IAF ઓફિસરના આરોપ પર મહિલા આયોગ બન્યું કડક, ટુ ફિંગર ટેસ્ટ પર નારાજગી વ્યક્ત કરવા લખ્યો પત્ર

પોતાના સહકર્મી પર બળાત્કારનો આરોપ લગાવનારી એર ફોર્સની મહિલા અધિકારીએ અન્ય એક ગંભીર આરોપ લગાવ્યો છે.અધિકારીનું કહેવું છે કે બળાત્કાર બાદ તેને ટુ ફિંગર ટેસ્ટ પણ કરાવવો પડ્યો હતો, જેના કારણે તેને બમણો આઘાત લાગ્યો છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગે આ બાબત પર જાતે ધ્યાન આપ્યું છે. કમિશનનું કહેવું છે કે ખુદ એરફોર્સના ડોકટરો દ્વારા બે આંગળીનું પરીક્ષણ મહિલા અધિકારીની ગરિમા અને ગોપનીયતાનું ઉલ્લંઘન છે.

image source

એક ખબર અનુસાર, રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટે આપેલા આદેશની પણ વિરુદ્ધ છે, જેમાં આ પ્રકારના ટેસ્ટ પર પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું હતું. મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ આ બાબતે એર ચીફ માર્શલને પત્ર લખીને જરૂરી પગલા લેવા જણાવ્યું છે. આયોગે કહ્યું કે એરફોર્સના ડોક્ટરોને ગાઈડલાઇન્સ વિશે જણાવવું જોઈએ.

image source


પત્રમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 2014 માં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ ટુ ફિંગર ટેસ્ટને અવૈજ્ઞાનિક ગણાવ્યું હતું. ટુ ફિંગર ટેસ્ટને ખોટો ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તઆ ટેસ્ટ દ્વારા કોઈની સાથે બળાત્કાર થયો છે કે નહીં તેની પુષ્ટિ કરી શકતો નથી.

image source

તમને જણાવી દઈએ કે મહિલા અધિકારીએ આરોપ લગાવ્યો છે કે કોઇમ્બતુરની એરફોર્સ એડમિનિસ્ટ્રેટિવ કોલેજના પરિસરમાં તેની સાથે બળાત્કાર થયો હતો. પોલીસે આ મામલે આરોપી ફ્લાઇટ લેફ્ટનન્ટની ધરપકડ કરી છે.

શુ છે ટુ ફિંગર ટેસ્ટ?

image source

ટુ ફિંગર ટેસ્ટની સખત ટીકા કરવામાં આવી છે. તે એક મેન્યુઅલ પ્રક્રિયા છે, જે અંતર્ગત ડોક્ટર પીડિતાના ખાનગી ભાગમાં એક કે બે આંગળીઓ દાખલ કરીને ટેસ્ટ કરે છે કે તે વર્જિન છે કે નહીં. જો ડોકટરની આંગળીઓ પીડિતાને ખાનગી ભાગમાં સહેલાઈથી ફરે છે, તો તે સેક્સ્યુઅલી એક્ટિવ માનવામાં આવે છે. આ સાથે જ ત્યાં રહેલા હાઇમેન પણ શોધી કાઢવામાં આવે છે. જો કે આ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. તે માત્ર પીડિતની ગરિમા વિરુદ્ધ તો છે જ પણ એ સિવાય, તે અવૈજ્ઞાનિક પણ છે. નિષ્ણાતો માને છે કે આના દ્વારા બળાત્કાર થયો છે કે નહીં તે શોધવું મુશ્કેલ છે.