગી અનુભવો છો. તે તમારું વજન પણ ઘટાડે છે. તો શું હવે તમે જીરાનું પાણી પીવા માટે તૈયાર છો? વધારે કઈં નહીં તો ઓછામાં ઓછો એકવાર પ્રયત્ન તો કરી જ જોઈ શકો છો. પરંતુ આ માટે તમારા આહારમાં કોઈ ફેરફાર કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની યોગ્ય સલાહ જરૂર લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત