અનુપમ ખેરની માતાએ કેટવોક કર્યું, મોડલ પણ શરમાઈ જશે આ વીડિયો જોઈને

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર ઘણીવાર તેની માતા દુલારી સાથે વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ફેન્સ તેની માતાના અંદાજ, તેની નિર્દોષતા અને ક્યુટનેસને પસંદ કરે છે. હાલમાં જ જ્યારે અનુપમ અમેરિકાથી પાછો ફર્યા ત્યારે તે તેની માતા માટે ભેટ લઈને આવ્યો. એના પર કેવું હતું અનુપમ ખેરની માતાનું રિએક્શન એ જોવું ખરેખર રસપ્રદ છે

image source

અનુપમ ખેરે તાજેતરમાં જ માતા સાથે એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અનુપમ પોતાની માતાને વિદેશથી લાવેલી ભેટ આપી રહ્યા છે. દીકરાએ માતાને પર્સ જ નહીં તેપર્સમાં રાખવા માટે પૈસા આપ્યા. પણ દુલારી તો ભાઈ દુલારી છે. તેઓ વધુ પૈસા માંગતા હતા. કહ્યું, ‘વધારે મુકો ને’. દીકરાએ હજાર રૂપિયા આપ્યા અને પછી પ્રિય દુલારીએ આ એક્ટ કરીને બતાવ્યો કે તે બેગ સાથે કેવી રીતે ચાલશે

image source

અનુપમે તેની માતાને બેગ લઈ જરા સ્ટાઇલમાં ચાલવા વિનંતી કરી. પછી શું દુલારી એક બેગ સાથે મોડેલની જેમ ચાલવા માટે તૈયાર થઈ અને અભિનયનો તડકો પણ લગાવી દીધો. . પૂછ્યું, ‘તમે બધા બરાબર છો? શું મારી કિરણ ઠીક છે?

વીડિયોમાં અનુપમ માતાને કહે છે, ‘તમે અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છો. હું જ્યાં પણ શો કરવા ગયો ત્યાં બધા તમારા વિશે પૂછતા હતા, દુલારીના નામ પર તાળીઓ પડતી હતી. ‘તો તે નિર્દોષતાથી કહે છે,’ લોકો મને આજકાલ માસ્કમાં પણ ઓળખી લે છે. ‘દુલારી રોક્સ

image source

અનુપમ ખેરના સોશિયલ મીડિયા હેન્ડલમાં, આપણને દુલારી જીના આવા ઘણા વીડિયો જોવા મળશે જ્યાં તેમના દયાળુ સ્વભાવની ઝલક જોવા મળે છે અને તેમનો બિન્દાસ અંદાજ પણ ક્યાંક જોવા મળે છે. ક્યારેક તે લાગણીશીલ બની જાય છે અને ક્યારેક તે રમુજી હોય છે … કેટલીકવાર તેમને ખબર પણ હોતી નથી કે કેમેરા ચાલુ છે. કોરોના હોય કે અભિનેતાઓ સાથે જોડાયેલી જૂની યાદો, દરેક મુદ્દા પર, તે પોતાની સરળ, સીધી શૈલીમાં સ્પષ્ટ મત આપે છે.

વીડિયોમાં હ્યુમર અને ફન ભરપૂર પ્રમાણમાં હોય છે, જેના પર અમુક સમયે હસવું રોકવું મુશ્કેલ છે. ચાહકો પણ આ વીડિયોમાં ખૂબ જ ઉત્સાહ સાથે પોતાનો પ્રતિભાવ આપે છે. કેટલાક લોકોને મા દીકરાનું બોન્ડિંગ ખૂબ જ ગમે છે, જ્યારે કેટલાક લોકો દુલારીની ક્યુટનેસ પર ફિદા છે

 

View this post on Instagram

 

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ થોડા થોડા દિવસે માતા દુલારી સાથે ખૂબ જ સુંદર વીડિયો બનાવે છે, જેમાં તેમણે #DulariRocks ને હેશટેગ કર્યા છે અને આ પણ 100 ટકા સાચો છે. દુલારીના વિડીયોમાં તે સચ્ચાઈ, પોતીકાપણું અને સરળતા છે, જે દરેકને તેમના ઘરના વડીલો યાદ આવી જાય